ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'લાઇન' થી ઓનલાઇન, 'ક્યુ' થી 'ક્યુઆર' સુધી પહોંચ્યું ઇન્ડિયા

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ડિજિટલ ઇન્ડિયા વીક -2022”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. જેમાં ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત કાર્યક્રમ આજથી 9 જુલાઈ સુધી ચાલશે. જેમાં  200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળાનું આયોજન કરવામા આવ્યું છે. કાર્યક્રમ પહેલાં વડાપ્રધાને તમામ સ્ટોલ પર જઇને સ્વ- નિરીક્ષણ કર્યુ હતું રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિ
02:08 PM Jul 04, 2022 IST | Vipul Pandya
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ડિજિટલ ઇન્ડિયા વીક -2022”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. જેમાં ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત કાર્યક્રમ આજથી 9 જુલાઈ સુધી ચાલશે. જેમાં  200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળાનું આયોજન કરવામા આવ્યું છે. કાર્યક્રમ પહેલાં વડાપ્રધાને તમામ સ્ટોલ પર જઇને સ્વ- નિરીક્ષણ કર્યુ હતું રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાયું છે. જેમાં 5 અને 6 જુલાઈએ તકનિકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે, 7થી 9 જુલાઈ સુધી ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન થશે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ખાસ ઉપસ્થિત રહ્યા છે.

જે લોકો પરિવર્તનને નહીં અપનાવે તો તે અટવાઇ જશે
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટેક્નોલોજીનો સાચો ઉપયોગ માનવાત માટે  કેટલો ફાયદાકારક છે તે ભારતે વિશ્વ સામે મૂક્યુ જે બદલાતા સમયમાં ભારત  પોતાનું યોગદાન આપી રહ્યું છે. આજે  નવી ટેક્નોલોજીનો સમાવેશ દરેકના જીવનમાં થયો છે.  આજે જે નવા કાર્યક્રમો શરુ થયાં તે ન્યુ ઇન્ડિયાની દિશામાં નવું યોગદાન છે. વિશેષ કરીને આનો લાભ ભારતની ઇકો સિસ્ટમને  લાભ થશે. જે લોકો પરિવર્તનને નહીં અપનાવે તો તે અટવાઇ જશે. આજે  ભારત ચોથી ઔધોગિક ક્રાંતિ લાવશે. હિન્દુસ્તાન દુનિયાને દિશા આપે છે. ગુજરાતે તેમાં પથદર્શકની ભૂમિકા નિભાવી છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું જ્યાં જી-સ્વાન, ઇ-ગ્રામ, ઇ-ગવર્નન્સની સુવિધા ઘરાવતું  હતુ. સુરત બારડોલી પાસે સુભાષ બાબુ કોંગ્રેસના અધ્યક્ષ હતા તે ગામમાં જઇને મેં મુખ્યમંત્રી તરીકે  ઇ-ગ્રામનુ લોન્ચીંગ કર્યુ હતું. આજે ગુજરાત જ ડિજીટલ ઇન્ડિયાનો આધાર બન્યું છે. ધન્યવાદ ગુજરાત 

જનધન, મોબાઇલ, આધાર આ ત્રિશક્તિના લાભથી સામાન્ય માણસનું જીવન સુધર્યુ છે
ડિજિટલ ઇન્ડિયા વિશે વાત કરતાં  વડાપ્રધાને કહ્યું કે પાછલા 7 વર્ષોમાં ડિજિટલ ઇન્ડિયાને આસાન બનાવી છે. 8 -10 વર્ષ પહેલા દરેકે લાઇનમાં ઉભા રહેવું પડતુ હતુ. દરેક લાઇનનું સમાધાન ભારતે ઓનલાઇન થઇને કર્યું. જીવનની હયાતીના પ્રમાણપત્ર જેવી સેવાઓ ઓનલાઇન કરી છે. પહેલાં જે કામો માટે કેટલાક દિવસો લાગતા જે આજે માત્ર મિનિટોમાં થાય છે. જનધન, મોબાઇલ, આધાર આ ત્રિશક્તિનો લાભ સામન્ય માણસનું જીવન સુધર્યુ છે સરળ બન્યું છે. ડેટા સુવિધા સસ્તી અને સારી થઇ. પહેલાં બિલ, રિઝર્વેશન દરેક સર્વિસ માટે ઓફિસમાં જવું પડતું હતું. આજે છેવાડાનો  નાગરિક કોમન સર્વિસ સેન્ટરથી કામ કરી શકે છે. નાના માણસના સમય અને પૈસાની બચત થાય છે. હું હાલમાં કાશી ગયો હતો. રાત્રે એક 1.30 વાગ્યે રેલ્વે સ્ટેશન સરપ્રાઇઝ વિઝિટ માટે ગયો હતો. ત્યાં વંદે ભારત ટ્રેન માટે  પૂછ્યું આ ટ્રેનનો ઉપયોગ મજૂરો તેજ સામાન્ય લોકો વધુ કરતાં હતાં કરાણકે તેનાથી તેમના પૈસા અમે સમય બન્નેી બચત થતી હતી.  


સેવાઓ ડિજીટલ સરળ બની
કોરોના સમયમાં ઇ- સંજીવની દ્વારા જીવન બચાવવું વધુ સરળ બની શક્યું. આજે આ સુવિધાથી મોટાં મોટા ડોક્ટરો સાથે 3 કરોડથી વધુ લોકોએ સીધું કન્સલ્ટ કર્યું. આ બધી સેવાઓ ડિજિટલ સરળ બની ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિકફાયદો થયો સાથે અનેક લેવલનો ભષ્ટાચાર ખત્મ થયો. આજથી 7-8 વર્ષ પહેલાં ભષ્ટાચાર હતો મને યાદ છે. એકવાર વિધાનસભામાં ચર્ચા થઇ હતી. વિધવા પેન્શન મળે છે તે તમામ પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી આપી દેવામાં આવે ત્યારે ભારે હોબાળો મચી ગયો. પરંતુ આપણી સરકારે જનતાએ મદદ કરી. જ્યારે પોસ્ટ ઓફિસમાં સુવિધા ઉભી કરી ત્યારે સેંકડો વિધવા એવી મળી જેની કોઇ હયાતી જ હતી નહીં તે તમામ પૈસા વચેટીયાના ખાતામાં જતાં હતાં. સરકારે 23 લાખ કરોડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલ્યાં જેનાથી સવા બે લાખ કરોડ રૂપિયા બચ્યા છે.

ડિજિટલ ઇન્ડિયાએ સરકારને હથેળીમાં લાવીને મૂકી દીધી 
ડિજિટલ ઇન્ડિયાએ શહેર અને ગામડા વચ્ચેની ખાઇ ઓછી કરી ગમાડાઓમાં શહેર  જેવી સુવિધાઓ મુશ્કેલ હતી. હવે ડિજિટલઇન્ડિયાએ સરકારને હથેળીમાં લાવીને મૂકી દીધી છે. દેશના ગામડાઓમાં 4 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો  ડિજિટલી જોડાયા જેનો ગામના લોકો લાભ લઇ રહ્યાં છે. મને યાદ છે આદિવાસી દોહોદમાં દિવ્યાંગ કપલ મળ્યું હતું તેમણે દાહોદના આદિવાસી ગામડામાં કોમન સર્વિસ સેન્ટર શરુ કર્યું. આજે ગામડાના લોકો સેવા લે છે. ઇ-કોમર્સથી ડિજિટલી વ્યવહારો શક્ય બન્યા. ખેડૂતોને વીજળી બિલ ભરવામાં તકલીફ પડતી હતી તેથી ગુજરાતે તેમાં પણ પહેલ કરી કેન્દ્રની અટલ સરકાક સમયે પોસ્ટ ઓફિસમાં બિલ લેવાનું શરુ કર્યું. મારી વિચારસરણી અમદાવાદી સિગલ ફેર ડબલ જર્જીની આદત પડી ગઇ છે. કેન્દ્રની સરકારે રેલ્વેના પ્લેટફોર્મ પર વાય-ફાય મફત કરાવ્યું જેનો લાભ લઇ આસપાસના ગામડાના વિદ્યાર્થી ત્યાં જઇને ભણીને કરી રહ્યાં છે આજે રેલ્વે પ્લેટફોર્મ પર વિદ્યાર્થી કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. આજે સરકાર ડ્રોન ટેક્નોલોજી મારફત પહેલીવાર જમીનના ડિજિટલ લીગલ ડોક્યમેન્ટ આપવાનું કામ કરી રહ્યાં છે.  આધાર ઓળખના કારણે ઘણાં ખોવાયેલાં બાળકોને પોતાના પરિવાર સાથે ફરી મળી શક્યાં 500થી વધુ બાળકો પોતાના પરિવારને મળ્યાં. કોરોના મહામારીના સમયમાં ટેક્નોલોજીથી મોટી મદદ મળી. દેશની કરોડો મહિલા, ખેડૂતોને વન નેશન વન રાશન કાર્ડના કારણે રાશન આપ્યું. 200 કરોડ નાગરિકોનું વેક્સિનેશન સરળ બન્યું  સર્ટિફિકેટ લેવાનું આસાન થયું. જ્યારે વિપક્ષ આજે એ વાત પર અટક્યું છે કે સર્ટિફિકેટમાં મોદી કી ફોટો ક્યું હૈ ભારતનું ડિજિટલ ફીન ટેક પર ભાષણ જોશો તો ખબર પડશે. કે લોકો મોબાઇલ કેવી રીતે આવશે તેના પર વાત કરી રહ્યાં છે. જ્યારે આજનો ખેડૂત ડિજીટલી સરકારી સેવાનો લાભ પોતાના એકાઉન્ટમાં મેળવી રહ્યો છે. 

સ્ટાર્ટ અપમાં 75 લાખ છાત્રાઓ ઇનોવેટિવ આઇડિયા પર કામ કરી રહ્યાં છે
ન્યુ ઇન્ડિયા મિશન પર વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે - આજે દેશના વિકાસમાં ફીનટેકનો હિસ્સો મહત્ત્વનો છે. દર એક મિનિટે 1 લાખ 30 હજાર યુ.પી.આઇ ટ્રાન્ઝેક્શન થાય છે. એક સેકન્ડમાં 7 હજાર ટ્રાન્જેક્શન કમ્પલિટ થાય છે. દુનિયાના તમામ દેશ સામે આપણો દેશ 40 ટકા લેવડદેવડ ડિજીટલી કરે છે. કોઇ પણ મોલમાં ટ્રાન્ઝેકશનની જે વ્યવસ્થા છે તે એકનાનામાં નાના વેપારી પાસે છે. સરખી છે. પહેલાં મોટી બ્રાન્ડ ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરતી હતી આજે ભિક્ષુક ભીખ પણ ડિજીટલી લે છે. દુનિયાના વિકસિત દેશ કરતા વધુ ભારત પાસે ડિજિટલ સોલ્યુશનમાં સિક્યુરિટી પણ છે. ગિફ્ટ સીટીનું સપનું પૂરું થયું. ભવિષ્યમાં પણ તે દુનિયા સામે ઉદાહરણ હશે આજે 100થી વધુ સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ ચાલે છે. સ્ટાર્ટ અપમાં 75 લાખ છાત્રાઓ ઇનોવેટિવ આઇડિયા પર કામ કરી રહ્યાં છે. દુનિયાની સમસ્યાનું સમાધાન આપી રહ્યાં છે. ઇનોવેશન ઇન- સ્પેસનું હેડક્વાટર અમદાવાદમાં બન્યું છે. જેમાં શાળના બાળકો સેટેલાઇટ છોડવાની તૈયારી કરી રહ્યાં છે. આવનાર પાંચ વર્ષમાં ભારત 300 બિલિયન ડોલરના ટેક્નોલોજીકલ પ્રોડક્ટ વિદેશમાં નિકાસ કરશે અને ઇન્ડિયના નવા આયામ નવી ઉંચાઇ પર  લઇ જશે. હું ગુજરાતના લોકોને કહીશ કે અહીં તમને નવું હિન્દુસ્તાન જોવા મળશે. દેશની આ પહેલી સરકાર છે જે પ્રજા પર વિશ્વાસ કરી રહી છે. દેશ નવી તાકાત  સાથે આગળ વધી રહ્યો છે. આવનાર સમય ભારતનો છે.

દેશના વિકાસમાં 7 લાખ જોબનું નિર્માણ સ્ટાટઅપ દ્વારા થયું
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે - આવનાર 10 વર્ષ ભારત માટે સૌથી વધુ અગત્યના છે.  સ્ટાટઅપ ઇન્ડિયા કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં 73 હજાર સ્ટાર-અપ છે. દેશના વિકાસમાં 7 લાખ જોબનું નિર્માણ સ્ટાટઅપ દ્વારા થયું છે. ભારત ડિજિટલ ટેલેન્ટ 3 સૌથી મોટા સ્ટાટઅપ દેશમાં 3 ટોપમાં સમાવિષ્ટ થયું છે. ઇ- ગવર્નન્સમાં પણ ભારતે પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું . જેમાં એક મહિનામાં 10 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયાં. હાલમાં 30 જેટલા  દેશ સાથે ભારતના યુ.પી.આઇ સાથે જોડાવવા એમ.ઓ યુ થયાં છે.  ટેક્નોલોજીના કારણે હાઇ ક્વોલિટી રોજગાર જનરેટ કરાયાં છે.  

2015માં ગુજરાતથી જ  આ મિશન શરુ
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે - ગાંધીનગર ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રાંરેભ માટે કેન્દ્રનુમં આભારી છે. જે  આપણા સૌ માટે ગૌરવ પૂર્ણ ઘટના છે. ગુજરાતે વધુ એક સ્ટાટઅપ કેટેગરીમાં પ્રથમ રેન્ક મળ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના 2015માં ગુજરાતથી જ  આ મિશન શરુ થયું . વડાપ્રધાનના માર્ગદર્શનમાં સરકારે કનેક્ટિવિટી દ્વારા સરકારી લાભો ડિજીટલીથી લાભ આપવમાં ગુજરાત મોખરે રહ્યું છે. જેનો લાભ આજે આખા દેશને મળી રહ્યો છે. આજે  ભારતનેટ 300થી વધુ સેવાઓ ઘરઆંગણે પહોંચાડે છે. રાજ્યની તમામ પંચાયતો જોડાઇ છે,. ટેક્નોલોજીની મદદથી વિશ્વાસ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. ડ્રોન ટેક્નોલોજી દ્વારા કામ વધુ પારદર્શક બન્યુ છે. હેલ્થ, એજ્યુકેશન, ક્ષેત્રમાં સારા લાભ મળ્યાં છે. આવનાર સમયમાં વિકાસનો મુખ્ય આધાર ટેક્નોલોજી બનશે. 
  
શું છેડિજિટલ ઈન્ડિયા મિશન
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવનાર ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજીકલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં સરળતા થશે. 

ભારત સેમિકન્ડક્ટર ચિપ્સ મિશન
આ ઉપરાંત, ‘મેરી પહેચાન- નેશનલ સિંગલ સાઈન-ઓન ફોર વન સિટીઝન લોગિન’ની સુવિધા પણ દેશના નાગરિકોને સમર્પિત કરવામાં આવનાર છે. નેશનલ સિંગલ સાઇન-ઓન એ એક યુઝર ઓથેન્ટીકેશન સેવા છે, જેમાં વિવિધ ઓળખપત્રો બહુવિધ ઑનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરશે.આ પહેલ સેમિકન્ડક્ટર્સમાં ડિઝાઇન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેના ‘ભારત સેમિકન્ડક્ટર મિશન’નો એક મહત્વનો ભાગ છે. 
Tags :
CMODigitalIndiaMissionGujaratFirstPMModiPMNarendramodigujratvisitPMO
Next Article