Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલ પર કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે કર્યાં આકરા પ્રહાર

રાજકોટ (Rajkot) માર્કેટ યાર્ડમાં એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે (Devusinh Chauhan) કેજરીવાલ (Arvind Kejriwal) પર આકરા પ્રહાર કર્યા છે. દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને માનસિક રોગી ગણાવ્યા હતા.ગુજરાતની સમજુ પ્રજાના મનમાં દ્વિધા ઉભી કરવાનો પ્રયાસકેન્દ્રીય મંત્રીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે જાહેર જીવનમાં જ્યારે મોટા ગજાના નેતા હળાહળ જુઠ્ઠà
કેજરીવાલ પર કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે કર્યાં આકરા પ્રહાર
રાજકોટ (Rajkot) માર્કેટ યાર્ડમાં એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે (Devusinh Chauhan) કેજરીવાલ (Arvind Kejriwal) પર આકરા પ્રહાર કર્યા છે. દેવુસિંહ ચૌહાણે કેજરીવાલને માનસિક રોગી ગણાવ્યા હતા.
ગુજરાતની સમજુ પ્રજાના મનમાં દ્વિધા ઉભી કરવાનો પ્રયાસ
કેન્દ્રીય મંત્રીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે જાહેર જીવનમાં જ્યારે મોટા ગજાના નેતા હળાહળ જુઠ્ઠું બોલતા હોય ત્યારે તેઓની વિશ્વસનિયતા ઘટતી હોય છે. વ્યક્તિને સ્વપ્ન જોવી છૂટ હોય છે, દિવાસ્વપ્ન જોવાની પણ છૂટ હોય છે. પરંતુ એ દિવાસ્વપ્ન તમારી વિશ્વસનિયતા ઘટાડતા હોય અને તમે જાહેરમાં એવું રજુ કરતા હોય કે અમારી પાસે રિપોર્ટ છે. આજકાલ પોતાની વાતનો આધાર મેળવવા માટે જ્યારે આવા ખોટા રિપોર્ટોનો સહારો મેળવવા માટે કપોળકલ્પિત વાતો કરી ગુજરાતની પરિપક્વ સમજણ ધરાવતી જનતાના મનમાં  દ્વિધા ઉભા કરવાનો આ પ્રયાસ છે.
આવા નિવેદનથી મુખ્યમંત્રી પદની ગરીમા જળવાતી નથી
વધુમા તેમણે જણાવ્યું કે, આવું જ્યારે કોઈ સામાન્ય કાર્યકર્તા કરે અને જ્યારે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી કરે તે બંન્નેમાં અંતર હોય છે. કોઈ રાજ્યનો મુખ્યમંત્રી આવી વાત કરે ત્યારે અને ઘણીવાર આપણે જોઈ રહ્યાં છીએ કે છેલ્લા કેટલાક વખતથી કેજરીવાલજીની મનોદશા બગડી છે ત્યારે એક પ્રકારે મનોરોગી હોય અને મનોરોગી સતત આવા દિવાસ્વપ્ન જોતો હોય. આ સ્વપ્નને સાકાર કરવા માટે આધાર છે તેની કપોળકલ્પિત વાતો કરતા હોય છે ત્યારે હું એવું માનું છું કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ આવું નિવેદન કરીને મુખ્યમંત્રી પદની વિશ્વસનિયતા અને ગરીમા ગુમાવવાનું આ નિવેદન છે.
Advertisement
Tags :
Advertisement

.