Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Earthquake : Indonesia માં ફરી ધ્રુજી ધરા, ભૂકંપની તીવ્રતા 6.7 રિક્ટર સ્કેલ નોંધાઇ

Earthquake strikes in Indonesia : ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓ (Talaud Island)ની ધરા ફરી એકવાર ધ્રુજી છે. હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મપાઈ હતી. આ આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતા. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના અહેવાલ સામે...
earthquake   indonesia માં ફરી ધ્રુજી ધરા  ભૂકંપની તીવ્રતા 6 7 રિક્ટર સ્કેલ નોંધાઇ

Earthquake strikes in Indonesia : ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓ (Talaud Island)ની ધરા ફરી એકવાર ધ્રુજી છે. હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મપાઈ હતી. આ આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતા. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

આ પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે

Indonesia ના તાલાઉદ દ્વીપ પર વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી છે આ પહેલા પણ ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી, ત્યારે ફરી એકવાર ઈન્ડોનેશિયા ભૂકંપથી હચમચી ગયું છે. ભૂકંપના કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. હાલ નુકસાનના કોઈ સમાચાર નથી.

છેલ્લા એક વર્ષમાં અનેક ભૂકંપ આવ્યા

Indonesia માં છેલ્લા એક વર્ષમાં અનેક ભૂકંપ આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં મકાનો, ઈમારતો અને દુકાનોને નુકસાન થયું છે. ભૂકંપના કારણે ઘણા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરુઆતમાં જ ભૂકંપના આંચકાએ સમગ્ર જાપાનમાં તબાહી મચાવી દીધી હતી. પશ્ચિમ જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાવળા શક્તિશાળી ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કુદરતી આફતના કારણે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

Advertisement

આ પણ વાંચો - France : રાજકીય ઉથલપાથલ વચ્ચે PM એલિઝાબેથ બોર્નનું રાજીનામું, જાણો શું છે કારણ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.