Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODIની મુલાકાતને ધ્યાનમાં રાખી મહેસાણા અને જામનગરમાં આ રસ્તા રહેશે બંધ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) અગાઉ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની રાજ્યમાં ઝંઝાવાતી મુલાકાતો થઇ રહી છે. વડાપ્રધાનશ્રી વિવિધ સ્થળો પર કરોડો રુપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનશ્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને મહેસાણા (Mehsana ) અને જામનગર( Jamnagar)માં જીલ્લા કલેક્ટરોએ જાહેરનાà
pm modiની મુલાકાતને ધ્યાનમાં રાખી મહેસાણા અને જામનગરમાં આ રસ્તા રહેશે બંધ
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) અગાઉ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની રાજ્યમાં ઝંઝાવાતી મુલાકાતો થઇ રહી છે. વડાપ્રધાનશ્રી વિવિધ સ્થળો પર કરોડો રુપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનશ્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને મહેસાણા (Mehsana ) અને જામનગર( Jamnagar)માં જીલ્લા કલેક્ટરોએ જાહેરનામા બહાર પાડીને કેટલાક રસ્તા બંધ કર્યા છે અને ક્યાંક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. 
પીએમની મહેસાણા જીલ્લાની મુલાકાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રવિવારે આજે મહેસાણા જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી આજે દેલવાડામાં જાહેરસભાને સંબોધવાના છે. તેઓ મોઢેરા જશે અને પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરીને સુર્ય મંદિરમાં હેરીટેજ 3 ડી લાઇટીંગ એન્ડ સાઉન્ડ શોને ખુલ્લો મુકશે તથા વિવિધ વિકાસ કાર્યોની પણ પ્રજાને ભેટ આપશે. 

બહુચરાજી પાસેના રસ્તાનું જાહેરનામું
વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ એક દિવસ માટે સભા સ્થળ પાસેનો હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરાયો છે.  સભા સ્થળ પાસે વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવાયા મુજબ બહુચરાજી તરફ આવતા ભારે વાહન ને ડાયવર્ઝન અપાયું છે. આજે પૂનમ પણ હોવાથી તથા વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હોવાથી બહુચરાજી તરફ આવતા તમામ ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 
આ રસ્તાને ડાયવર્ઝન અપાયુ 
ભારે વાહનોને મહેસાણાથી વાયા મોઢેરા કે વાયા અસજોલ થઈ બહુચરાજી થઇ  વિરમગામ તરફ વાયા કડી થઇ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બહુચરાજી તરફ આવતા  વિરમગામ હાઇવે ઉપરથી આવતા વાહનોને વાયા માંડલ, દસાડા, શંખેશ્વર તરફ  ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.  પાટણ તરફથી આવતા વાહનોને વાયા ચાણસ્મા મહેસાણા કડી તરફ ડાયવર્ઝન અપાયુ છે. 
આ રસ્તા રહેશે બંધ
બીજી તરફ મહેસાણા બેચરાજી હાઇવે, વિરમગામ બેચરાજી હાઇવે અને પાટણ બેચરાજી હાઇવેને ભારે વાહન માટે એક  દિવસ માટે બંધ કરાયો છે. 

પીએમ જામનગરમાં કરશે રાત્રી રોકાણ 
બીજી તરફ વડાપ્રધાનશ્રી આવતીકાલે સોમવારે જામનગરના પ્રવાસે આવી રહ્યા છે.  જામનગરમાં પીએમની વિશાળ જન સભાનું આયોજન કરાયુ છે.  વડાપ્રધાનશ્રી મોદી જામનગરમાં  રાત્રી રોકાણ કરશે. જામનગરના ઐતિહાસીક સર્કિટ હાઉસમાં પીએમ રાત્રી રોકાણ કરશે. પીએમના રાત્રી રોકાણને ધ્યાનમાં રાખીને થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. 
જામનગરમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ
પીએની જામનગરની મુલાકાતને ધ્યાનમાં રાખીને અધિક કલેકટર દ્વારા  જાહેરનામું બહાર પડાયું છે.  સર્કિટ હાઉસ આસપાસના વિસ્તારમાં 10 તારીખે બપોરથી 11 તારીખની બપોરે ત્રણ વાગ્યા સુધીનુ જાહેરનામું બહાર પડાયું છે. 

જામનગરમાં આ રસ્તો રહેશે બંધ 
જાહેરનામા મુજબ  સાત રસ્તાથી ટાઉન હોલ સુધીનો માર્ગ બંધ રહેશે. આ રસ્તા પર  તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.  જામનગરમાં સાત રસ્તાથી અંબર સર્કલ અને ટાઉનહોલથી અંબર સર્કલ સુધી માર્ગ ડાયવર્ટ કરાયો છે. 
Tags :
Advertisement

.

×