કેજરીવાલ જુઠ્ઠાના સરદાર, ગુજરાતની જનતા સમજદાર છે: કેન્દ્રીય મંત્રીશ્રી વર્મા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની (Gujarat Elections 2022) ઘડીઓ ગણાઈ રહી છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરતા ભાજપે 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતારી છે. જેમાં આજે વિદેશ અને સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખી (Minakshi Lekhi) અને બી.એલ.વર્માએ (B.L.Verma) ગુજરાતના પ્રવાસે છે. મીનાક્ષી લેખી વ્યારા અને મીનાક્ષી લેખી નિઝર વિધાનસભા બેઠકની મુલાàª
04:43 PM Oct 06, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની (Gujarat Elections 2022) ઘડીઓ ગણાઈ રહી છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરતા ભાજપે 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતારી છે. જેમાં આજે વિદેશ અને સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખી (Minakshi Lekhi) અને બી.એલ.વર્માએ (B.L.Verma) ગુજરાતના પ્રવાસે છે. મીનાક્ષી લેખી વ્યારા અને મીનાક્ષી લેખી નિઝર વિધાનસભા બેઠકની મુલાકાત લીધી, જ્યારે બી.એલ.વર્મા મહેમદાવાદ અને મહુધાની મુલાકાત લીધી. 7 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમાર, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, અજય ભટ્ટ, ભૂપેન્દ્ર યાદવ અને કિરેન રિજ્જુ ગુજરાતની મુલાકાતે આવશે.
જુઠ્ઠાના સરદાર છે, જનતા તેમને ઓળખે છે: મંત્રીશ્રી બી.એલ.વર્મા
કેન્દ્રીય મંત્રીશ્રી બી.એલ.વર્માએ (B.L.Verma) અરવિંદ કેજરીવાલને (Kejriwal) જુઠ્ઠાના સરદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ત્રીજી, ચોથી પાર્ટી આવે તો આવી શકે છે પણ માત્ર તે નામ માટે આવી શકે છે. જે પાર્ટીની ચર્ચા તમે કરી રહ્યાં છો તે પાર્ટી ઉત્તરપ્રદેશમાં પણ એવી ચર્ચા કરતી હતી કે, અમે જઈશું અને તેમણે ઉત્તરપ્રદેશની 403 વિધાનસાભા સીટોમાંથી મોટાભાગની સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા પણ એકપણ વિધાનસભામાં તેમની ડિપોઝિટ પણ નહોતી બચી તેવી જ રીતે ગુજરાતના લોકો ઉત્તરપ્રદેશના લોકોથી ઘણાં તેજ છે મને લાગે છે કે જો તેઓ આવશે તો તેમના કોઈ ઉમેદવારોની ડિપોઝિટ પણ બચવાની નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ખોટું બોલવાની મર્યાદા હોય છે પણ આ ખોટું બોલવાનું કામ કરે છે તેમના નેતા જુઠ્ઠાના સરદાર છે. જનતા ઓળખે છે. વધુ અન્ના હજારેને પુછજો તેઓ બધુ કહી જ ચુક્યા છે. તેઓ કંઈ પણ બોલશે ગુજરાતની જનતા પર કોઈ અસર પડવાની નથી. અમે કંઈ ફ્રીની રેવડી નથી વહેંચતા તેમના ખોખલા વચનો છે. અહીં જે તેઓ કહી રહ્યાં છે તે જ વાતો તેઓ ઉત્તરપ્રદેશની ચૂંટણી વખતે ત્યા કહી રહ્યાં હતા. ત્યાંના લોકોએ તેમને ખાલી ઝોલી કરીને મોકલી દીધાં છે.
ખોટું બોલીને ગરીબોને ફસાવવાની વાત કરે છે.
દિલ્હીમાં યમુના સૌથી વધારે પ્રદુષિત છે અને તેને સંભાળનારા કોઈ મુખ્યમંત્રી નથી સાબરમતીની જેમ યમુના ફ્રન્ટ નથી જોવા મળતો. બધા લોકો ખોટું બોલે છે અને ખોટું બોલીને ગરીબોને ફસાવવાનું કામ કરે છે. જે બદલાવની વાતો કરે તેને કહો કે બદલાવ તો તેથી શક્ય બન્યો કારણ કે અમે એક જ દિશા પકડી અને એક દિશામાં ચાલીને અમે અમારા વિસ્તારને ક્યાંથી ક્યાં ઉઠાવીને લઈ આવ્યા.
તેમણે કહ્યું, આજે પુરા વિશ્વમાં ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ બની છે. કારણ કે, આજે સૌથી વધારે વિદેશનો પૈસો ગુજરાતમાં લાગે છે. તેમણે કહ્યું કે, ફ્રી વિજળીના વાયદા ખોટા છે. સ્કિમ બનાવીને કેટલાક લોકો કૌભાંડ કરી રહ્યાં છે. દિલ્હીમાં સબસીડીના નામે કૌભાંડ થયું છે.
કેન્દ્રીય મંત્રીશ્રી મીનાક્ષી લેખી સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત... જુઓ
Next Article