Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાર રાજ્યોની 16 રાજ્યસભા બેઠકો પર આજે થશે મતદાન

રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. રાજ્યસભાની આ ચૂંટણીઓ માટે 15 રાજ્યોમાં કુલ 57 બેઠકો યોજાવાની હતી. જેમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. હવે માત્ર ચાર રાજ્યોમાં 16 બેઠકો પર આજે મતદાન થવાનું છે. રાજ્યસભાની આ ચૂંટણીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકમાં યોજાઈ રહી છે. ચારેય રાજ્યોમાં આ મુકાબલો ઉગ્ર બનવાની સંભાવના છે કà
ચાર રાજ્યોની 16 રાજ્યસભા બેઠકો પર આજે થશે મતદાન
રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. રાજ્યસભાની આ ચૂંટણીઓ માટે 15 રાજ્યોમાં કુલ 57 બેઠકો યોજાવાની હતી. જેમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. હવે માત્ર ચાર રાજ્યોમાં 16 બેઠકો પર આજે મતદાન થવાનું છે. 
રાજ્યસભાની આ ચૂંટણીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકમાં યોજાઈ રહી છે. ચારેય રાજ્યોમાં આ મુકાબલો ઉગ્ર બનવાની સંભાવના છે કારણ કે દરેક જગ્યાએ પક્ષોએ વિધાનસભામાં તેમની વિધાનસભાની સંખ્યા કરતા વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ ચાર રાજ્યોમાં ચૂંટણી હવે રસપ્રદ બની છે. તમામ પક્ષો દ્વારા હોર્સ ટ્રેડિંગ અને ક્રોસ વોટિંગની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉમેદવારોની જોડતોડની રાજનીતિ જોરમાં છે. તેનાથી બચવા માટે તમામ પાર્ટીઓએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં છુપાવી દીધા છે. ધારાસભ્યો અહીં-તહીં ન ફરે તે માટે પણ કડક તકેદારી રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠક, રાજસ્થાનમાં 4 બેઠક, કર્ણાટકમાં 4 બેઠક અને હરિયાણામાં 2 બેઠક માટે ચૂંટણી થવાની છે. 
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી 2022
મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના કુલ છ સાંસદો ચૂંટાવાના છે. ગૃહની વર્તમાન સંખ્યા જોતાં ભાજપ તેના બે રાજ્યસભા સાંસદોને સરળતાથી જીતી શકે છે. બીજી તરફ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પાસે એક-એક સભ્યને ચૂંટવા માટે પૂરતી સંખ્યા છે. પરંતુ છઠ્ઠી બેઠક માટેની ચૂંટણી રસપ્રદ બની છે. આ એક બેઠક માટે શિવસેના અને ભાજપ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. વળી ભાજપથી પિયુષ ગોયલ અને ડૉ.અનિલ બોંડે, એનસીપીના પ્રફુલ્લ પટેલ, શિવસેનાના સંજય રાઉત અને કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી રાજ્યસભામાં પહોંચવાના નક્કી જ છે. પિયૂષ ગોયલ, અનિલ બોંડે, ધનંજય મહાડિક, સંજય રાઉત, સંજય પવાર, ઈમરાન પ્રતાપગઢી, પ્રફુલ પટેલ મહારાષ્ટ્રની 6 બેઠકો પર ઉમેદવાર છે.
રાજસ્થાન રાજ્યસભા ચૂંટણી 2022
રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થવાનું છે. કોંગ્રેસે મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીને પસંદ કર્યા છે. કોંગ્રેસ 2 અને ભાજપ એક બેઠક આરામથી જીતશે. મીડિયા બિઝનેસમેન સુભાષ ચંદ્રાએ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. સુભાષ ચંદ્રાએ દાવો કરીને કોંગ્રેસની ચિંતા વધારી કે આઠ ધારાસભ્યો તેમની તરફેણમાં ક્રોસ વોટ કરશે અને તેઓ જીતશે.
કર્ણાટક રાજ્યસભા ચૂંટણી 2022
કર્ણાટકમાં ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ચારેય ઉમેદવારો અહીં સરળતાથી જીત મેળવી લેશે. પરંતુ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને તેના બીજા ઉમેદવાર બનાવીને ચૂંટણી રસપ્રદ બનાવી છે. આ પછી બીજેપીએ વર્તમાન એમએલસી લહર સિંહને પણ ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં રાજ્યસભાની સીટ જીતવા માટે 45 ધારાસભ્યોની જરૂર પડે છે. કોંગ્રેસ પાસે 70 ધારાસભ્યો છે, અને પાર્ટીએ જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાનમાં ઉતાર્યા છે.

હરિયાણા રાજ્યસભા ચૂંટણી 2022
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. એવું માનવામાં આવતું હતું કે અહીં ભાજપ અને કોંગ્રેસ સરળતાથી એક-એક સીટ જીતી શકે છે. પરંતુ અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ અહીં સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. કાર્તિકેય શર્માએ કોંગ્રેસના ઉમેદવાર અજય માકનના સમીકરણો બગાડી દીધા છે.


Advertisement
Tags :
Advertisement

.