Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદ જીલ્લાના મતદારો બંને તબક્કામાં કરશે મતદાન, જાણો રસપ્રદ વાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચૂકી છે ત્યારે રાજ્યના બોટાદ (Botad) જીલ્લામાંથી રસપ્રદ સમાચાર (News) મળી રહ્યા છે. ગુજરાતના એક માત્ર બોટાદ જીલ્લાના મતદારો (voters) વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન કરશે. બોટાદ જીલ્લાના બરવાળા અને રાણપુર તાલુકા ધંધુકા વિધાનસભા બેઠકમાં આવતા હોવાથી ત્યાના મતદારો બીજા તબક્કામાં મતદાન કરશે જ્યારે બોટાદ અને ગઢડા વિધાનસભાનું મતદાન પહેલા àª
બોટાદ જીલ્લાના મતદારો બંને તબક્કામાં કરશે મતદાન  જાણો રસપ્રદ વાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચૂકી છે ત્યારે રાજ્યના બોટાદ (Botad) જીલ્લામાંથી રસપ્રદ સમાચાર (News) મળી રહ્યા છે. ગુજરાતના એક માત્ર બોટાદ જીલ્લાના મતદારો (voters) વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન કરશે. બોટાદ જીલ્લાના બરવાળા અને રાણપુર તાલુકા ધંધુકા વિધાનસભા બેઠકમાં આવતા હોવાથી ત્યાના મતદારો બીજા તબક્કામાં મતદાન કરશે જ્યારે બોટાદ અને ગઢડા વિધાનસભાનું મતદાન પહેલા તબક્કામાં થવાનું છે એટલે વહીવટીતંત્ર ને પણ બંને તબક્કામાં  કામગીરી કરવી પડશે. 
બોટાદ જીલ્લામાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાત વિધાનસભાનાની ચુંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, જેમાં બે તબક્કામાં મતદાન થવાનું છે .જો કે રસપ્રદ વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં બોટાદ જીલ્લાના મતદારો  એવા હશે કે આ મતદારો બંને તબક્કામાં મતદાન કરતા જોવા મળશે. બોટાદ જીલ્લામાં કુલ ચાર તાલુકા આવેલ છે જેમાં બોટાદ અને ગઢડા વિધાનસભાનું મતદાન પહેલા તબક્કામાં થશે. 

બરવાળા અને રાણપુરમાં બીજા તબક્કામાં મતદાન
જ્યારે બરવાળા અને રાણપુર તાલુકાના મતદારો બીજા તબક્કામાં મતદાન કરશે કારણ કે બરવાળા અને રાણપુર તાલુકો આજે પણ અમદાવાદ જીલ્લાના ધંધુકા વિધાનસભામાં આવે છે .જેના કારણે આ મત વિસ્તારના જે મતદારો છે તે બીજા તબક્કામાં મતદાન કરશે
2012માં બોટાદ જીલ્લો બન્યો હતો
બોટાદ ને 2012માં જ્યારે જીલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે ભાવનગર જીલ્લાના બે તાલુકા એટલે બોટાદ અને ગઢડા અને અમદાવાદ જીલ્લાના બે તાલુકા બરવાળા અને રાણપુર એમ કુલ ચાર તાલુકા ભેગા કરીને જીલ્લો બનાવામાં આવ્યો છે.  જીલ્લો તો બનાવી દેવામાં આવ્યો પરતું  બોટાદ અને ગઢડાને ભાવનગરનો સંસદીય વિસ્તાર લાગે છે જ્યારે રાણપુર અને બરવાળાને સુરેન્દ્રનગર સંસદીય વિસ્તાર લાગે છે. બોટાદ જીલ્લાના મતદારો બંને તબક્કામાં મતદાન કરવાના છે જેને લઈ મતદારોમાં પણ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.