Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનના બેરોજગારોએ અમદાવાદમાં કર્યો અનોખી રીતે વિરોધ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક છે ત્યારે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રકારની લોભામણી લાલચો આપવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસનું જ્યાં શાસન છે તેવા રાજસ્થાનમાં સ્થિતિ અલગ છે. રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Rajasthan)નોકરી આપી ના હોવાનું જણાવીને રાજસ્થાનના 200થી વધુ યુવકો અમદાવાદના ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા અને આશ્રમની સફાઇ કરીને
રાજસ્થાનના બેરોજગારોએ અમદાવાદમાં કર્યો અનોખી રીતે વિરોધ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક છે ત્યારે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રકારની લોભામણી લાલચો આપવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસનું જ્યાં શાસન છે તેવા રાજસ્થાનમાં સ્થિતિ અલગ છે. રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Rajasthan)નોકરી આપી ના હોવાનું જણાવીને રાજસ્થાનના 200થી વધુ યુવકો અમદાવાદના ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા અને આશ્રમની સફાઇ કરીને રાજસ્થાન સરકારને જગાવાનો પ્રયાસ કરી રહી છે. 
રાજસ્થાન સરકારનો કર્યો વિરોધ
રાજસ્થાનના 200થી વધુ બેરોજગાર યુવકો પદયાત્રા કરીને શનિવારે સવારે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનમાં સાંભળતા ના હોવાનું જણાવીને ગુજરાત પહોંચ્યા હતા અને અમદાવાદમાં આવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો. ગેહલોત સરકાર નોકરી ના આપતી હોવાથી વિરોધ કર્યો હતો. બેરોજગારોએ દાવો કર્યો કે મુખ્યમંત્રી રાજસ્થાનમાં તેમની વાત સાંભળતા ના હોવાથી તેઓ ગુજરાત આવ્યા છે અને અમદાવાદ કોંગ્રેસ ઓફિસ પાસે પહોંચીને સુત્રોચ્ચાર કર્યા હતા. 
ગાંધી આશ્રમમાં સફાઇ કરી
ત્યારબાદ આ બેરોજગાર યુવકો ગાંધી આશ્રમ પાસે પહોંચ્યા હતા અને ત્યાં જ ધામા નાખ્યા હતા. રવિવારે સવારે આ યુવકોએ ગાંધી આશ્રમમાં સાફ સફાઈ કરીને શ્રમદાન કરી રાજસ્થાન સરકારને જગાવવાનો પ્રયાસ કર્યો હતો. શનિવાર રાતથી આ યુવાનો ગાંધી આશ્રમ નજીકના મેદાનમાં બેઠા હતા અને સવારે ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા. તેમણે આશ્રમની સફાઇ કરી હતી અને ગાંધીજીની પ્રતિમા આગળ નમીને સુત્રોચ્ચાર કર્યા હતા. 

ભરતી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
આ યુવાનો નોકરીની ભરતી અંગે માંગણીઓ સ્વીકારવા માટે માગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીની બાકી 3000 જગ્યા ભરવા અમારી માગ છે અને ભરતી પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે આપી હતી. 
Advertisement
Tags :
Advertisement

.