અલ્પેશ ઠાકોરની વિરોધીઓને ધમકી, મર્યાદામાં રહેજો અઠવાડિયા પછી અમારી જ સરકાર છે
બનાસકાંઠાના (Banaskantha)ભાભર તાલુકાના વડાણા (Wadana)ખાતે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની (Alpesh Thakor)સભા યોજાઇ હતી. વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી. અલ્પેશ ઠાકોરે કોગ્રેસ (congress)તેમજ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે.અલ્પેશ ઠાકોરે વિરોધીઓને ચીમકી આપીભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વિà
12:13 PM Nov 30, 2022 IST
|
Vipul Pandya
બનાસકાંઠાના (Banaskantha)ભાભર તાલુકાના વડાણા (Wadana)ખાતે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની (Alpesh Thakor)સભા યોજાઇ હતી. વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી. અલ્પેશ ઠાકોરે કોગ્રેસ (congress)તેમજ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે.
અલ્પેશ ઠાકોરે વિરોધીઓને ચીમકી આપી
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વિરોધીઓને ચીમકી આપી હતી અને કહ્યું હતું કે મર્યાદામાં રહેજો અઠવાડિયા પછી અમારી જ સરકાર છે. કેટલાક અસામાજિક તત્વો લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. ગામમાં ઘૂસવા નહી દઇએ. લોકો ચેતી જજો અઠવાડિયા પછી અમે જ છીએ. અઠવાડિયા પછી તમારા અડ્ડા બંધ થઇ જશે. ગેનીબેન પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે જે બીપીએલ કહેતા હતા તે ચૂંટણીમાં કરોડો રૂપિયા વાપરે છે એ ક્યાંથી આવ્યા?
પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોની સાથે-સાથે તમામ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા તૈયાર છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મતદારોને ખબર નથી હોતી કે તેમણે કયા મતદાન મથકમાં મતદાન કરવાનું છે. જેના કારણે ઘણા મતદારો તેમનો મત નોંધવામાં નિષ્ફળ જાય છે. જોકે, હવે આવું નહીં થાય. રાજ્યના તમામ મતદારો ઘરે બેસીને તેમના મતદાન મથક વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો- કચ્છની 6 સીટ પર આવતીકાલે થશે મતદાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article