કોંગ્રેસ, AAPને લઈને કેન્દ્રીય સંરક્ષણમંત્રીશ્રીએ કહી આ વાત, ગુજરાત માટે કરી આ આગાહી, જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કનું મતદાન ગુરૂવારના રોજ થવાનું છે બીજી તરફ બીજા તબક્કા માટે પુરજોશથી પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર કેન્દ્રીય સંરક્ષણમંત્રીશ્રી રાજનાથસિંહનો (Rajnathsinh) Super Exclusive ઈન્ટરવ્યૂ થયો જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.સવાલ : ગુજરાતનો માહૌલ કેવો છે?જવાબ : ગુજરાતનો માહૌલ ભાજપ (BJP) માટે સંપૂર્ણપણે અનુકુળ છે. ભાજપ à
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કનું મતદાન ગુરૂવારના રોજ થવાનું છે બીજી તરફ બીજા તબક્કા માટે પુરજોશથી પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર કેન્દ્રીય સંરક્ષણમંત્રીશ્રી રાજનાથસિંહનો (Rajnathsinh) Super Exclusive ઈન્ટરવ્યૂ થયો જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
સવાલ : ગુજરાતનો માહૌલ કેવો છે?
જવાબ : ગુજરાતનો માહૌલ ભાજપ (BJP) માટે સંપૂર્ણપણે અનુકુળ છે. ભાજપ બે તૃત્યાંશથી વધારે સીટો પર વિજળ મેળવવા જઈ રહી છે.
સવાલ : AAP પાર્ટી ગુજરાતમાં આવી છે, શું કહેશો
જવાબ : AAP માત્ર પોતાની હાજરી નોંધાવવાની લડાઈ લડે છે.
સવાલ : વિદેશમાંથી કાળુંનાણું ચૂંટણીમાં ઉપયોગ કરવા ગુજરાતમાં આવી રહ્યુ છે, શું તમને લાગે છે ખાલિસ્તાની મુવમેન્ટ શરૂ કરે છે કેજરીવાલની પાર્ટી
જવાબ : AAP એવી રાજકિય પાર્ટી છે તે કંઈ પણ કરી શકે છે આપણે નથી જોયું કે પંજાબમાં શું થઈ રહ્યું છે. કેવી રીતે તેમણે લોકોનું સમર્થન મેળવ્યું છે. કહે છે કંઈ અને કરે છે કંઈ. AAPની વિશ્વસનિયતા જ સમાપ્ત થઈ ગઈ છે.
સવાલ : શું તમે AAPને દેશ વિરોધી પાર્ટી માનો છો?
જવાબ : દેશ વિરોધી તો નથી કહેવા માંગતો પણ AAPની શાખ ઘટી રહી છે.
સવાલ : નરેન્દ્ર મોદીજીને લોકો પ્રેમ કરે છે તેમને વારંવાર ટાર્ગેટ કરી રાવણની ઉપાધી કેમ અપાઈ રહી છે?
જવાબ : ખુબ દુર્ભાગ્યપૂર્ણ. તંદુરસ્ત લોકશાહીમાં આ પ્રકારનું આચરણ આ વ્યવહાર ના તો કોઈ રાજકિય પાર્ટી કે ના તો કોઈ નેતા દ્વારા અપેક્ષિત છે. હું સમજું છું કે તે લોકો પાસે શબ્દોનો દુષ્કાળ છે. કોઈની ટીકા સ્વસ્થ રીતે થવી જોઈએ. તમે તેની નીતિઓ, કામોની ટીકા કરો. શું તમે કોઈને અશબ્દો આપશો. મેં તો મારા જીવનમાં ક્યારેય નથી કર્યું. આવા લોકોને જનતા પાઠ ભણાવી દે છે.
સવાલ : એક તરફી ચૂંટણી પરિણામ આવશે તેવું તમને લાગે છે?
જવાબ : હા, પૂર્ણ મને તો લાગે છે.
સવાલ : ચૂંટણી પહેલા UCCની ચર્ચા થાય છે.
જવાબ : યૂનિફોર્મ સિવિલ કોડની (UCC) એટલે ચર્ચા કરીએ છીએ કે ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં તેનો ઉલ્લેખ છે. જે અમારા બંધારણના ઘડવૈયાઓએ કહ્યું છે તે કરીએ છીએ.
સવાલ : વિપક્ષ આરોપ લગાવવે છે કે તમે ધ્રુવિકરણ કરો છો.
જવાબ : તેને આનો અર્થ જ નથી ખબર. તુષ્ટિકરણ, ધ્રુવિકરણની રાજનીતિ વિપક્ષ કરે છે. અમે તો ન્યાયની રાજનીતિ કરીએ છીએ.
સવાલ : ચૂંટણી આવે ત્યારે રામમંદિર, 370ની વાત કરો છો. ગુજરાતની ચૂંટણી છે તો અહીં ના મુદ્દા કેમ નહી.
જવાબ : કામ કર્યું છે તો ના કહીએ. કલમ 370ની ચર્ચા તો બંધારણમાં પણ રહી છે કે ધીરે ધીરે નિકળી જશે અને તેને હટાવી દીધી. રામમંદિર, મહાકાલ મંદિર કે સોમનાથ મંદિર આ અમારી સાંસ્કૃતિક વિરાસત છે તેની રક્ષા કરીશું તે તો અમારા મેનિફેસ્ટોમાં અમે કહ્યું હતું. જનતા સામે ખુલી કિતાબ છે. વચનોને અમે પુરા કરીએ છીએ તે શું ગુનો છે. તેથી ભાજપ પ્રત્યે જનસામાન્યનો વિશ્વાસ વધ્યો છે. ભાજપ એક માત્ર એવી પાર્ટી છે જે કહે છે તે કરે છે.
સવાલ : ભારત જોડો યાત્રાથી લાગે છે કોંગ્રેસ પુનર્જિવિત થશે?
જવાબ : પુનર્જિવિત શું થશે. કોંગ્રેસ (Congress) પોતે જ તુટી રહી છે. જોડો બાદ પણ તોડો થઈ રહ્યું છે.
સવાલ : ગુજરાતમાં ડિફેન્સ સેક્ટર વધે છે શું કહેશો.
જવાબ : આપણે ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધીએ છીએ. પહેલા ઘણાં હથિયાર સહિત અનેક વસ્તુઓ અન્ય દેશોમાંથી મંગાવતા હતા. આજે આપણા વડાપ્રધાનજીનો સંકલ્પ છે. ભારતમાં બનશે.
સવાલ : ગુજરાતમાં સૌથી ખાસ શું લાગે છે, ગુજરાત મોડલ ફરી સરકાર લાવશે?
જવાબ : ગુજરાતમાં સારા લોકો છે. મોદીજીનું હવે ગુજરાત મોડલ નહી હવે આખો દેશ મોડલ છે. ગુજરાત મોડલ તો છે જ સાથે-સાથે દેશમાં પણ શાસન કરવાની રીત તેમની રહી છે અને જે રીતે તેમણે કામ કર્યું છે તેની ભારતમાં જ નહી હવે દુનિયાના અન્ય દેશોમાં પણ તેની પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો - દિલ્હીનું મોટાભાગનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારનું છે, AAP અસત્યમાંથી જ જન્મી છે: મનસુખભાઇ માંડવિયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement