શિયાળામાં ફાટેલી એડીઓ થઈ જશે ગાયબ, અપનાવો આ દેશી નુસ્ખા
શિયાળો શરૂ થતાં જ શુષ્ક ત્વાચા પરેશાન કરવા લાગે છે. હાથ-પગની સાથે જ હોઠમાં ચીરાં પડવા લાગે છે. જેના પર ક્રિમ અને તેલ તથા લિપ બામ લગાવવાથી ફાયદો થાય છે. તેમાં પણ ફાટેલી એડીઓ અનેક તકલીફો આપે છે. જો આ સમસ્યાથી તમે પણ પરેશાન હોવ તો આ ઘરેલું નુસ્ખા અજમાવવાથી રાહત મળશે.કેળાના પલ્પપાકેલા કેળાના પલ્પને ફાટેલી એડીઓ પર લગાવો બાદમાં 30 મિનિટ સુધી હળવે હાથે મસાજ કરો અને થોડાં સમય બાદ પગને ધોઈ નાખà
શિયાળો શરૂ થતાં જ શુષ્ક ત્વાચા પરેશાન કરવા લાગે છે. હાથ-પગની સાથે જ હોઠમાં ચીરાં પડવા લાગે છે. જેના પર ક્રિમ અને તેલ તથા લિપ બામ લગાવવાથી ફાયદો થાય છે. તેમાં પણ ફાટેલી એડીઓ અનેક તકલીફો આપે છે. જો આ સમસ્યાથી તમે પણ પરેશાન હોવ તો આ ઘરેલું નુસ્ખા અજમાવવાથી રાહત મળશે.
કેળાના પલ્પ
પાકેલા કેળાના પલ્પને ફાટેલી એડીઓ પર લગાવો બાદમાં 30 મિનિટ સુધી હળવે હાથે મસાજ કરો અને થોડાં સમય બાદ પગને ધોઈ નાખો. પણ પગ ધોવા માટે સાબુનો ઉપયોગ કરવો નહી. તેનાથી ફાટેલી એડીઓમાં રાહત મળશે.
હીંગ અને લીંમડાનું તેલ
લીંમડાના તેલમાં હીંગનો બારિક પાઉડર મિક્સ કરી રાતે સુતા પહેલા એડીઓ પર લગાવો અને તેને પોલિથિનથી બાંધી લો. જેનાથી પગમાં નમી જળવાય અને તેલ છૂટું ના પડે. સવારે તમને ફાટેલી એડીઓમાં આરામ મળશે અને નિયમિત લગાવવાનો આ નુસ્ખો કારગર સાબિત થશે.
મીણ અને નાળિયેરનું તેલ
ફાટેલી એડીઓ પર નાળિયેરનું તેલને ગરમ કરીને તેમાં મીણ ભેળવી દો અને બાદમાં આ મિશ્રણને એડીઓ પર લગાવી સવારે પગ ધોઈ લેવા.
અન્ય દેશી નુસ્ખા
ગરમ પાણીમાં મધ ભેળવી અને તેમાં 20 થી 25 મિનિટ સુધી પગને રાખો. નક્કી કરેલા સમય બાદ પગને બહાર કાઢી પગ સાફ કરી ફ્રુટ ક્રિમથી મસાજ કરો.
Advertisement