Abu dhabi BAPS Event: Abu dhabi માં નિર્માણ પામેલા BAPS મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંબોધન આપ્યું
Abu dhabi BAPS Event: Abu dhabi માં BAPS મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી (PM Modi) અને UAE સહિષ્ણુતા પ્રધાન નાહયાન બિન મુબારક અલ નાહ્યાને (Tolerance Minister Nahyan bin Mubarak Al Nahyan) સન્માનિત કરવામાં આવ્યા.
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન સમયે UAE ના Minister Sheikh Nahyan bin Mubarak Al Nahyan કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ UAE ની મુલાકાત કરી અને બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કર્યા. આ વાત પર UAE ના તમામ નાગરિકોને ગર્વ છે. એક વિશ્વાસુ મિત્ર અને મહાન દેશના વડાપ્રધાન તરીકે UAE માં તમારૂં સ્વાગત છે. UAE ની તમારી મુલાકાત એ મિત્રતા, વિશ્વાસ અને સહકારની ઊંડાઈનો સ્પષ્ટ સંકેત છે જે UAE અને ભારત વચ્ચે લાંબા સમયથી અસ્તિત્વમાં છે.
Abu dhabi માં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમયે PM Modi એ કહ્યું કે, "UAE એ એક સુવર્ણ અધ્યાય લખ્યો છે. મંદિરના ઉદ્ઘાટનમાં વર્ષોની મહેનત છે અને મંદિર સાથે ઘણાના સપના જોડાયેલા છે. સ્વામિનારાયણના આશીર્વાદ પણ જોડાયેલા છે.. "
Abu dhabi માં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન સમયે PM Modi એ કહ્યું કે, "આ મંદિર એકતા અને સંવાદિતાનું પ્રતિક બનશે. મંદિરના નિર્માણમાં UAE સરકારની ભૂમિકા પ્રશંસનીય છે."
Abu dhabi માં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન સમયે PM Modi એ કહ્યું, "UAE જે અત્યાર સુધી બુર્જ ખલીફા, ફ્યુચર મ્યુઝિયમ, શેખ ઝાયેદ મસ્જિદ અને અન્ય હાઈ-ટેક ઈમારતો માટે જાણીતું હતું, હવે તેમાં વધુ એક સાંસ્કૃતિક પ્રતિક ઉમેરાયું છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવશે. આનાથી UAE માં આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે અને લોકો Two-Pepole કનેક્શન પણ વધશે. સમગ્ર ભારત અને વિશ્વભરમાં વસતા લાખો ભારતીયો વતી હું રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Presindent Mohamed bin Zayed Al Nahyan) અને UAE સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું."
PM Modi એ કહ્યું, "UAE ના ઉપરાષ્ટ્રપતિએ ભારતીય કામદારો માટે હોસ્પિટલના નિર્માણ માટે દુબઈમાં જમીન આપવાની જાહેરાત કરી છે."
Abu dhabi માં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન સમયે PM Modi એ કહ્યું, "હું મા ભારતીની પૂજા કરું છું. પરમાત્મા ને મુઝે જીતના સમય દિયા હૈ ઉસકા હર પલ મા ભારતી કે લિયે હૈ"