આજે રાજ્યની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન, સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી થશે મતદાન
બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતકેન્દ્રો ઉભા કરાયા61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં833 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદઆજે લોકશાહીના મહાપર્વનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આજે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેà
- બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતકેન્દ્રો ઉભા કરાયા
- 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
- 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
આજે લોકશાહીના મહાપર્વનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આજે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તબક્કામાં પ્રથમ તબક્કા કરતા વધારે પ્રમાણમાં મતદાન થાય તેવી તંત્રના પ્રયાસો રહેશે તો ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પણ ગુજરાતના મતદારોને અચૂક મતદાન કરવાની અપીલ કરે છે.
93 બેઠકો, 61 પક્ષો, 833 ઉમેદવારો
ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોમાં 61 રાજકીય પક્ષો તથા અપક્ષો મળી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો મળી કુલ 833 ઉમેદવારો મેદાને છે. કુલ 2,51,58,730 મતદારો 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
26 હજારથી વધારે મતદાન મથક
બીજા તબક્કાના મતદાન માટે 93 બેઠકો પર કુલ 26,409 મત મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી બીજા તબક્કામાં શહેરી વિસ્તારમાં 8,533 અને ગ્રામ્ય વિસ્તારમાં 17,876 મતદાન મથકો છે. મતદાન ન્યાયીઢબે અને શાંતિપૂર્વક થાય તે માટે સર્વત્ર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જે માટે 1.13 લાખ ચૂંટણી કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. જેમાં 29,062 પ્રિસાઈડીંગ ઓફિસર્સ અને 84,263 પોલિંગ ઓફિસર્સ ફરજ બજાવશે.
મતદારો, EVM-VVPAT
બીજા તબક્કામાં 2,51,58,730 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1.29 કરોડ પુરુષો, 1. 22 કરોડ મહિલા, 894 થર્ડ જેન્ડર મતદારો, 660 NRI મતદારો અને 18,271 સેવા મતદારોનો સમાવેશ થાય છે. પહેલા તબક્કા માટેની ચૂંટણીમાં 36439 બેલેટ યુનિટ, 36439 કંટ્રોલ યુનિટ તો 40,434 VVPAT મશીનો તૈયાર કરવામાં આવ્યા છે.
રાજકિય પાર્ટી
બીજા તબક્કાની તમામ 93 બેઠક ઉપર ભાજપે (BJP) 93 અને કોંગ્રેસે 90+NCPના 2, આમ આદમી પાર્ટીએ (AAP) 93, બહુજન સમાજ પાર્ટી (BSP) 44 અને ભારતીય ટ્રાયબલ પાર્ટી 12 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે તો બીજા તબક્કામાં 285 અપક્ષ ઉમેદવારો પણ છે.
દિગ્ગજ ઉમેદવારો
બીજા તબક્કામાં દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં ભૂપેન્દ્રભાઈ પટેલ, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, સુખરામ રાઠવા, મધુ શ્રીવાસ્તવ સહિત બાહુબલી નેતાઓનું ભાવિ EVMમાં કેદ થવાનું છે.
દિગ્ગજ મતદારો
બીજા તબક્કામાં દિગ્ગજ ઉમેદવારોની સાથે-સાથે દિગ્ગજ મતદારો પણ મતદાન કરવાના છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ પટેલ, નિતિન પટેલ, આનંદીબેન પટેલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિત દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement