Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્લેક ટીનું સેવન છે ફાયદાકારક, આ બિમારી અને સમસ્યા માટે છે અસરકારક

ગ્રીન ટીની (Green Tea) જેમ બ્લેક ટી (Black Tea) હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. તેના સેવનથી અનેક પ્રકારની બિમારીમાં ખુબ આરામ મળે છે. બ્લેક ટી પિવાથી હેલ્થ પર સાનુકૂળ અસર પડે છે. બ્લેક ટીમાં અનેક પોષક તત્વો હોય છે. તેનાથી ડાયાબિટીસ સ્થૂળતામાં ફાયદો થાય છે.વજન ઘટાડવામાં મદદરૂપહેલ્થ એક્સપર્ટ પ્રમાણે જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો તમે બ્લેક ટીનું સેવન કરà«
બ્લેક ટીનું સેવન છે ફાયદાકારક  આ બિમારી અને સમસ્યા માટે છે અસરકારક
ગ્રીન ટીની (Green Tea) જેમ બ્લેક ટી (Black Tea) હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. તેના સેવનથી અનેક પ્રકારની બિમારીમાં ખુબ આરામ મળે છે. બ્લેક ટી પિવાથી હેલ્થ પર સાનુકૂળ અસર પડે છે. બ્લેક ટીમાં અનેક પોષક તત્વો હોય છે. તેનાથી ડાયાબિટીસ સ્થૂળતામાં ફાયદો થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
હેલ્થ એક્સપર્ટ પ્રમાણે જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો તમે બ્લેક ટીનું સેવન કરી શકો છો. તેના સેવનથી વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. બ્લેક ટીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે સ્થૂળતા સહિત વિવિધ પ્રકારની સમસ્યામાં અસરકારક છે. સાદી ભાષામાં કહીએ તો બ્લેક ટી વજન ઘટાડવામાં મદદરૂપ છે.
હૃદયને સ્વસ્થ રાખે
હાલ દિવસેને દિવસે હૃદયના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વધતા કોલેસ્ટ્રોલ અને હાઈબ્લડ પ્રેશરના કારણ હૃદય રોગ થાય છે. આનાથી છૂટકારો મેળવવા દરરોજ બ્લેક ટીનું સેવન કરો. તેનાથી રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે અને હૃદય રોગનો ખતરો ટળી શકે છે.
શૂગર કંટ્રોલ
બ્લેક ટી પીવાથી શુગર કંટ્રોલમાં રહે છે. શુગર સ્પાઇકનું જોખમ ઓછું થાય છે. ડાયાબિટીસના દર્દીઓ શુગરને કંટ્રોલ કરવા માટે બ્લેક ટીનું સેવન કરી શકે છે. જો કે, દરરોજ 2 કપથી વધારે બ્લેક ટી ના પીવી જોઈએ. વધારે પ્રમાણમાં સેવન કરતા પહેલા એકવાર તમારા ડૉક્ટરની સલાહ લો.
મગજ માટે ફાયદાકારક
તણાવ ભરી જીવનશૈલીમાં માનસિક અને શારિરીક હેલ્થ પર અસર પડે છે. માનસિક થાકને હળવો કરવા માટે બ્લેક ટીનું સેવન કરી શકે છે. આ ચા પિવાથી મગજની કોશિકાઓમાં રક્ત સંચાર યોગ્ય રીતે થાય છે.
Advertisement
Tags :
Advertisement

.