Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોઇની પાસે 6 બોરની રિવોલ્વર, તો કોઇની પાસે પિસ્તોલ, જાણો કેટલા ઉમેદવારો પાસે છે હથિયારનું લાયસન્સ

ગુજરાત વિધાનસભાની આ વખતની એટલે કે 2022ની ચૂંટણીમાં વિવિધ પક્ષોના જે કુલ ઉમેદવારો ઉભા છે.તેમાંથી 13 ઉમેદવારો પાસે હથિયારનું લાયસન્સ છે. જે 13 ઉમેદવારો પાસે હથિયારનું લાયન્સ છે,તેમાં  ભાજપના 6, કોંગ્રેસના 5, આમ આદમી પાર્ટીના એક અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી, તેથી તેઓ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. વાઘોડિયાથી ભાજપના અશ્વિન
07:53 AM Nov 30, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની આ વખતની એટલે કે 2022ની ચૂંટણીમાં વિવિધ પક્ષોના જે કુલ ઉમેદવારો ઉભા છે.તેમાંથી 13 ઉમેદવારો પાસે હથિયારનું લાયસન્સ છે. જે 13 ઉમેદવારો પાસે હથિયારનું લાયન્સ છે,તેમાં  ભાજપના 6, કોંગ્રેસના 5, આમ આદમી પાર્ટીના એક અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી, તેથી તેઓ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે. વાઘોડિયાથી ભાજપના અશ્વિન પટેલ ઉમેદવાર છે. અશ્વિન પટેલ પાસે 12 બોરની સિંગલ બેરલ ગન પણ છે.
ભાજપના આ ઉમેદવાર પાસે 6 બોરની રિવોલ્વર 
હથિયારનું લાયસન્સ ધરાવતા અન્ય વર્તમાન ધારાસભ્યોની વાત કરીએ તો  ધાનેરાના કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલ, રાધનપુરના રઘુ દેસાઈ, ડાંગ અને નિકોલના ભાજપના ઉમેદવાર વિજયભાઇ પટેલ અને જગદીશભાઇ પંચાલનો સમાવેશ થાય છે. ધાનેરામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો હથિયારનું લાયસન્સ ધરાવે છે. 2017માં કોંગ્રેસના નાથાભાઈ પટેલે ભાજપના માવજી દેસાઈને 2,093 મતોના માર્જિનથી હરાવીને આ બેઠક જીતી હતી. આ વખતે ભાજપે દેસાઈની ટિકિટ કાપી છે, જે બાદ તેઓ અપક્ષ મેદાનમાં ઉતર્યા છે. પરંતુ અહીંથી ભાજપે જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તે છે ભગવાન ભાઇ પટેલ, જેમની પાસે 6 બોરની રિવોલ્વરનું લાયસન્સ  છે. 
આપના આ ઉમેદવાર પાસે 0.32 ઇંચની MK-3 લાયસન્સવાળી રિવોલ્વર
બીજી તરફ થરાદ બેઠક પરથી ભાજપે  જેમને ટિકીટ આપી છે તે શંકરભાઇ ચૌધરી પાસે પણ હથિયારનું લાયસન્સ છે. 2017ની ચૂંટણીમાં તેઓ વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે શંકરભાઇ ચૂંટણી હારી ગયા હતા.આ તરફ તખ્ત સિંહ સોલંકી શહેરા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે.સોલંકી પાસે 0.32 ઇંચની MK-3 લાયસન્સવાળી રિવોલ્વર હોવાનું જાણવા મળ્યું છે. 
આ ઉમેદવારો પાસે પણ હથિયારનુંં લાયસન્સ 
એ જ રીતે ડીસાના કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી પાસે પણ હથિયારનું લાયસન્સ છે. રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ પાસે પણ હથિયારનું લાયસન્સ છે. . અન્ય ઉમેદવારો જેમની પાસે લાયસન્સવાળી બંદૂકો છે તેમાં અકોટાના ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ, બોટાદના કોંગ્રેસના મનહર પટેલ અને ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો  - માત્ર ઉમેદવાર હસમુખ પટેલને જીતાડવા નહિ, ભુપેન્દ્ર પટેલને CM બનાવવા મત આપો: ગૃહમંત્રીશ્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
armsarmslicenseAssemblyElectionAssemblyElection2022candidatesElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstlicenseparty
Next Article