Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપનું ગુજરાત ગઢમાં નવું સમીકરણ: ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય જવાબદારી

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ હાલમાં ગુજરાતમાં ખોવાઇ ગયેલી સ્થિતિમાં છે. ત્યારે એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવા અને ગુજરાતમાં ચૂંટણીમાં ભાજપ સામે આક્રમક મોડમાં લડવા આપ પક્ષે કમર કસી છે. આજે આપે  પોતાના નવા સંગઠનની જાહેર કરી છે. જેમાં પત્રકાર ક્ષેત્રમાંથી સક્રિય રાજકારણમાં જોડાનાર ગુજરાતના ઇસુદાન ગઢવીને મોટી જવાબદારી પક્ષે સોંપી છે. આદમી
આપનું ગુજરાત ગઢમાં નવું સમીકરણ  ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય જવાબદારી
ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ હાલમાં ગુજરાતમાં ખોવાઇ ગયેલી સ્થિતિમાં છે. ત્યારે એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવા અને ગુજરાતમાં ચૂંટણીમાં ભાજપ સામે આક્રમક મોડમાં લડવા આપ પક્ષે કમર કસી છે. આજે આપે  પોતાના નવા સંગઠનની જાહેર કરી છે. જેમાં પત્રકાર ક્ષેત્રમાંથી સક્રિય રાજકારણમાં જોડાનાર ગુજરાતના ઇસુદાન ગઢવીને મોટી જવાબદારી પક્ષે સોંપી છે. 
આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે પત્રકાર પરિષદ કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખુ આજે જાહેર કર્યું છે. જેમાં ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકેની રાષ્ટ્રીય જવાબદારી સોંપાઇ છે, તો બીજી તરફ સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઇ છે. સાથે અન્ય 850 હોદ્દેદારોને અલગ અલગ જવાબદારી સોંપાઇ છે. 
Advertisement


આ પહેલાં ગુજરાતના 182 વિધાનસભા બેઠક ક્ષેત્રમાંથી યાત્રા કરી
આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે પત્રકાર પરિષદ કરી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી હતી. જેમાં 850 જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની નવા સંગઠનમાં ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ અંગે  ડો. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, આ પહેલાં આપે પોતાનું જૂના સંગઠનને વિખેરીને ગુજરાતમાં આવનારી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી નવું સંગઠન જાહેર કર્યું છે, જેમાં 850 જેટલાં હોદેદારોને જવાબદારી સોપાઇ છે. આ પહેલાં ગુજરાતના 182 વિધાનસભા બેઠક ક્ષેત્રમાંથી યાત્રા કરી હતી. યાત્રા દરમિયાન જનતાનો સારો પ્રતિસાદ પક્ષને મળ્યો છે. જનતા આપ તરફ  એક અપેક્ષાની નજરે જુએ છે. 10 હજાર ગામોમાં જન સંવાદ થયો હતો. જનતા બદલાવ માગે છે અને વિકલ્પ શોધે છે. સાથે જ પાર્ટીમાં 30 હજારથી વધુ નવા લોકો પણ જોડાયા છે. તેથી પરિવાર વધે તો સંગઠન વધારવું પડે છે.'


જૂનું માળખું વિખરી દીધું હતું
આ પહેલાં ગુજરાત આપે પોતાનું જૂનું માળખું વિખરી દીધું હતું નોંધનીય છે કે, પાર્ટી દ્વારા તમામ મોરચા અને મીડિયા ટીમને વિખેરી નાખવામાં આવી હતી. ચૂંટણીમાં જીત હાંસલ કરવા AAP નવી રણનીતિ ઘડવાની રાહમાં AAPએ પ્રદેશ પ્રમુખ સિવાય પક્ષનું તમામ માળખું વિખેરી દીધું હતું. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને પ્રદેશનું પણ જૂનું માળખું સમાપ્ત કરી દેવાયું હતું. 

જનતા આપ તરફ  એક અપેક્ષાની નજરે જુએ છે
આ પહેલાં આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પગલે સંગઠન માળખાને વિખેરવામાં આવ્યું છે માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો જ ચાલુ રખાયો છે. આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું. હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે. જનતા આપ તરફ  એક અપેક્ષાની નજરે જુએ છે. આમ આદમી પાર્ટી માટે જે લોકોએ તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.