Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

America White House: વ્હાઈટ હાઉસના ગેટ પર કાર અકસ્માત કે પછી કોઈ આતંકી ઘટના?

America White House: હાલમાં, અમેરિકા (America) માં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે... તાજેતરમાં અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ (President) આવાસ કેન્દ્ર વ્હાઈટ હાઉસ (White House) ના ગેટ પર એક કારે જોરદાર ટક્કર મારી હતી. જોકે આ ઘટના 4...
america white house  વ્હાઈટ હાઉસના ગેટ પર કાર અકસ્માત કે પછી કોઈ આતંકી ઘટના

America White House: હાલમાં, અમેરિકા (America) માં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે... તાજેતરમાં અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ (President) આવાસ કેન્દ્ર વ્હાઈટ હાઉસ (White House) ના ગેટ પર એક કારે જોરદાર ટક્કર મારી હતી. જોકે આ ઘટના 4 મેની રાતે બની હતી. આ ઘટનામાં કાર ચાલક (Car Driver) નું ઘટના સ્થળ મોત (Dead) નિપજ્યુ હતું.

Advertisement

  • વ્હાઈટ હાઉસની સુરક્ષા પર ઉઠ્યા અનેક સવાલો

  • અકસ્માત કે આ ઘટના પાછળ મોટી પ્લાનિંગ

  • રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઈટ હાઉસની અંદર જ હતા

ત્યારે અમેરિકાના White House ના અધિકારીઓએ માહિતી આપી છે કે, અમેરિકાનાWhite House ના પરિસરમાં આવેલા ગેટ પર એક અજાણ્યા વાહન ચાલકે પોતાની કારને ગેટ આગળ પડેલા વાહનને ભારે ટક્કર મારી હતી. ત્યારે આ ઘટનામાં ટક્કર મારેલા કાર ચાલકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યુ છે. જોકે આ ઘટનાને લઈને સુરક્ષા પ્રતિનિધિઓએ White House માં કોઈ મોટું નુકસાન નહીં, થયું હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: Justin Trudeau On Khalistani: 3 ભારતીયોની કેનેડામાં ખાલિસ્તાનીની હત્યાને લઈ કરાઈ ધરપકડ

Advertisement

અકસ્માત કે આ ઘટના પાછળ મોટી પ્લાનિંગ

જોકે મૃતક કાર ચાલકની હજુ સુધી ઓળખ સામે આવી નથી. આ તમામ મામલે પોલીસે નોંધ લઈ તજવીજ હાથ ધરી છે. આ કાર ચાલક કોણ હતો, અને કેવી રીતે કાર ચાલક વ્હાઈટ હાઉસની અંદક આવી ગયો. તે ઉપરાંત આ કાર ચાલકે કોઈ પ્લાનિંગ સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો, તે તરફ પોલીસ તપાસ શરુ કરી છે. તે ઉપરાંત આ કાર ચાલકના પરિવારને લઈ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: ભારત માટે APPLE ના CEO TIM COOK એ કહ્યું – ‘APPLE માટે ભારત મુખ્ય ફોકસ ક્ષેત્ર’

રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઈટ હાઉસની અંદર જ હતા

જોકે જ્યારે આ ઘટના ઘટી ત્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેન White House ની અંદર જ હતા. તે ઉપરાંત આ ઘટના અંગે તેમને જાણ પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી. તેની સાથે White House ની અંદર રહેલા સુરક્ષા અધિકારીઓને સંતર્ક કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આની સાથે અમેરિકાની સુરક્ષા અધિકારી અને White House ની સુરક્ષા અધિકારીઓ પર મોટા સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચો: નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સે પીવડાવી તેની સાથે….

Tags :
Advertisement

.