Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran- Israel તણાવ વચ્ચે Air India નો મોટો નિર્ણય

iran israel :ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે (Iran- Israel)વધતા તણાવને લઈને ભારતીય એરલાઇન એર ઇન્ડિયા(Air India)એ શુક્રવારે મધ્ય પૂર્વની વિપરિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ, 2024 સુધી ઇઝરાયેલથી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, અમે સતત...
iran  israel તણાવ વચ્ચે air india નો મોટો નિર્ણય
Advertisement

iran israel :ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે (Iran- Israel)વધતા તણાવને લઈને ભારતીય એરલાઇન એર ઇન્ડિયા(Air India)એ શુક્રવારે મધ્ય પૂર્વની વિપરિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ, 2024 સુધી ઇઝરાયેલથી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તેલ અવીવથી બુકિંગ કરાવનારા અમારા મુસાફરોને મદદ કરી રહ્યા છીએ.

Advertisement

તેલ અવીવની ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ ડિસ્કાઉન્ટ

વધુમાં, એર ઈન્ડિયાએ એક પોસ્ટમાં જણાવ્યું છે કે, તેલ અવીવની ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એરલાઈને એમ પણ કહ્યું કે, અમારા ગ્રાહકો અને ક્રૂની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગયા રવિવારે જ એર ઈન્ડિયાના એક અધિકારીએ માહિતી આપી હતી કે દિલ્હી અને તેઝ અવીવ વચ્ચેની સીધી ફ્લાઈટ રદ કરવામાં આવી છે.

Advertisement

આ શહેરો માટે ફ્લાઈટ્સ રદ્દ કરાઇ

એર ઈન્ડિયા રાષ્ટ્રીય રાજધાની અને ઈઝરાયેલ શહેર વચ્ચે સાપ્તાહિક ચાર ફ્લાઈટ્સ ચલાવે છે. તાજેતરના દિવસોમાં, ઘણી આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સ કંપનીઓએ આ કારણોસર તેમની ફ્લાઇટ્સ રદ કરી હતી. 15 એપ્રિલના રોજ, જર્મન એરલાઇન જૂથ લુફ્થાન્સાએ ઇરાન દ્વારા ઇઝરાયેલ પરના મિસાઇલ અને ડ્રોન હુમલાને પગલે અમ્માન, બેરૂત, એર્બિલ અને તેલ અવીવની ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી હતી.

ફ્લાઈટ્સ 3 માર્ચથી શરૂ થઈ હતી

ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયાએ લગભગ 5 મહિનાના અંતરાલ પછી 3 માર્ચે ઈઝરાયેલની રાજધાની માટે ફરી સેવા શરૂ કરી હતી, પરંતુ ફરી એકવાર હુમલાથી ફ્લાઈટ્સ ખોરવાઈ ગઈ છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના શહેર પર હમાસના હુમલાને ધ્યાનમાં રાખીને 7 ઓક્ટોબર, 2023થી સૌપ્રથમ તેલ અવીવની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી હતી.

USE એરલાઈન્સે પણ ફ્લાઈટ્સ રદ કરી છે

નોંધનીય છે કે યુએઈની એતિહાદ એરવેઝ પણ તેલ અવીવ અને અમ્માનની સેવાઓ રદ કરીને તેમાં જોડાઈ હતી. 13 એપ્રિલથી 15 એપ્રિલ સુધી હંગામી એરસ્પેસ બંધ થવાને કારણે, અમીરાત એરલાઇન્સે પણ તેની કેટલીક ફ્લાઇટ્સ રદ કરી હતી અને અન્યને ફરીથી રૂટ કરી હતી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેના કારણે તણાવ વધુ વધી રહ્યો છે

આ  પણ  વાંચો - Israel Iran war: મહાયુદ્ધના એંધાણ! ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને મિસાઈલો છોડી

આ  પણ  વાંચો - Dubai માં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના મોટા સમાચાર!, હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…

આ  પણ  વાંચો - Israel Attack Iran: ઈઝરાયેલે ઈરાન પર કર્યો હુમલો, ન્યુક્લિયર પ્લાન્ટને બનાવ્યા નિશાન

Tags :
Advertisement

.

×