Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનના PM સુનક પોતાના બુટના કારણે થયા ટ્રોલ, આખરે માફી માંગવી પડી

નવી દિલ્હી : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને હાલમાં જ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં એક ઇન્ટરવ્યું દરમિયાન તેમના શુઝના કારણે લોકોના રોષનો ભોગ બન્યા હતા. ઇન્ટરવ્યું દરમિયાન તેમણે એડિડાસ સાંબા લુકના શુઝ પહેર્યા હતા જેના કારણે તેઓસોશિયલ મીડિયા પર ટિકાનો ભોગ બન્યા...
બ્રિટનના pm સુનક પોતાના બુટના કારણે થયા ટ્રોલ  આખરે માફી માંગવી પડી

નવી દિલ્હી : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને હાલમાં જ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં એક ઇન્ટરવ્યું દરમિયાન તેમના શુઝના કારણે લોકોના રોષનો ભોગ બન્યા હતા. ઇન્ટરવ્યું દરમિયાન તેમણે એડિડાસ સાંબા લુકના શુઝ પહેર્યા હતા જેના કારણે તેઓસોશિયલ મીડિયા પર ટિકાનો ભોગ બન્યા હતા. તેઓ સુનકની ડ્રેસિંગ સેન્સથી નારાજ થયા હતા. તેમણે બધુ જ બરબાદ કરી દીધુંના હેશટેગ સાથે તેઓ સોશિયલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બન્યા હતા.

Advertisement

ઇન્ટરવ્યુમાં સુનક પોતાની સરકારની કર નીતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા

ઇન્ટરવ્યુ દરમિયા સુનક પોતાની સરકારની કર અંગેની નીતિઓનો પ્રચાર કરી રહ્યા હતા. 43 વર્ષીય નેતાને પ્રસિદ્ધ જર્મન સ્પોર્ટવિયર બ્રાંડના ગ્રે, સફેદ અને કાળા સ્નીકર્સ પહેર્યા હતા. સફેદ શર્ટ, નેવી ચિનોસ અને કાળા મોજા પહેર્યા હતા. એડિડાસે સાંબાસને એક સમૃદ્ધ ઇતિહાસની સાથે એક પૌરાણિક જુતા તરીકે વર્ણિત કર્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, કેટલાક ફુટવેર ઉત્સાહી લોકોએ કહ્યું કે, ફેશનેબલ દેખાવાના પ્રયાસમાં તેમણે ઇતિહાસ સાથે મજાક કર્યો છે.

ઓનલાઇન ટ્રોલ થયા બાદ વડાપ્રધાને માફી માંગી

ઓનલાઇન ટ્રોલ થયા બાદા સુનકે માફી માંગી હતી.તેમણે લખ્યું કે, તેઓ લાંબા સમયથી એડિડાસના શુઝના શોખીન રહ્યા છે. હું સાંબા સમુદાયની માફી માંગુ છું. પરંતુ પોતાના બચાવમાં હું કહેવા માંગીશ કે, હું સાંબા સહિત એડિડાસ ટ્રેનર પહેરી રહ્યો છું. એડિડાસ સાથે મારો ઘણો લાંબો નાતો રહ્યો છે. હું એડિડાસના શુઝનો ખુબ જ શોખીન અને ચાહક છું. તેમણે કહ્યું કે, તેમને સૌપ્રથમ એડિડાસના સ્નીકર્સ તેમના ભાઇ તરફથી ક્રિસમસ ગીફ્ટ તરીકે મળ્યા હતા. ત્યારથી તેઓ આ શુઝના દિવાના છે. લાંબા સમયથી હું એડિડાસનો ફેન છું.

Advertisement

એક બ્રાન્ડ માટે મોતની ઘંટી સાબિત થશે વડાપ્રધાન

સુનકે કહ્યું કે, તેમણે વીડિયોમાં જોયા તે શુઝ તેમણે પોતે જ ખરીદ્યા છે પરંતુ તેમની પાસે લાંબા સમયથી એડિડાસના ટ્રેનર ખુબ જ લાંબા સમયથી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનના નેતા પોતાના પેન્ટ અને તેની ઓછી લંબાઇના કારણે પણ ટિકાનો સામનો કરી ચુક્યા છે. તેમણે પેન્ટ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મે જે પહેર્યું છે તેના પર એટલું ધ્યાન આપવાને કારણે તેઓ ચકિત છે. બ્રિટિશ જીક્યુ નામના પેપરે લખ્યું કે, પોતાની જાતને યુવાન અને આકર્ષક દેખાડવા માટે સુનકે ઋષિ સુનકે એક સારા સ્નીકર ખરીદ્યા પરંતુ તેને ખોટા પ્રસંગે પહેરીને બરબાદ કરી દીધા. ફુટવેર ઇતિહાસકાર એલિજાબેથ સેમેલહૈકે ધ ટાઇમ્સને જણાવ્યું કે, સુનકની પસંદ સાંબા સ્નીકર્સ માટે મોતની ઘંટી સાબિત થઇ શકે છે.

Advertisement
Tags :
Advertisement

.