Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીટિકલ સ્ટંટ કરવાનું જાણે છે કેજરીવાલ, તેનો સાથ નહી લઈએ: આલોક શર્મા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી 1લી તારીખે મતદાન થવાનું છે. રાજકિય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા TO THE POINT સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી.માહૌલ બદલાયો છેકોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં માહોલ બદલાયો છે. 2022માં જનતા કોંગ્રેસ સાથે છે. રાહુલ ગાંધીજી ભારત જોà
પોલીટિકલ સ્ટંટ કરવાનું જાણે છે કેજરીવાલ  તેનો સાથ નહી લઈએ  આલોક શર્મા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી 1લી તારીખે મતદાન થવાનું છે. રાજકિય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા TO THE POINT સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી.
માહૌલ બદલાયો છે
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં માહોલ બદલાયો છે. 2022માં જનતા કોંગ્રેસ સાથે છે. રાહુલ ગાંધીજી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાથી ગુજરાતમાં વધુ સમય નથી આપી શકતા. આ ભારત જોડો યાત્રા ચૂંટણી જીતો યાત્રા નથી. ગુજરાતમાં ચૂંટણી માટે 5 યાત્રા કરી અને તેમાં અમને સારો પ્રતિસાદ મળ્યો.
કોંગ્રેસને જનતાએ આશિર્વાદ આપ્યા
તેમણે જણાવ્યું કે, ભાજપે કેમ આ હદે પ્રચાર કરવો પડી રહ્યો છે? ભાજપની ગૌરવ યાત્રાનો લોકોએ વિરોધ કર્યો હતો. ગુજરાતની જનતા હવે ત્રાહિમામ પોકારી ગઈ છે. ગુજરાતના લોકોએ હંમેશા કોંગ્રેસને આશિર્વાદ આપ્યા છે. અત્યાર સુધીમાં અમારી સીટ સતત વધી છે. ક્યાંક અમારી ભૂલો પણ રહી છે.
AAPનો સાથ નહી લઈએ કે નહી દઈએ
તેમણે વધુમાં જણાવ્યું કે, 'હાર્દિક પટેલ પર લાગેલા કેસથી તે ડર્યો છે અને અલ્પેશ ઠાકોર પેટાચૂંટણીમાં હાર્યા છે. અમારી પાર્ટીમાં ડિસીપ્લીન છે. એક મહિનામા આપ ક્યાંય દેખાતી નથી. AAP પાર્ટીનો સાથ નહી લઈએ કે નહી દઈએ. કેજરીવાલ પોલીટિકલ સ્ટંટ કરવાનું જાણે છે.
અમે 125થી વધુ સીટો જીતીશું
તેમણે કહ્યું કે, ટિકિટ ન મળતા નારાજગી હાવી થાય છે પણ અમે શાંતિથી કામ કરી રહ્યાં છીએ. આ વખતે સરકાર ગામડાથી આવી રહી છે. અમે ગામડામાં ક્લીન સ્વીપ કરીશું. શહેરોમાં અમારી સીટો વધશે. ભાજપનો સંકલ્પ પત્ર ધોખા પત્ર છે. આગામી સમયમાં રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે. કોંગ્રેસ 125થી વધુ સીટોથી જીતશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.