Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AbuDhabi : BAPS ની નવી વેબસાઇટ પરથી મેળવો તમામ કાર્યક્રમોની વિગત, ઘર બેઠા Live જોઈ શકશો ઉદઘાટન સમારંભ

યુએઈ (UAE) ના અબુધાબી (AbuDhabi) ખાતે કુલ 27 એકર જમીન પર ઐતિહાસિક અને ભવ્ય પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરના ઉદઘાટન સમારંભમાં સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ (Mahant Swami Maharaj) હાજરી આપવા આબુધાબી પહોંચ્યા છે. ત્યાં પૂજ્ય...
03:25 PM Feb 06, 2024 IST | Vipul Sen

યુએઈ (UAE) ના અબુધાબી (AbuDhabi) ખાતે કુલ 27 એકર જમીન પર ઐતિહાસિક અને ભવ્ય પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરના ઉદઘાટન સમારંભમાં સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ (Mahant Swami Maharaj) હાજરી આપવા આબુધાબી પહોંચ્યા છે. ત્યાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ‘સ્ટેટ ગેસ્ટ’ (State Guest) તરીકે યુએઈના સહિષ્ણુતામંત્રી, મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાન (Sheikh Nahayan Mubarak Al Nahayan) દ્વારા ઊષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા મંદિરના ઉદઘાટન પ્રસંગે 10 થી 21 ફેબ્રુઆરી દરમિયાન 12 દિવસીય ‘સંવાદિતા ઉત્સવ’નું (Samvadita Utsav) આયોજન કરવામાં આવ્યું છે. આ હેઠળ મહંત સ્વામી મહારાજની હાજરીમાં વિવિધ કાર્યક્રમ અને પારિવારિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી લોકોને મળી રહે તે માટે સંસ્થાની નવી વેબસાઇટ mandir.ae નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઇસ્લામિક દેશમાં પહેલું હિન્દુ મંદિર હોવાથી આ મંદિરના વેબસાઇટ ડોમેઇનને હિન્દુ મંદિરનું નામ મળ્યું છે.

સૌજન્ય : Google

અબુધાબીમાં નિર્મિત પ્રથમ અને ભવ્ય BAPS હિંદુ મંદિરમાં થનારા કાર્યક્રમોની માહિતી આ વેબસાઇટ mandir.ae  પરથી ભક્તો મેળવી શકશે. આ વેબસાઇટ પરથી અબુધાબીના (AbuDhabi) બીએપીએસ મંદિરમાં (BAPS Hindu Temple) થનારા રોજિંદા કાર્યક્રમો, લાઇવ પૂજા દર્શન, સભા, ઉત્સવો, અભિષેક સમારોહ અને વિવિધ તહેવારોમાં યોજાતા કાર્યક્રમો અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવી શકાશે. ઉપરાંત, અબુધાબીમાં નિર્મિત ભવ્ય અને ઐતિહાસિક પ્રથમ હિંદુ મંદિરના નિર્માણકાર્ય, કોતરણી, મહત્ત્વ, નિર્માણ સમય અને બાંધકામમાં સ્વંયસેવકોની મહેનત અંગેની તમામ અને વિસ્તૃત માહિતી પણ આ વેબસાઇટ પરથી મેળવી શકાય છે. મંદિરના ઉદઘાટન પ્રસંગે જે લોકો અબુધાબીમાં હાજર નથી થઈ શકતા, તેઓ આ વેબસાઇટથી લાઈવ કાર્યક્રમો જોઈ શકશે.

સૌજન્ય : Google

 

 

મંદિર માટે 27 એકર જમીન ભેટ મળી

અબુધાબી BAPS મંદિરની નવી વેબસાઇટ https://www.mandir.ae/ પરથી લોકો આ ભવ્ય મંદિર અંગેની વિવિધ માહિતી જેમ કે, મંદિરની ઊંચાઈ, સેન્સર, માર્બલ્સ (પથ્થર), સેંડસ્ટોન, નિર્માણ કાર્યનો સમય અને મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય સામગ્રી વિશેની માહિતી પણ મેળવી શકાશે. ઉપરાંત, ડિઝાઈન મિટિંગ, શિલાન્યાસ કાર્યક્રમના વીડિયોઝ અને ફોટોઝ પણ આ વેબસાઇટ પર જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે, સાલ 2015માં અબુધાબીના (AbuDhabi) ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહયાનને (Sheikh Mohammed bin Zayed Nahyan) મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યાર બાદ જાન્યુઆરી, 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન (Year of Tolerance), વધુ 13.5 એકર જમીન ફાળવી હતી, જેથી મંદિર માટે કુલ 27 એકર જમીન ભેટમાં આપવામાં આવી હતી, જેના પર આ ભવ્ય અને પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો - BAPS : હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા અબુધાબી પહોંચ્યા મહંત સ્વામી મહારાજ…

Tags :
Abu Dhabi BAPS TempleAbuDhabiBAPS Hindu TempleBAPS Swaminarayan SansthaFirst Hindu TempleGujarat FirstGujarati NewsMahant Swami MaharajSamvadita UtsavSheikh Nahayan Mubarak Al NahayanState GuestSwaminarayan templeUAEYear of Tolerance
Next Article