Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલના સમાજ કલ્યાણ મંત્રીના વાયરલ વિડીયોથી ખળભળાટ, મંત્રીના રાજીનામાની માંગ

ગુજરાત ઇલેક્શન પહેલાં કેજરીવાલ મત માટે મંદિર મંદિર દર્શન કરી લોકોમાં સહાનૂભૂતિ મેળવવાનો પ્રયત્ન કરે છે તો બીજી તરફ તેમની જ સરકારના મંત્રી ભગવાન અને હિંન્દુ દેવી દેવતાઓમાં ન માનવાના શપથ લે- અને લેવડાવે છે,આ કેવી બેબડી નિતિ છે? હાલમાં આપ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેનદ્ર પાલ ગૌતમનો એક વિડીયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ વિડીયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના
કેજરીવાલના સમાજ કલ્યાણ મંત્રીના વાયરલ વિડીયોથી ખળભળાટ  મંત્રીના રાજીનામાની માંગ
ગુજરાત ઇલેક્શન પહેલાં કેજરીવાલ મત માટે મંદિર મંદિર દર્શન કરી લોકોમાં સહાનૂભૂતિ મેળવવાનો પ્રયત્ન કરે છે તો બીજી તરફ તેમની જ સરકારના મંત્રી ભગવાન અને હિંન્દુ દેવી દેવતાઓમાં ન માનવાના શપથ લે- અને લેવડાવે છે,આ કેવી બેબડી નિતિ છે? હાલમાં આપ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેનદ્ર પાલ ગૌતમનો એક વિડીયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ વિડીયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યાં છે.  જો કે સમાચાર એ પણ છે કે, કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વિડીયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે. ત્યારે સવાલો એ પણ છે કે,

કોના ઈશારે સનાતન ધર્મ સામે ષડયંત્ર રચાઇ રહ્યું છે?
જાહેર જીવનમાં રહીને ધર્મ સામે ટિપ્પણી કેટલી યોગ્ય?
આપ નેતા સમસ્ત હિન્દુ સમાજની માફી માંગશે ?
બહુમતી સમાજની લાગણી દુભાવી શું સાબિત કરવા ઈચ્છે છે AAP?
સનાતન ધર્મ સામે ષડયંત્રનો ખરો ચહેરો કોણ?

કેજરીવાલ અને મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ વિરુદ્ધ ફરિયાદ 
દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ વિરુદ્ધ ફરિયાદ કરાઇ છે. તેમના  પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી આવતા જ અરવિંદ કેજરીવાલ ભગવાનનાં શરણે જાય છે. અને હનુમાન ચાલીસા વાંચવા લાગે છે અને દિલ્હીમાં તેમના મંત્રીઓ કહી રહ્યાં છે કે તેઓ હિંદુ દેવી-દેવતાઓમાં માનતા નથી.દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ સીએમ અરવિંદ કેજરીવાલ અને મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેણે તેના પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી આવતા જ અરવિંદ કેજરીવાલ હનુમાન ચાલીસા વાંચવા લાગે છે. જ્યારે તે ગુજરાતમાં જાય છે, ત્યારે તે જય શ્રી કૃષ્ણના નારા લગાવવા લાગે છે અને દિલ્હીમાં તેના મંત્રીઓ કહે છે કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓમાં માનતા નથી.
Advertisement

તાજેતરમાં કેજરીવાલ સરકારનાં મત્રી  રાજેન્દ્રપાલ ગૌતમ જે એક કાર્યક્રમની અંદર હાજરી આપી. કાર્યક્રમની અંદર શપથ લેવડાવામાં આવે છે હું ભગવાન કૃષ્ણ માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહીં. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં. આમ ભગવાનમાં માનવાનો ઈનકાર કરવાનો શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાત આવી તમે મંદિરે મંદિરે ફરો
આ સમગ્ર વિવાદ  છંછેડાતા ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે, તમારા મંત્રી એક તરફ હિન્દુ ધર્માંતરણ કરાવતા હોય અને ગુજરાત આવી તમે મંદિરે મંદિરે ફરો. તમારા ગુજરાતના પ્રમુખ સત્યનારાયણ ભગવાનને ગાળો આપી ચુક્યા છે. આજે મંદિરે મંદિરે ફરેલા ગોપાલ ઈટીલીયાને પણ મારે કહેવું છે. તમારા દિલ્લી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે. ગુજરાતની અંદર ખોટા હિન્દુ  હોવાના નાટક કરી રહ્યા છો. ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે ભારતની જનતા સારી રીતે ઓળખે છે. તમે હિન્દુ ધર્મનું નિકંદન કરવા નિકળયા છો એ સ્પષ્ટ દેખાય છે.
મંત્રીને બરખાસ્ત કરો નહીંતર આંદોલન કરવામાં આવશે
ભાજપે કેજરીવાલને અલ્ટીમેટમ આપ્યું હતું કે તમામ ધર્મોનું સન્માન કરવાનો દાવો કરનારા કેજરીવાલ ગૌતમને 24 કલાકમાં નોકરીમાંથી કાઢી નાખે. ગૌતમનો બચાવ કાલ્પનિક છે. કોઈ પણ ધર્મ કોઈને હિંદુ ધર્મનું અપમાન કરવાનો અધિકાર આપતો નથી. કેજરીવાલના મંત્રી દ્વારા બોલવામાં આવેલો શબ્દ માત્ર ગેરબંધારણીય નથી, પરંતુ તે સમાજની સંવાદિતા વિરુદ્ધ છે. અમે હમણાં જ ફરિયાદ નોંધાવી છે અને અમે તેમની સામે પણ આંદોલન શરૂ કરીશું.
કેજરીવાલ સરકારનું શિક્ષણનું મોડલ સંપૂર્ણપણે નિષ્ફળ
દિલ્હીના વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે- કેજરીવાલ સરકારનું શિક્ષણનું મોડલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ શિક્ષણ મોડલનો પર્દાફાશ કર્યો! બીજેપી પ્રદેશ અધ્યક્ષે પણ આ વિડીયો પોતાની ટ્વિટર વોલ પર શેર કર્યો છે.

આ આમ આદમી પાર્ટીનો દંભ છે.
ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું કે આ આમ આદમી પાર્ટીનો દંભ છે. જે રાજ્યમાં ચૂંટણીઓ યોજાય છે ત્યાં અરવિંદ કેજરીવાલ અને તેમના સાગરિતો જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ કહેતા થાકતા નથી, પરંતુ જ્યાં તેઓ સત્તામાં છે ત્યાં તેમના મંત્રીઓ આપણા પ્રિય દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરે છે. અદ્ભુત કેજરીવાલ. અન્ય ધર્મનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી.

AAP ગરીબ હિંદુઓના ધર્માંતરણ માટેની એજન્સી છે.
બીજેપી નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કર્યું કે કેજરીવાલના મંત્રી દિલ્હીમાં હિંદુઓ, હિંદુ દેવતાઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને કેજરીવાલ ગુજરાતમાં જય શ્રી કૃષ્ણ કહેવાનું નાટક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગરીબ હિંદુઓને મફતમાં સામાન આપીને ધર્માંતરણ કરવાની એજન્સી બની ગઈ છે.

વિ઼ડીયોમાં રામ અને કૃષ્ણને ભગવાનમાં ન માનવાના શપથ લેવડાવવામાં આવે છે
ભાજપના નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં બૌદ્ધ સંતો લોકોને શપથ લેવડાવતા જોવા મળે છે. શપથ સમયે રાજેન્દ્ર પાલ ગૌતમ સ્ટેજ પર જ હાજર જોવા મળે છે. શપથમાં કહેવામાં આવી રહ્યું છે..હું ક્યારેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ભગવાન નહીં માનીશ અને ન તો તેમની પૂજા કરીશ. હું રામ અને કૃષ્ણને ભગવાન નહીં માનીશ અને ક્યારેય તેમની પૂજા કરીશ નહીં. હું ગૌરી ગણપતિ વગેરે જેવા હિંદુ ધર્મના કોઈ દેવી-દેવતાઓને માનતો નથી કે તેની પૂજા કરીશ નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે , વિજયાદશમીના દિવસે દિલ્હીના કરોલબાગ સ્થિત આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં આ કાર્યક્રમ થયો હતો.
 જુઓ વિડીયો
Tags :
Advertisement

.