દિલ્હીનું મોટાભાગનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારનું છે, AAP અસત્યમાંથી જ જન્મી છે: મનસુખભાઇ માંડવિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનો (Mansukh Mandavia) SUPER EXCLUSIVE ઇન્ટરવ્યૂ થયો. જેમાં તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધી પોતાની કાર્યક્ષેત્રના આગામી રોડ મેપ માટેની દિલ ખોલીને વાત કરી હતી.સવાલ : કપરા સમયમાં કેન્દ્રીય આરોગ્ય àª
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનો (Mansukh Mandavia) SUPER EXCLUSIVE ઇન્ટરવ્યૂ થયો. જેમાં તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધી પોતાની કાર્યક્ષેત્રના આગામી રોડ મેપ માટેની દિલ ખોલીને વાત કરી હતી.
સવાલ : કપરા સમયમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી કમાન સંભાળી હતી, તે કોરોનાનો સમય કેવી રીતે જુઓ છો
જવાબ : જ્યારે વિશ્વમાં કોરોના (Covid-19) ફેલાવાનો શરૂ થયો ભારતમાં પણ કેસ આવવાના શરૂ થયાં ત્યારે આ વાયરસની કેવી અસર થશે તે વૈજ્ઞાનિકોને ખ્યાલ નહોતો કે આ વાયરસની કેવી અસર થશે, કંઈ રીતે અસર કરશે, તેના માટેની સારવાર કેવી હોવી જોઈએ. તેને રોકવા માટે શું કરવું જોઈએ. આવો છૂપો વાયરસ કોવિડ જ્યારે ફેલાઈ રહ્યો હતો ત્યારે ભારત જેવો વિશાળ દેશ છે તેના દરેક વર્ગના લોકોને કેવી રીતે બચાવીશું. એક ઉપાય આવ્યો કે આને રોકવા માટે લોકડાઉન આવશ્યક છે દુનિયાના દેશો લોકડાઉન (Lockdown) કરવા લાગ્યા હતા ભારતે પણ લોકડાઉન કરવાનું થાય ત્યારે ભારતની વિવિધતાને લઈને ભારત કંઈ રીતે કોવિડને મેનેજ કરશે તેવી દુનિયા ચિંતા કરતી હતી. ભારતમાં કેટલા કેસ નોંધાશે, કેટલા મૃત્યું થશે એના આધારે દુનિયાનો આંકડો નક્કી થશે. દુનિયાને એમ હતું કે ભારત પાસે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે તેથી મેનેજ નહી કરી શકે પણ હું એવું માનું છું કે આફતને મોદીજીએ અવસરમાં ફેરવી કોરોના મહામારીમાંથી ભારત શિખ્યું અને ઉપાય કર્યાં.
તેમણે કહ્યું કે, પહેલા ઉપાયની વાત કરૂ. વેક્સિન રિસર્ચની વાત આવી દેશના વૈજ્ઞાનિકોની સામે વડાપ્રધાન બેઠા તો વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોનાને રોકવા માટે મેડિસિન, ટ્રટમેન્ટ પ્રોટોકોલ તો કરીશું પણ આગળ વાત આવી કે આના ઉકેલ માટે આપણે વેક્સિન જોઈશે પણ ભારતનો ઈતિહાસ તો તે હતો કે દુનિયામાં વેક્સિનનું રિસર્ચ થાય રિસર્ચ થયાં પછી 5 થી 10 વર્ષ, 15 વર્ષમાં તે ભારતમાં આવે. રૂબેલાની વેક્સિન હોય, પોલીયોની વેક્સિન હોય, સ્મોલફોક્સની વેક્સિન હોય આ બધી જ વેક્સિન દુનિયામાં આવ્યા પછી 5 થી 10 વર્ષ પછી ભારતમાં આવી. હવે કોરોનાની વેક્સિન ભારતમાં મોડી આવે તો સ્થિતિ બગડી જાય મોદીજીએ દેશના વૈજ્ઞાનિકો પર એ વખતે ભરોસો કર્યો હતો અને કહ્યું, તમે દેશમાં રિસર્ચ કરો, સંશોધન કરો. તમારે શું સંસાધન જોઈએ. મોદીજીએ (Narendra Modi) તમામ સંસાધન વૈજ્ઞાનિકોને પ્રોવાઈડ કર્યાં, કંપનીઓને પ્રોત્સાહિત કરી. મને કહેતા ખુશી થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વર્લ્ડમાં પહેલો ડોઝ 20 ડિસેમ્બર 2022ના દિવસે લાગ્યો બરાબર એક મહિના પછી 19 જાન્યુઆરી 2021ના દિવસે ભારતમાં પણ ભારતના વૈજ્ઞાનિકોએ સંશોધિત, ભારતની કંપનીઓએ બનાવેલી વેક્સિન ભારતમાં લગાવવાની શરૂઆત 19 જાન્યુઆરી 2021ના દિવસે થઈ ત્યાર પછી જે રીતે કોવિડને આપણે મેનેજ કર્યું દુનિયા આપણી પ્રશંસા કરી રહી છે. વિકસિત દેશોમાં મેડિસિન નહોતી, 150 દેશોમાં ભારતે મેડિસિન સપ્લાઈ કરીને દુનિયાને મદદ કરી. બીજું દુનિયામાં લોકડાઉન દરમિયાન લોકો લોકડાઉનનો વિરોધ કરતા હતા. દુનિયામાં મેડિકલ સ્ટાફ ડરના લીધે ડ્યૂટીમાં નહોતો આવતો પણ ભારતમાં (India) મેડિકલ સ્ટાફ પોતાના જીવનને જોખમમાં મુકીને ડ્યૂટી નહોતી છોડી.
તેમણે કહ્યું કે, આ બધુ કેમ શક્ય બન્યું. હું માનું છું કે સમયાંતરે મોદીજીએ લોક જાગૃતિના કામો કર્યાં. રાજ્યો સાથે ફેડરલ ડેમોક્ટ્રેટિક્સ સિસ્ટમથી દેશને સાથે લઈ કોરોના સામે લડ્યા. લોકડાઉન દરમિયાન જનતાને સંબોધી તેના પરિણામે જનતાને મોદીજીની વાત બરોબર લાગી તાળી વગાડી, થાળી વગાડી, એરફોર્સના વિમાનો ઉડાડી કોરોના વોરિયર્સને અભિનંદન આપવા તેમનો ઉત્સાહ વધ્યો. કોરોના દરમિયાન ગરીબોને ફ્રીમાં અનાજ આપ્યું.
તેમણે કહ્યું કે, વેક્સિનેશન ડ્રાઈવથી (Vaccination Drive) 9 માસમાં 100 કરોડ ડોઝ લગાવી દીધાં તે મોટી વાત છે જેથી ત્રીજીવેવ આવી નહી કારણ કે તે વખતે દેશના 80% લોકોને પહેલો ડોઝ લાગી ચુક્યો હતો. આ આપણી પાસે કોરોના સામે લડવાની બેસ્ટ સિસ્ટમ હતી. પરિણામ એ આવ્યું કે હું વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ગયો ત્યાં મને બિલ ગેટ્સ મળ્યા જેમણે ભારતને અભિનંદન આપતા જણાવ્યું કે, ભારતના કોવિડ મેનેજનમેન્ટ અને વેક્સિનેશન ડ્રાઈવ ચલાવી જેથી ભારત સારી રીતે કોવિડ મહામારીને મેનેજ કરી શક્યો. આ સફળતાની પાછળ એક વિશ્વસનિય નેતૃત્વ મોદીજીએ જે રીતે દેશને અમને મંત્રીઓને માર્ગદર્શન આપ્યું અને ભારત સફળ રહ્યું આ સિદ્ધિ વૈશ્વિક સિદ્ધી છે અને ભારત માટે ગૌરવની વાત છે.
સવાલ : વેક્સિનેશન પર સવાલ, તાળી અને થાળી પર મજાક, વિપક્ષને વિકટ સ્થિતિમાં સાથે રહેવું જોઈતું હતું કે વિરોધ કરવો જોઈતો હતો?
જવાબ : હું એવું માનું છું દેશમાં લોકશાહી છે દરેક રાજકિય પક્ષ છે સત્તામાં આવવા પોતાના એજન્ડ પ્રમાણે કામ કરે સરકારનો વિરોધ કરે તેનો અધિકાર છે પણ જ્યારે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે રાજનીતિ થવી જોઈએ નહી. વૈજ્ઞાનિક તથ્યોના આધારે થયેલા નિર્ણયને રાજકિય રંગ આપવાથી કોઈને ફાયદનો નથી થતો. તમે જોયું હશે. અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું કે, આ વેક્સિન મોદી વેક્સિન છે આ વેક્સિન અસરકારક નથી અસરકારક હોત તો મોદી કેમ નથી લેતા. જ્યારે મોદીજીએ વેક્સિન લીધી તો દેશ બાકી છે ત્યાં એમણે કેમ વેક્સિન લઈ લીધી અને પાછું તેમણે તો વેક્સિન તો લીધી જ પણ તેનું પરિણામ એ આવ્યું કે તેઓ ટીકાને પાત્ર બન્યા. આવું કરવાથી ઉત્તરપ્રદેશ જનતાએ તેમના પ્રત્યે અસંતોશ વ્યક્ત કર્યો અને દેશને પણ ના ગમ્યું.
તેમણે ઉમેર્યું કે, જ્યારે દેશ મુશ્કેલીમાં હતો ત્યારે એક થઈ કામ કરવાનું હોય રાજનીતિ ના હોય. પહેલા કહ્યું કે ફ્રી વેક્સિન આપો તો ફ્રી આપી તો કેટલીક પોલિટિકલ પાર્ટીઓએ કહ્યું કે રાજ્ય સરકારને ખરીદવાની મંજુરી આપવી જોઈએ. તેથી રાજ્યો પણ ખરીદી શકશે તેમ નક્કી કર્યું. ખાનગીને મંજુરી આપવાની વાત આવી તો તે પણ મોદીજીએ કર્યું. વળી નહી સરકારે જ લગાવવી જ જોઈ તેથી મોદીજીએ તેમ પણ કર્યું. ભારત સરકારના મંત્રી અમે ક્યારેય કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓની ટીકામાં નથી પડ્યા અમે દેશને બચાવવા લાગ્યા હતા અને તેનો અને ગૌરવ છે. જે લોકોએ રાજનીતિ કરી તેને જનતાએ જવાબ આપ્યો આપણે જોઈએ છીએ. દેશ સંકટમાં હોય ત્યારે સૌનો પ્રયાસ આવશ્યક હોય છે.
સવાલ : AAP શિક્ષણ અને હેલ્થના મુદ્દાને લઈને આવી છે, મહોલ્લા ક્લિનિક વિશે શું કહેશો?
જવાબ : જે લોકોની પાર્ટી અસત્યમાંથી જ જન્મી હોય અમારે તેમાં શુ કહેવાનું હોય, કંટેનર રોડ પર મુકીને ક્લિનિક શરૂ કરી દીધી અને તમે એવું કહો છો કે અમે મહોલ્લા ક્લિનિક કરીને લોકોની સેવા કરી રહ્યાં છીએ. દિલ્હીનું મોટાભાગનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારનું છે. હા, તમે એવો રેકોર્ડ લઈને આવોને કે અમે અમારા શાસનકાળ દરમિયાન દિલ્હી સરકારની હોસ્પિટલમાં કેટલા બેડ વધાર્યાં, કેટલા ICU યૂનિટ ઉભા કર્યાં. મોદીજી આયુષ્માન ભારત યોજના લાવ્યા છે તમે કેવી રાજનીતિ કરો છો કે દિલ્હીની જનતાને તમે આ યોજનાનો લાભ નથી આપતા કારણ એટલું જ કે ભાજપની સરકારની યોજના છે અમે એવું ક્યારેય નથી કર્યું.
તેમણે જણાવ્યું કે, અમે ક્યારેય એવું નથી કર્યું રાજ્યના પરફોર્મન્સના આધારે અમે આર્થિક સંસાધન ઉપલબ્ધ કરાવતા જઈએ છીએ. અમે એવું નથી કહ્યું કે અમે દિલ્હીને નહી આપીએ. તેના ભાગમાં જે પૈસા આવ્યા તે તેમને આપ્યા. મોહલ્લા ક્લિનિકની વ્યવસ્થા ઉભી કરી. 8 - 10 વર્ષ થયાં હંગામી સ્ટ્રક્ચરમાંથી પાકુ સ્ટ્રક્ચર તો કરો. ડોક્ટર તો બેસાડો. ભાજપની સરકારે દેશમાં દર 5 થી 6 હજારની વસ્તી દીધ એક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઊભું કરી દીધું. આ સેન્ટર પર આજે ગરીબ દર્દીઓને ગંભીર બિમારીઓનું સ્ક્રિનિંગ થઈ જાય, ત્યાં જ દવા અને ત્યાંજ સારવાર થઈ જાય અને ત્યાંથી જ ટેલિકંન્સ્ટલ્ટેશનથી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કન્સલ્ટેશન થાય છે. ઉત્તમ હેલ્થ વ્યવસ્થા આપવાનું કામ અમે કર્યું છે. મોદીજી આવ્યા બાદ હેલ્થને વિકાસ સાથે જોડ્યું છે. નાગરિક સ્વસ્થ નહી હોય તો દેશ સમૃદ્ધ નહી થાય. આવું કોઈએ વિચાર્યું નહોતું અમે શરૂઆત કરી તમે પરિણામ જોઈ રહ્યાં છો.
સવાલ : ટીબી મુક્ત ભારત, જનઔષધી કેન્દ્ર અને વન સ્ટેટ, વન ડાયાલિસિસ પ્રોગ્રામની ગુજરાતમાં તેની શું સ્થિતિ છે?
જવાબ : આ મહત્વકાંક્ષી નિર્ણયો છે. મોદીજીએ કહ્યું કે મારે હેલ્થ એક્સેસેબલ અને એફોર્ડેબલ કરવી છે તો શું કરવું જોઈએ. તો આયુષ્માન ભારત, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કર્યાં તેની સાથે દેશમાં દવા સસ્તી મળે તે આવશ્યક છે. દેશમાં બ્રાન્ડેડ મેડિસિનનું ચલણ ચાલતું રહ્યું. બ્રાન્ડેડ કે જેનરિક મેડિસિનનો ઉપયોગ કરો મેડિસિન તો મેડિસિન છે. જેનરીક મેડિસિનનો શેર મોદીજીની સરકાર બની ત્યારે 2% હતો અત્યારે 12% થઈ ગયો. જેનરિક દવાને પોપ્યુલર કરી જેથી ગરીબોને સસ્તી દવા મળે. દેશમાં 9 હજાર જેટલા જનઔષધી કેન્દ્ર છે. ગુજરાતમાં 500 કેન્દ્ર છે. તેમાં સસ્તી અને ગુણવત્તાવાળી મેડિસિન મળે છે. દરરોજ 20 લાખ લોકો જનઔષધી કેન્દ્રની મુલાકાત લે છે. કોઈ દર્દીને દર મહિને જોઈતી દવા 4 હજારની થતી હોય તો જનઔષધી કેન્દ્ર પર તે દવા 500 થી 700માં મળી જાય છે અને તે પણ ગુણવત્તાવાળી કોઈની ફરિયાદ નથી આવતી.
તેમણે કહ્યું કે, ડાયાલિસિસ માટે આયુષ્માન ભારત કાર્ડ લઈને જાય દર્દીઓને ડાયાલિસિસ ફ્રીમાં થઈ જાય તેવી સુવિધા દેશમાં ઊભી કરી છે. આયુષ્માન ભારત યોજનાનો લાભ કોઈ નાગરીક આયુષ્માન ભારતમાં નોંધાયેલી હોસ્પિટલમાં જઈને કાર્ડ આપે તો ત્યાં તેનો ઈલાજ થઈ જાય તેના ખુબ સારા પરિણામો જોવા મળે છે.
સવાલ : મોદીજીએ તમારા વખાણ કર્યાં કે, મનસુખ ભાઈ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરી દેવાના છે
જવાબ : બહુ સાચી વાત છે. જુઓ ટીબીના લીધે દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકોના મોત થાય છે. તેમાં પણ 70% 35 થી 45 વર્ષની વયજુથના છે. એ તો દેશના યુવાનો છે જે દેશનું મોટું નુકસાન છે તેથી અમે લોક ભાગીદારીથી અમે ઝુંબેશ ઉપાડી દેશના જેટલા ટીબીના દર્દીઓની ઓળખ કરી તેમની પાસે લખાણ કરાવ્યું કે તમને કોઈ દત્તક લે તો વાંધો છે? તેમાંથી 12 લાખ લોકોએ વાંધો નહી હોવાનું જણાવતા અમે તેમના નામ જાહેર કર્યાં નથી પણ તેના માટે અમે નિક્ષય મિત્ર યોજના શરૂ કરી.
તેમણે કહ્યું કે, જેમાં કોઈ વ્યક્તિ માનો કે વિવેકભાઈને થયું કે મારે મારા ગામના પાંચ દર્દીઓને દત્તક લેવા છે તો તેમણે એ જ કરવાનું કે ફોન સાથે તેની સાથે વાત કરવાની સરકાર દવા તમને ફ્રી આપે છે તમે નિયમિત લો છો. તે હા પાડશે અને જો નથી લેતો તો તમારે તેને દવા લેવા પ્રોત્સાહિત કરવાના. બીજુ આ યોજના હેઠળ સરકાર 500 રૂપિયાની સહાય કરે છે. તેને મળે છે તે પુછી લેવાનું. ત્રીજું તમારે ન્યૂટ્રિયન ફુડની કિટ 6 મહિના સુધી તમે પહોંચાડો એટલે તે નાગરિકને દવા, પોષણ અને તમારી હૂંફ મળી એટલે ઓટોમેટિક તે દર્દી ટીબી મુક્ત થઈ જાય. મને કહેતા ખુશી થાય છે કે દેશમાં 26 હજાર લોકોએ 12 લાખ દર્દીઓને દત્તક લીધાં છે. બધા દરરોજ કેટલાક કાર્યક્રમો થાય છે. આવી રીતે અમે આ અભિયાન ચલાવ્યું છે મને વિશ્વાસ છે કે 2025ના અંત સુધીમાં આપણે દેશને ટીબી મુક્ત કરી આપીશું.
સવાલ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સતત પ્રવાસ કરી રહ્યાં છો. માહોલ શું લાગે છે?
જવાબ : મેં 10 વર્ષ સુધી સંગઠનના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. મારો કાર્યકર્તા સાથેનો પણ નાતો છે અને સંગઠનના માધ્યમથી જનતા વચ્ચે જવાનો પણ મારો ખુબ લાંબો અનુભવ છે તેના આધારે હું એટલું કહું કે આ વખતે વાતાવરણ એકદમ ભાજપ તરફી છે અને લોકોનો ભરોસો વધ્યો છે એવું કહી શકીએ તો ચાલે. ભરોસો વધવાના કારણો છે. સરકારે માંગ્યુંને આપ્યું એવું નહી નહોતું માંગ્યું તે પણ આપ્યું છે. તમે સૌરાષ્ટ્રમાં જઈને ભાજપની વિરૂદ્ધમાં ક્યાંય વાત કરો તો લોકો કહેશે કે આ મોદીએ નર્મદાનું પાણી અમને પીવાનું આપ્યું છે. સૌરાષ્ટ્રની જનતા કહેશે કે 115 ડેમમાં આ મોદીએ પાણી નાખ્યું છે ને એટલે અમારી ખેતી જીવતી થઈ ગઈ છે. ગઈકાલે હું કચ્છમાં હતો કચ્છની જનતાએ કહ્યું કે, અમારું અછતવાળું કચ્છ, મોટી સંખ્યામાં દર વર્ષે લોકો કચ્છમાંથી હિજરત કરે છે. રોજગારી વિનાનું કચ્છ આજે રાજ્યનું મૉડેલ ડિસ્ટ્રિક્ટ બની ગયું. કેમ? મોદીજીના કારણે, મોદીજીએ પાણી પહોંચાડ્યું, મોદીએ ઉદ્યોગો વિકસાવ્યા છે. તેવી રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો માહોલ જોઉં છું ત્યારે આ વખતે મને લાગે છે કે ભાજપ પોતાના રેકોર્ડ તોડશે.
સવાલ : ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાયા, આ ભારત જોડો યાત્રા છે કે ગુજરાત વિરોધી યાત્રા?
જવાબ : તેનું વર્ક કલ્ચર જ આવું છે, ગુજરાતની જનતાએ 1990 પછી કોંગ્રેસને (Congress) સત્તા નથી આપી શા માટે તેમને ત્યાં રાજનીતિ જ મહત્વની ગુજરાતના વિરોધી એ બધા એમના સાથી. કાયમ એવું રહ્યું છે. ભારત જોડવા નિકળ્યા હતા. ભારત તો જોડેલું જ છે બાકી હતું તે મોદીજીએ 370 હટાવીને જોડી દીધું છે. એ મોદીનું કામ છે તમે કોંગ્રેસને જોડી રાખો તોય ઘણું છે. હું બે દિવસ પહેલા ગઢડા ગયો હતો તો ગઢડાની આખી કોંગ્રેસ ભાજપમાં ભળી ગઈ. જનતાનો વિશ્વાસ તેની સાથે રહેલો નથી કારણ કે તેની હરકતો કરવાના અને દેખાડવાની અલગ-અલગ છે. લોકો તમારું કામ જોશે. ગુજરાતને નર્મદાથી વંચિત રાખવા માટે જેણે કોર્ટ, કચેરી, આંદોલનની ગતિવિધિઓ કરી હોય તેને સાથે લઈને ફરો ગુજરાતની જનતા કોઈ દિવસ સ્વિકારે ખરી? તેના માટે તો મારી બીજી શું કમન્ટ હોય.
આ પણ વાંચો - ગુજરાતમાં AAP માત્ર માહૌલ બનાવવા પ્રયાસ કરે છે, કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, ભાજપ સરકાર બનાવશે : સંબિત પાત્રા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement