કોંગ્રેસનો ગઢ ગણાતી બાયડ બેઠક પર આ વખતે કોને મળશે જીત, જાણો કોના-કોના વચ્ચે છે ખરાખરીનો જંગ
ગુજરાત વિધાનસભાની ઘણી બેઠકો એવી છે જે ભાજપનો ગઢ છે.. તો ઘણી બેઠકો એવી છે જે કોંગ્રેસનો ગઢ છે...વાત કરીએ બાયડ વિધાનસભા બેઠકની.. જે કોંગ્રેસનો ગઢ ગણાય છે.આ બેઠક પર કોંગ્રેસમાથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે બાયડ બેઠકઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક રાજકીય દ્રષ્ટિએ ખાસ ગà
Advertisement
ગુજરાત વિધાનસભાની ઘણી બેઠકો એવી છે જે ભાજપનો ગઢ છે.. તો ઘણી બેઠકો એવી છે જે કોંગ્રેસનો ગઢ છે...વાત કરીએ બાયડ વિધાનસભા બેઠકની.. જે કોંગ્રેસનો ગઢ ગણાય છે.આ બેઠક પર કોંગ્રેસમાથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે બાયડ બેઠક
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક રાજકીય દ્રષ્ટિએ ખાસ ગણાય છે. આ બેઠેકે રાજકીય રીતે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. બાયડ હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ વખતે આ બેઠક પર ચોપાંખીયો જંગ ખેલાવાનો છે. ભાજપે આ બેઠક પરથી ભીખીબેન પરમારને ટિકિટ આપી છે. તો આ તરફ કોંગ્રેસે મહેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીએ ચૂનીભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
2012માં મહેન્દ્રસિંહ વાઘેલાનો થયો હતો વિજય
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 32 નંબરની બેઠક બાયડ છે, આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં છે. અત્યાર સુધીમાં આ બેઠક પર ભાજપ માત્ર 3 વખત જીતી શક્યું છે. વર્ષ 1990, 1998 અને 2007. વાત કરીએ વર્ષ 2012ની તો 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો હતો.જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2018માં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. જોકે ત્રણ મહિના બાદ તેઓએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો.
2017માં ધવલસિંહ બાયડમાં કોંગ્રેસ પક્ષમાંથી જીતીને બાદમાં ભાજપમાં જોડાયા હતા
2017માં બાયડ બેઠક પર કોંગ્રેસમાંથી જીતનાર ધવલસિંહ બાદમાં પોતાના રાજકીય સાથીદાર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની સાથે-સાથે ભાજપમાં જોડાયા હતા. જે બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. 2019માં બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી અને કોંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ઝાલાને પ્રજાએ જાકારો આપ્યો હતો અને જશુભાઈનો વિજય થયો હતો. આ વખતે ભાજપે બાયડ બેઠક પરથી ધવલસિંહનું પત્તુ કાપીને ભીખીબેન પરમારને ટિકિટ આપી છે.
બાયડ બેઠકનું જાતિગત સમીકરણ
જાતિ સંખ્યા
ઠાકોર 1,33,144
અન્ય ઓબીસી 36,001
પાટીદાર 36,606
અન્ય સવર્ણ 9217
દલિત 13,622
આદિવાસી 4614
લઘુમતી 3925
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.