Australia : સિડની મોલમાં જાહેરમાં છરી વડે લોકો પર ઘાતકી હુમલો! અફરાતફરીનો માહોલ સર્જાયો
ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની (Sydney) શહેરમાંથી એક મોટી ઘટના સામે આવી છે. સિડની શહેરનાં એક શોપિંગ મોલમાં 4 લોકો પર છરીથી હુમલાની ઘટના સામે આવી છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી, મોલમાં ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. હાલ, પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
શોપિંગ મોલમાં 4 લોકો પર છરીથી હુમલો
મીડિયા અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની શહેરનાં વ્યસ્ત એવા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરની (Westfield Bondi Junction shopping centre) નજીક એક અજાણી વ્યક્તિ છરી લઈને ભાગી રહી હતી. જો કે, આ મામલે પોલીસને જાણ થતા ટીમ ત્યાં પહોંચી હતી અને શખ્સનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ દ્વારા ગોળી મારવામાં આવે તે પહેલા શખ્સે છરીથી 4 લોકો પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, શનિવારે સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાંથી છરી મારવાની ઘટના બાદ હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મોલમાં ગોળીબારનો અવાજ પણ સંભળાયો
ત્યાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, મોલની અંદરથી ફાયરિંગનો (Firing) અવાજ પણ આવી રહ્યો હતો. અંદાજે 4 જેટલા લોકો પર છરી વડે હુમલો કરાયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ઘટના બાદ લોકોમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસના (Sydney Police) અનેક વાહનો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Israel-Hamas War : ઈદના દિવસે પણ ગાઝા પર ઇઝરાયેલની કાર્યવાહી! અમેરિકાએ ઇરાનને લઈ આપી આ ચેતવણી!
આ પણ વાંચો - FBI : પત્નીના હત્યારા ભદ્રેશ પટેલના માથે 2.50 લાખ ડૉલરનું ઈનામ
આ પણ વાંચો - ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ગમે ત્યારે થશે યુદ્ધ, ભારત સરકારે નાગરિકોને યાત્રા ટાળવા માટે કરી અપીલ