Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીમાં મહામંથન,ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે.અરવલ્લીની બાયડ બેઠક (Baidseat)પરથી ભાજપના નેતા અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે. ત્યારે ત્યારે સમાચાર મળી  રહ્યા  છે  કે બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા (Dhawalsingh Jhala) આજે સમર્થકો સાથે બેઠક કરી.  તેમની ટિકિટ કપાતા
10:45 AM Nov 11, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે.અરવલ્લીની બાયડ બેઠક (Baidseat)પરથી ભાજપના નેતા અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે. ત્યારે ત્યારે સમાચાર મળી  રહ્યા  છે  કે બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા (Dhawalsingh Jhala) આજે સમર્થકો સાથે બેઠક કરી.  તેમની ટિકિટ કપાતા તેઓ આજે કાર્યલય પર સમર્થકો સાથે બેઠક યોજીને આ મુદ્દે નિર્ણય લઇ શકે છે. ધવલસિંહનું મોટું નિવેદનમાં  જણાવ્યું  કે  અગાઉ  પણ ધવલસિંહ ઝાલાને ચેરમેન પદ આપવા પણ કહેવાયું હતું'
વિધાનસભાની ચૂંટણી 2022
 આજે બીજેપીએ તેમની પહેલી યાદી જાહેર કરતા જ કેટલાક ઉમેદવારના પત્તા કપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે જે ઉમેદવારોના પત્તા કપાયા છે તેમાં સૌથી ચર્ચિત ચહેરો મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે.
વાઘોડિયા વિઘાનસભાની  બેઠક 
મળતી માહિતી પ્રમાણે દબંગ ધારાસભ્યને દબંગાઈ ભારે પડી છે. તમને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મથી વાઘોડિયા વિઘાનસભામા ચુંટાતા હતા. છેલ્લા પાંચ વર્ષમા ભ્રષ્ટાચાર, દબંગાઈ, વિવાદિત ટીપ્પણી, રોડ રસ્તા, ગટર, સિંચાઈ સમસ્યા,પિવાના પાણીની સમસ્યાથી પ્રજા જજુમી રહી હતી. કોરોનાકાળ અને પુરની પરિસ્થિતીમાં એકપણ દિવસ પ્રજાની ખબર નહિ લેતા ભારોભાર નારાજગી જોવા મળી હતી.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ આપી  ટિકિટ 
ઈમાનદાર TDO કાજલ આંબલીયાની બદલી કરાવતા સરપંચો પણ મધુ શ્રીવાસ્તવ વિરુધ્ધ ઊભા થયા હતા. સંગઠને આ વખતે ઊમેદવાર બદલવાની સતત માંગ કરી હતી. જીતવાનો છુ. લડવાનો છુ, ટિકીટ મારી જ પાક્કી છે તેવા નિવેદનો ભારે પડ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકીટ આપવામાં આવી છે. જેને લઈને ભાજપના કાર્યકરો અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ ખીજાયા છે. ભાજપ સામે મોરચો માંડવા માટે સમર્થકોનો સહારો લઈ શકે છે. બે દિવસમા મધુ શ્રીવાસ્તવ નવાજુની કરે તેવા એંઘાણ છે. પક્ષમા છું, પક્ષમાં રહેવાનો છુ તેવુ રટણ રટનાર હવે પાર્ટી સામે થાય તો નવાઈ નહીં. તો બીજી તરફ મઘુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ઊમેદવારી નોંઘાવે તેવા એંઘાણ છે.
આ પણ વાંચો- કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમાં થયો કડવો અનુભવ, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CongressformedGujaratAssemblyElection2022GujaratElection2022GujaratFirstNCP
Next Article