ભારતમાંથી 1 લાખ કામદારો તાઇવાન જશે? US ની રિપોર્ટ પર હોબાળો થતા સ્પષ્ટતા કરાઈ
ભારતમાંથી 1 લાખ કામદારો તાઈવાન જવા અંગેના અમેરિકાના રિપોર્ટ પર હવે તાઈવાનના શ્રમમંત્રી સુ મિંગ-ચૂનનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે સુ મિંગ-ચૂને કહ્યું કે, ભારતમાંથી 1 લાખ પ્રવાસી મજૂરોને તાઈવાન લાવવાની અમારી સરકારની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે, આ મામલો રોજગાર સહકારનો છે. સુ મિંગ-ચુને તો ત્યાં સુધી કહ્યું હતું કે, પ્રવાસી કામદારોને લાવવા માટે તાઈવાને ભારત સાથે કોઈ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રમમંત્રી સુ મિંગ-ચુને ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1 લાખ ભારતીય કામદારો માટે તાઇવાનના દરવાજા ખોલવા અંગેની માગ સંબંધિત કરવામાં આવેલા કોઈ પણ દાવા સંપૂર્ણ રીતે ખોટા છે. તેમણે કહ્યું કે, આ દાવા લોકો દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે લોકોના અભિપ્રાય સાથે છેડછાડ કરવાના ખરાબ ઈરાદા સાથે કરવામાં આવ્યા છે. સુ મિંગની આ ટિપ્પણી કુઓમિતાંગ (KMT) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઉ યુ-ઇહ દ્વારા આપવામાં આવેલા નિવેદનના સંદર્ભમાં આવી છે.
મીડિયા અહેવાલ અનુસાર, સુ મિંગ-ચુનનું નિવેદન KMT ઉમેદવાર હાઉ એના એક મીડિયા રિપોર્ટને ટાંક્યા પછી આવ્યું છે, જેમાં ભારતીય પ્રવાસી કામદારોને લાવવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, એમ્પ્લોયી મોબિલિટી એગ્રિમેન્ટનું (EMA) આયોજન કરવામાં આવી રહ્યું છે. તાઇવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકન મીડિયા અહેવાલો દ્વારા દાવો કર્યો હતો કે 1 લાખથી વધુ ભારતીય પ્રવાસી કામદારોને તાઇવાન લાવવાના કરાર પર આ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં હસ્તાક્ષર થઈ શકે છે.
હોઉની ઓફિસે શનિવારે જણાવ્યું હતું કે, HSU એ નવેમ્બરમાં કહ્યું હતું કે તાઇવાન અને ભારત પ્રવાસી કામદારોને લાવવા માટે વર્ષના અંત સુધીમાં સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવા તૈયાર છે, આ જોતા કે સાલ 2023 પૂરો થવામાં માત્ર 8 દિવસ બાકી છે. એચએસયુએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, એમઓયુ પર ક્યારે હસ્તાક્ષર કરવામાં આવશે અને કરાર મુજબ કેટલા ભારતીય કામદારો તાઈવાન આવશે. 13 નવેમ્બરના રોજ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, સુ મિંગ-ચુને જણાવ્યું હતું કે, કેબિનેટે યોજના પર હસ્તાક્ષર કર્યા પછી તાઇવાન અને ભારત વર્ષના અંત સુધીમાં સ્થળાંતર કામદારોને લાવવા માટે MOU પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા હતી.
આ પણ વાંચો - Vladimir putin: ચૂંટણી પહેલાં રશિયામાં પુતિન દ્વારા તાનાશાહીને જોર આપાયું