Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાનના 200 બેરોજગારોએ અમદાવાદ કોંગ્રેસ ઓફિસ પાસે કોનો કર્યો વિરોધ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક છે ત્યારે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રકારની લોભામણી લાલચો આપવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસનું જ્યાં શાસન છે તેવા રાજસ્થાનમાં સ્થિતિ અલગ છે. રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Rajasthan)નોકરી આપી ના હોવાનું જણાવીને રાજસ્થાનના 200થી વધુ લોકો શનિવારે સવારે અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઓફિસે પહોંચ્યàª
05:14 AM Oct 08, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક છે ત્યારે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રકારની લોભામણી લાલચો આપવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસનું જ્યાં શાસન છે તેવા રાજસ્થાનમાં સ્થિતિ અલગ છે. રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Rajasthan)નોકરી આપી ના હોવાનું જણાવીને રાજસ્થાનના 200થી વધુ લોકો શનિવારે સવારે અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા હતા અને અશોક ગેહલોતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. 
રાજસ્થાનના બેરોજગારો કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા 
રાજસ્થાનના 200થી વધુ બેરોજગાર લોકોએ અમદાવાદ કોંગ્રેસ ઓફિસે પહોંચી અશોક ગેહલોતનો વિરોધ કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક પણ છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પણ તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે. જો કે તેઓ રાજસ્થાનમાં સાંભળતા ના હોવાનું જણાવીને રાજસ્થાનના બેરોજગારો ગુજરાત પહોંચ્યા હતા અને અમદાવાદમાં આવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો. 

કોંગ્રેસ ઓફિસનો કર્યો ઘેરાવો 
શનિવારે રાજસ્થાનના બેરોજગાર લોકો અમદાવાદ પહોંચ્યા હતા. અંદાજે  200થી વધુ લોકો કોંગ્રેસ ઓફિસ પાસે પહોંચ્યા હતા અને કોંગ્રેસ ઓફિસનો ઘેરાવો કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના વિરોધમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

ગેહલોત સરકાર સામે લગાવ્યા નારા
રોષે ભરાયેલા બેરોજગારોએ ગેહલોત સરકાર હોશ મે આઓ ના નારા લગાવ્યા હતા અને ગેહલોત સરકાર નોકરી ના આપતી હોવાથી વિરોધ કર્યો હતો. બેરોજગારોએ દાવો કર્યો કે મુખ્યમંત્રી રાજસ્થાનમાં તેમની વાત સાંભળતા ના હોવાથી તેઓ ગુજરાત આવ્યા છે અને અમદાવાદ કોંગ્રેસ ઓફિસ પાસે પહોંચીને વિરોધ કર્યો હતો. 

અશોક ગેહલોતનો ગુજરાતમાં પણ વિરોધ 
અશોક ગેહલોતનો ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે. બેરોજગારોએ  પાલડી સ્થિત કોંગ્રેસ ઓફિસ પાસે અશોક ગેહલોતનો વિરોધ કર્યો હતો. બેરોજગારોએ કહ્યું કે અશોક ગેહલોતે વાયદો કર્યો હતો કે બેરોજગારોને નોકરી આપીશું પણ નોકરી મળી ન હતી. અશોક ગેહલોતને બેરોજગારોને મળવાનો સમય નથી તેથી બેરોજગારો અમદાવાદ આવ્યા હતા અને બેરોજગારોને નોકરી આપે તેવી માગ કરી હતી. 
આ પણ વાંચો--હિંદૂ સમાજની અગ્નિપરીક્ષા લેવાનું બંધ કરો, નહી તો સહન નહી કરી શકો: મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
Tags :
AshokGehlotCongressGujaratAssemblyElections2022GujaratFirstRajasthan
Next Article