ભાજપ અને કોંગ્રેસની રેલી સામ સામે આવતા મામલો ગરમાયો, જુઓ VIDEO
બંને પાર્ટીના કાર્યકરોની છુટ્ટા હાથની મારામારીSRPની ટીમ અને સાવલી પોલીસ પહોંચી ઘટનાસ્થળેકોંગી કાર્યકર્તાઓએ 7થી 8 બાઇકોમાં કરી તોડફોડGujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આગામી 5મી તારીખે થવાનું છે આજે બીજા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત પડ્યો છે ત્યારે છેલ્લી ઘડીઓના પ્રચારમાં વડોદરામાં ભાજપ-કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા.વડોદરાના સાવલીમાં ભà
- બંને પાર્ટીના કાર્યકરોની છુટ્ટા હાથની મારામારી
- SRPની ટીમ અને સાવલી પોલીસ પહોંચી ઘટનાસ્થળે
- કોંગી કાર્યકર્તાઓએ 7થી 8 બાઇકોમાં કરી તોડફોડ
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આગામી 5મી તારીખે થવાનું છે આજે બીજા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત પડ્યો છે ત્યારે છેલ્લી ઘડીઓના પ્રચારમાં વડોદરામાં ભાજપ-કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા.
વડોદરાના સાવલીમાં ભાજપ-કોંગ્રેસના (BJP-Congress) કાર્યકરોની છુટ્ટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. સાવલીમાં ભાજપ અને કોંગ્રેસની રેલીઓ સામસામે આવી ગઈ હતી અને પાર્ટીના ઝંડાને સ્પર્શ થવા જેવી બાબત મારામારી સુધી પહોંચી જતાં મામલો ગરમાયો હતો. કોંગી કાર્યકર્તાઓએ 7થી 8 બાઇકોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે SRPની ટીમ અને સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
સાવલી (Savli) વિધાનસભાની બેઠક માટે પ્રચારના છેલ્લા દિવસે બંને પક્ષની બાઈક રેલી સમગ્ર તાલુકામાં રૂટ પ્રમાણે કાઢવામાં આવી હતી. દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં બંને પક્ષોની બાઈક રેલી ચાલી રહી હતી. મોડી સાંજે સાવલી તાલુકાના શેરપુરા ગામ પાસે બંને પક્ષોની બાઇક રેલી સામસામે આવી ગઈ હતી.
બાઇક પર લાગેલા પાર્ટીના ઝંડા અથડાવવાને લીધે બાઈક સવારો વચ્ચે બોલાચાલી થઈ હતી, તેવા સમયે અન્ય બાઇક ચાલકો પણ ઉમટી પડ્યા હતા અને મામલો ઉગ્ર બનતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. સ્થિતિને કાબુમાં લેવા પોલીસ (Police) દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement