ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

QATAR AIRWAYS: દોહાથી ડબલિન જઈ રહી ફ્લાઈટમાં Air turbulence ની ખામી સર્જાતા મચી અફરા-તફરી

QATAR AIRWAYS: હાલ, વિમાનોમાં Air turbulence માં ખામીઓ સર્જાવાની ઘટનાઓ અનેક સામે આવી રહી છે. વધુ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. Doha થી આયરલેંડ જતી QATAR AIRWAYS BOEING 787 ની ફ્લાઈટમાં Air turbulence ની ખામી...
09:59 PM May 26, 2024 IST | Aviraj Bagda
QATAR AIRWAYS BOEING 787

QATAR AIRWAYS: હાલ, વિમાનોમાં Air turbulence માં ખામીઓ સર્જાવાની ઘટનાઓ અનેક સામે આવી રહી છે. વધુ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. Doha થી આયરલેંડ જતી QATAR AIRWAYS BOEING 787 ની ફ્લાઈટમાં Air turbulence ની ખામી સર્જાતા વિમાનને તાત્કાલિક સંજોગોમાં લેન્ડિંગ કરાવવાની જરૂરિયાત આવી પડી હતી. ત્યારે આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.

Singapore Airlines બાદ કતાર એકવેઝમાં Air turbulence ની ખામી સર્જાઈ છે. ત્યારે કતાર એકવેઝને ડબલિન એરપોર્ટ પર તાત્કાલિક સંજોગોમાં લેન્ડિંગ કરાવવામાં આવી હતી. Dublin Airport એ જણાવ્યું કે Doha થી આયર્લેન્ડ જતી QATAR AIRWAYS BOEING 787 ની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા 12 લોકો અશાંતિના કારણે ઘાયલ થયા છે. નિર્ધારિત રૂટ અને સમયપત્રક મુજબ ફ્લાઇટ Dublin Airport પર સુરક્ષિત રીતે ઉતરી હતી.

આ પણ વાંચો: આ ગામમાં ભૂસ્ખલનથી સર્જાયા ભયાનક દ્રશ્યો, 100 થી વધુ લોકોના મોત

ઈમરજન્સી ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું

ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ ઈમરજન્સી ગાઈડલાઈન્સનું (QATAR AIRWAYS BOEING 787) પાલન કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ફ્લાઇટ તુર્કિયેમાં હતી ત્યારે Air turbulence ની જાણ કરવામાં આવી હતી. Air turbulence ના કારણે ફ્લાઇટમાં સવાર 6 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: ફ્લાઈટ અકસ્માતમાં મુસાફરોનો જીવ તો બચી ગયો, પણ ગંભીર બીમારીનો શિકાર બન્યા

આ ઘટનામાં 73 વર્ષીય બ્રિટિશ વ્યક્તિનું મૃત્યુ થયું

અગાઉ 211 મુસાફરોને લઈને સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટને Air turbulence ના કારણે બેંગકોકમાં લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં 73 વર્ષીય બ્રિટિશ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તે ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે તેમને તાત્કાલિક સારવાર મળતા તેઓની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. પરંતુ મોટાભાગના લોકોની જીવનભરની બીમારીના સકંજામાં આવી ગયા હતા.

આ પણ વાંચો: Maldives And India: માલદીવમાં જલ્દી શરુ થશે RuPay સેવા, ભારત સાથે વાતચીત કરી રહ્યા માલદીવના નેતા

Tags :
Air turbulencdohaDublinQATAR AIRWAYSQATAR AIRWAYS BOEING 787SingaporeTURBULENCEturkey
Next Article