Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી પ્રજનન ક્ષમતા પર થાય છે પ્રતિકુળ અસર, જાણો કયા છે બીજા નુકસાન

શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ લોકો ઠંડીથી બચવા માટે પોતાની દિનચર્યામાં ઘણા ફેરફાર કરે છે. ઠંડીની મોસમમાં સૌથી મોટો ફેરફાર લોકોની નહાવાની આદતોમાં આવે છે. જ્યારે ઘણા લોકો દરરોજ નહાવાનું ટાળે છે, તો ઘણા લોકો ગરમ પાણીથી નહાવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં વધારે ગરમ ​​પાણીથી નહાવાથી આપ શરદીથી તો બચી જાવ છો, પરંતુ તેની સાથે જ તમારે અન્ય અનેક ગેરફાયદાનો પણ સામનો કરવો à
વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી પ્રજનન ક્ષમતા પર થાય છે પ્રતિકુળ અસર  જાણો કયા છે બીજા નુકસાન
શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ લોકો ઠંડીથી બચવા માટે પોતાની દિનચર્યામાં ઘણા ફેરફાર કરે છે. ઠંડીની મોસમમાં સૌથી મોટો ફેરફાર લોકોની નહાવાની આદતોમાં આવે છે. જ્યારે ઘણા લોકો દરરોજ નહાવાનું ટાળે છે, તો ઘણા લોકો ગરમ પાણીથી નહાવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં વધારે ગરમ ​​પાણીથી નહાવાથી આપ શરદીથી તો બચી જાવ છો, પરંતુ તેની સાથે જ તમારે અન્ય અનેક ગેરફાયદાનો પણ સામનો કરવો પડી શકે છે. તો ચાલો વાત કરીએ વધુ ગરમ ​​પાણીથી સ્નાન કરવાથી થતા નુકસાન વિશે 
પ્રજનન ક્ષમતાને અસર થાય છે
ઘણા લોકો શરદીથી બચવા માટે લાંબા સમય સુધી વધુ ગરમ પાણીમાં સ્નાન કરે છે, પરંતુ આમ કરવું તમારી પ્રજનન ક્ષમતા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 30 મિનિટથી વધુ સમય સુધી વધુ ગરમ પાણીથી સ્નાન કરવાથી પ્રજનન ક્ષમતા પર અસર થાય છે. આવી સ્થિતિમાં, ખૂબ જ ગરમ પાણીમાં લાંબા સમય સુધી સ્નાન ન કરવાનો પ્રયાસ કરો.
ગરમ પાણી ત્વચા માટે હાનિકારક
શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક થવી સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં, જો તમે સતત વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરો છો, તો તે તમારી ત્વચાને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.વધારે પડતા ગરમ પાણીને કારણે ત્વચાની નમી ઓછી થઈ જાય છે. તેની સાથે જ ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે અને ત્વચાની ચમક પણ ઓછી થવા લાગે છે.
શરીરમાં સુસ્તી આવે છે
દરરોજ વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં સુસ્તી પણ વધે છે. વાસ્તવમાં, ગરમ પાણીથી સ્નાન કર્યા પછી, શરીર એકદમ હળવુ થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે અને દિવસભર શરીરમાં એનર્જીનો અભાવ રહે છે.
વધુ પડતું ગરમ પાણી વાળ માટે હાનિકારક
વધારે ગરમ પાણીથી નહાવાથી  તમારા વાળને પણ ઘણું નુકસાન થાય છે. વધારે ગરમ પાણીના સતત ઉપયોગથી વાળમાં ભેજ ઓછો થઈ જાય છે, જેના કારણે તમારા વાળ ખૂબ જ શુષ્ક અને ખરબચડા થઈ જાય છે. આટલું જ નહીં, ખૂબ ગરમ પાણીથી વાળ ધોવાથી માથાની ચામડી પણ ડ્રાય થઈ જાય છે, જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે અને ડ્રાય વાળ ખરવા લાગે છે.
આંખોને હાનિ પહોંચાડે છે 
ખુબ ગરમ પાણીથી નહાવાથી તમારી આંખો ઉપર પણ હાનિકારક અસર પડે છે. વાસ્તવમાં ખુબ ગરમ ​​પાણીથી નહાવાથી આંખોની નમી ઓછી થઈ જાય છે. જેના કારણે આંખોમાં લાલાશ, ખંજવાળ અને વારંવાર પાણી આવવાની સમસ્યા થવા લાગે છે. એટલું જ નહીં આંખોની આસપાસની ત્વચા પર પણ કરચલીઓ દેખાવા લાગે છે.
નખને પણ નુકસાન થાય છે
દરરોજ વધારે પડતા ગરમ પાણીથી નહાવાથી પણ તમારા નખને નુકસાન થાય છે. વધારે પડતું ગરમ પાણીથી નહાવાથી નખ નરમ થઈ જાય છે, જેના કારણે તે ઘણી વખત તૂટી પણ જાય છે. આ સિવાય પણ વધારે ગરમ પાણીના કારણે નખનું કુદરતી તેલ પણ બહાર આવે છે, જેના કારણે તેમાં શુષ્કતા અને નબળાઈ આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.