Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-કેનેડા તણાવ વચ્ચે એસ.જયશંકર-યુએસ સ્ટેટ સેક્રેટરીની કરી મુલાકાત

એક ખાલિસ્તાની આતંકીની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક તણાવ વચ્ચે ગુરુવારે વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા કરી. વિદેશ વિભાગમાં આ મુલાકાત અગાઉ બ્લિંકન સાથે...
ભારત કેનેડા તણાવ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીની કરી મુલાકાત

એક ખાલિસ્તાની આતંકીની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક તણાવ વચ્ચે ગુરુવારે વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા કરી. વિદેશ વિભાગમાં આ મુલાકાત અગાઉ બ્લિંકન સાથે મીડિયા સામે જયશંકરે કહ્યું હતું કે અહીં આવીને સારું લાગ્યું...G20 સંમેલન માટે તમામ પ્રકારના સહયોગ બદલ અમેરિકાનો આભાર માનું  છું.

Advertisement

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને કહ્યું કે G-20 અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર સહિત છેલ્લા કેટલાક સપ્તાહમાં વિવિધ અવસરોએ તેમની સારી ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના ભારતીય સમકક્ષ સાથે ચર્ચા અંગે આશાસ્પદ છે. આમ તો બંને નેતાઓએ મીડિયાના કોઈ સવાલનો જવાબ આપ્યો નહીં.

Advertisement

Advertisement

કેનેડા વિવાદ પર વાત થઈ કે નહીં

આમ તો બંને પક્ષના અધિકારીઓ આ મંત્રણાના એજન્ડાને લઈને ચૂપ્પી સાધી બેઠા છે પરંતુ અમેરિકાના બે મિત્રો વચ્ચે હાલનું જે કૂટનીતિક સંકટ છે તેના પર ફોકસ રહે તેવી સંભાવના છે. વિદેશમંત્રી જયશંકરે લખ્યું કે આજે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરીને ખુબ સારું લાગ્યું. પીએમ નરેન્દ્ર મોદીના જૂન પ્રવાસ બાદ વ્યાપક ચર્ચા થઈ. આ સાથે જ વૈશ્વિક વિકાસ પર નોટ્સનું આદાન પ્રદાન કર્યું. બહુ જલદી થવા રહેલી 2+2 મીટિંગનો પાયો રખાયો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારોને જણાવ્યું કે, હું આ અંગે કોઈ પૂર્વાનુમાન વ્યક્ત કરવા માંગતો નથી કે તેઓ (બ્લિંકન) બેઠકમાં (જયશંકર સાથે) શું વાતચીત કરશે. પરંતુ જેવું અમે સ્પષ્ટ કર્યું છે, અમે તેને ઉઠાવ્યો છે, અમે તેમને કેનેડાની તપાસમાં સહયોગ કરવા માટે કહ્યું છે અને અમે તેના માટે પ્રોત્સાહિત કરવાનું ચાલું રાખીશું.

બંને દેશો વચ્ચેના વિદેશમંત્રીઓની બેઠકની યોજના કેનેડા સંકટના ઘણા સમય પહેલા તૈયાર થઈ હતી. અમેરિકા આ વર્ષની શરૂઆતમાં બ્રિટિશ કોલંબિયામાં શીખ આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાની તપાસમાં ભારતને સહયોગ કરવાની અપીલ કરી રહ્યું છે. કેનેડાએ ભારત પર બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. ભારતે આ આરોપો પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે કેનેડા આતંકવાદીઓ માટે સેફ હેવન બની ગયું છે.

આ  પણ  વાંચો -ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો KIDNAPPED ! ISI ની ઊંઘ ઊડી

Tags :
Advertisement

.