Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશભરમાં ચૂંટણી પહેલા 'રેવડી કલ્ચર' મુદ્દે સુપ્રીમ કોર્ટ ગંભીર, લીધો આ નિર્ણય

હાલમાં આવનાર ચૂંટણીને લઇને દેશભરમાં માહોલ ગરમાયેલો છે. દરેક પક્ષ જનતાને લાભ પ્રલોભનથી પોતાના પક્ષે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, ત્યારે દેશભરમાં ચૂંટણી પહેલા રેવડી કલ્ચરનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડકાઈ દાખવી છે. હાલમાં દરેક વસ્તુ મફતમાં વહેંચવાનો ટ્રેન્ડ શરૂ થયોકોર્ટે ફરી એકવાર કહ્યું છે કે આ ગંભીર મુદ્દો છે. ચૂંટણીપંચ અને સરકાર આનાથી દૂર રહી શકે નહીં અને એવું પણ ન કàª
07:57 AM Aug 03, 2022 IST | Vipul Pandya
હાલમાં આવનાર ચૂંટણીને લઇને દેશભરમાં માહોલ ગરમાયેલો છે. દરેક પક્ષ જનતાને લાભ પ્રલોભનથી પોતાના પક્ષે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, ત્યારે દેશભરમાં ચૂંટણી પહેલા રેવડી કલ્ચરનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડકાઈ દાખવી છે. 
હાલમાં દરેક વસ્તુ મફતમાં વહેંચવાનો ટ્રેન્ડ શરૂ થયો
કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે આ ગંભીર મુદ્દો છે. ચૂંટણીપંચ અને સરકાર આનાથી દૂર રહી શકે નહીં અને એવું પણ ન કહી શકે કે તેઓ આ મુદ્દે કંઈ કરી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર અને ચૂંટણી પંચે આના પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે દેશભરમાં ચૂંટણી પહેલા લગભગ દરેક રાજકીય પક્ષ જનતાને પોતાની તરફેણમાં લાવવા માટે ઘણી લોકપ્રિય જાહેરાતો કરે છે. જેમાં જો કોઇ સૌથી અગત્યની વાત હોય તો   હાલમાં દરેક વસ્તુ મફતમાં વહેંચવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. તેને સામાન્ય ભાષામાં 'રેવડી કલ્ચર' કહે છે.
  

કોર્ટે  'રેવડી કલ્ચર' મુદ્દે  નિષ્ણાત કમિટી રચના કરી હિમાયત 
સર્વોચ્ચ અદાલતે ફ્રી બી એટલે કે 'રેવડી કલ્ચર'નો મુદ્દે  નિષ્ણાત કમિટી રચના કરવાની હિમાયત કરી હતી. કોર્ટે કહ્યું કે તેમાં કેન્દ્ર, વિપક્ષ, તેમજ રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ, આરબીઆઈ અને અન્ય સંસ્થાઓના અધિકારીઓને સમાવેશ થવો જોઈએ. સાથે જ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કમિટીમાં મફતમાં મળનારા અને તેનો વિરોધ કરનારાઓનો પણ સમાવેશ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ મુદ્દો દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે. આ બાબતે એક સપ્તાહમાં આવી નિષ્ણાત સંસ્થા નિમવાની દરખાસ્ત માંગવામાં આવી છે. હવે આ પીઆઈએલ પર આગામી સુનાવણી 11 ઓગસ્ટના રોજ થશે. 

રાજ્ય અને લોકો પર મફતની વહેંચણીથી બોજ વધે છે
સુપ્રીમ કોર્ટમાં, મતદાન દ્વારા સરકાર બનાવવાના બદલામાં જનતાને મફતમાં કોઇ પણ વસ્તુ કે સેવા આપવાનું વચન આપનારા પક્ષકારો સામે કાર્યવાહીની અરજી પર, અરજદારના વકીલ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે દેશ કેવી રીતે  આગળ વધે છે. રાજ્ય અને લોકો પર મફતની વહેંચણીથી બોજ વધે છે. સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આનાથી મતદાતાના પોતાના અભિપ્રાયને  ઠેસ પહોંચે છે. આવા વલણથી આપણે આર્થિક અધોગતિ તરફ આગળ વધી રહ્યા છીએ.

મફત આપવું એ અર્થતંત્ર માટે ખતરો છે
ચૂંટણીમાં મફતની વહેંચણી કરવાના વચન સામે અશ્વિની ઉપાધ્યાયની અરજી પર કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે આ અરજીને સમર્થન આપીએ છીએ. મફત આપવું એ અર્થતંત્ર માટે ખતરો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં ચીફ જસ્ટિસ એનવી રમણા અને જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ મામલે કેન્દ્ર અને ચૂંટણી પંચ બંને પાસેથી જવાબ માંગ્યો હતો.

ચૂંટણી ઢંઢરામાં જનતાને મફત સેવાઓની વાત
આ પહેલાં ભારતના પડોશી દેશો શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળમાં આર્થિક પરિ સ્થિતિ કફોડી છે ત્યારે ભારત જેવા રાષ્ટ્રમાં મફતની આદત આવનાર સમયમાં દેશની ઇકોનોમી સામે ખતરો બની શકે છે. બીજી તરફ આપ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢરામાં જનતાને મફત સેવાઓની વાત કરવામાં આવે છે તો બીજી તરફ પક્ષ દ્વારા ઉદ્યોગપતિઓને મફતમાં અપાતી સહાય સુવિધા બાબતે પણ પક્ષ દ્વારા સતત કેન્દ્ર સરકારની આલોચના કરવામાં આવે છે. 


આ પણ વાંચો- કેજરીવાલે ગુજરાત માટે રજૂ કરી 5 ગેરંટી, કહ્યું- ફ્રી રેવડી વિરુદ્ધ બોલનારાના ઈરાદા ખરાબ છે
Tags :
AAPArvindKejariwalBJPCongresselectioncommissionGujaratFirstModigovernmentsupremecourt
Next Article