શાબાશ મતદારો, તમે રંગ રાખ્યો, દિવ્યાંગ મતદારે પગથી મતદાન કર્યું તો આ ક્રિકેટર બંધુઓએ પણ આપ્યો વોટ
ક્રિકેટર પઠાણબંધુઓએ વડોદરામાં કર્યું મતદાનખેડામાં દિવ્યાંગ મતદારે પગના અંગુઠા વડે મતદાન કર્યુંપ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગ મતદારોમાં ઉત્સાહGujarat Assembly Polls: ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 50.51% મતદાન નોંધાયું છે. બીજા તબક્કામાં પણ લોકશાહીની મજબૂત તસવીરો જોવા મળી છે. આજે સવારથી જ મતદાન મથકોમાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે. બપોર બા
- ક્રિકેટર પઠાણબંધુઓએ વડોદરામાં કર્યું મતદાન
- ખેડામાં દિવ્યાંગ મતદારે પગના અંગુઠા વડે મતદાન કર્યું
- પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગ મતદારોમાં ઉત્સાહ
Gujarat Assembly Polls: ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 50.51% મતદાન નોંધાયું છે. બીજા તબક્કામાં પણ લોકશાહીની મજબૂત તસવીરો જોવા મળી છે. આજે સવારથી જ મતદાન મથકોમાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે. બપોર બાદથી ધીરે-ધીરે મતદાનની ગતી વધી રહી છે જે ખુબ સારી વાત છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પણ લોકોને મતદાન માટે અપીલ કરે છે.
ક્રિકેટર ઈરફાન પઠાણે વડોદરામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મત આપવો એ આપણો અધિકાર અને જવાબદારી છે. હું લોકોને મતદાન કરવાની અપીલ કરું છું. મને આશા છે કે આવનારા સમયમાં આપણો દેશ એક મહાસત્તા બની શકે છે કારણ કે આપણી પાસે યુવા અને ક્ષમતા છે.
યુસુફ પઠાણે પણ વડોદરામાં મત આપી લોકોને આગળ આવી મતદાન કરવાની અપીલ કરી હતી.
તો બીજી તરફ ખેડામાં 25 વર્ષિય દિવ્યાંગ મતદાર અંકિત સોનીએ 20 વર્ષ પહેલા ઈલેક્ટ્રિક શોક લાગતા બંને હાથ ગુમાવ્યા હતા. તેઓ પોતાના બધા જ કામ પગેથી કરે છે ત્યારે આજે તેમણે પોતાના પગના અંગુઠા વડે મતદાન કરી ઉત્સાહભેર લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો અને લોકોને પણ મતદાનની અપીલ કરી હતી.
વડોદરાના એક મતદાન મથકમાં અંધજન અને દિવ્યાંગ મતદારોએ પોતાનો મત આપ્યો હતો તો તેમને મતકુટિર સુધી પહોંચાડવા માટે તેમજ અન્ય કોઈ તકલીફ ના પડે તે માટે મથકનો સ્ટાફ તેમની મદદમાં રહ્યો હતો.
બીજા તબક્કાના મતદાન દરમિયાન મહેસાણા જિલ્લાના મતદાન મથક પર મતદાન કર્યા બાદ વૃદ્ધ મતદારો ગર્વથી તેમની શાહીવાળી આંગળીઓ બતાવે છે તો બીજી તરફ "મેં મત આપ્યો" તેમ જણાવીને એક વૃદ્ધા મતદાર શુદ્ધ આનંદની લાગણી પ્રદર્શિત કરી રહ્યાં છે જેની તસવીર સોશિયલ મીડિયામાં છવાઈ છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં વિજયભાઈ પવારને 4 દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત ૩ દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા.
વિજાપુર ના સૌથી વધુ ઉંમરના 110 વર્ષના મતદાર ઠાકોર શાન્તાબેન રામાજીનું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી ભાગ નંબર 152 પર સન્માન કરવામાં આવ્યુ હતુ.
કિન્નરો દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેઓએ લોકોને મતદાનની અપીલ કરી હતી.
રાજ્યની જુદી-જુદી જગ્યાએ મતદાન સમયે દિવ્યાંગ વૃદ્ધ મતદારોની તસવીરો....
આ પણ વાંચો - મતદાન કરવા આવેલા હીરાબાના એક બાળકીએ કર્યા ચરણસ્પર્શ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement