Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઝાદીના આટલા વર્ષો જુની રેલલાઈનની માંગ પૂરી કરવાનું સૌભાગ્ય મા અંબેએ મને સોંપ્યું: વડાપ્રધાનશ્રી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ચીખલા ખાતે સભાસ્થળે પહોંચી ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં છે. અહીં તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં છે. અહીં વડાપ્રધાનશ્રી જનસભાને પણ સંબોધવાના છે. સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને મેદાન ખીચોખીચ જનમેદનીથી ભરેયેલું છે અને લોકોમાં પણ ખૂબ ઉત્સ
12:26 PM Sep 30, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ચીખલા ખાતે સભાસ્થળે પહોંચી ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં છે. અહીં તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં છે. અહીં વડાપ્રધાનશ્રી જનસભાને પણ સંબોધવાના છે. સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને મેદાન ખીચોખીચ જનમેદનીથી ભરેયેલું છે અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ દેખાય રહ્યો છે અને મોદી... મોદી... ના નારા લાગી રહ્યાં છે. મોદીમય ગુજરાત હોય તેવો નજારો છે. વતનમાં વડાપ્રધાનનું સ્વાગત કરાઇ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખશ્રીએ આરસની પ્રતિકૃતિથી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાને વિવિધ વિકાસકાર્યોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કર્યું છે.
વડાપ્રધાનશ્રીનું સંબોધન:-
જીંદગી ઝુંપડામાં કાઢી હોય તેને માટે આ મોટી દિવાળી છે: PMશ્રી મોદી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી તેમણે કહ્યું કે, મા અંબાના આશિર્વાદથી અમારા સંકલ્પોને સિદ્ધી મળશે. આજે જે ઘરોના લોકાર્પણ થયાં છે તે લાભાર્થીઓને મારી તરફથી શુભકામનાઓ છે. આ વખતે તમે દિવાળી પોતાના નવા ઘરમાં ઉજવાશે. જેણે જીંદગી ઝુંપડામાં કાઢી હોય તેની માટે આ દિવાળી ખુબ મોટી દિવાળી છે.
મોટાભાગના ઘરોની માલિકી મહિલાઓની: PMશ્રી મોદી
તેમણે કહ્યું કે, ભારતમાં વીર પુરૂષો સાથે માતાનું નામ જોડાયું છે, જેમ કે; કુંતિપુત્ર અર્જુન, દેવકીનંદન કૃષ્ણ, અંજનીપુત્ર હનુમાન, આ નારીના મહાત્મય સંસ્કારની પુંજી તરીકે મળી છે. આપણે આપણા દેશને માતાના રૂપે જોઈએ છીએ, આવા મહાન સંસ્કાર સાથે જોડાયેલા હોવા છતાં આપણા ઘરની સંપત્તિમાં મોટા ભાગે પુરૂષોના નામે હોય છે, આપણે નક્કી કર્યું અમે વડાપ્રધાન આવાસ આપીશું તેમાં માતાનું પણ નામ હશે. વર્ષ 2014 બાદ ગરીબોના અપાતા મકાન માતાના નામે હશે. અમે 3 કરોડથી વધારે ગરીબોને ઘરનું ઘર આપ્યું છે, જેમાંથી મોટાભાગના ઘરોની માલિક મહિલાઓ છે. ગુજરાત સરકારને શુભકામના આપુ છું જે ગરીબોને ઘર આપવા માટે મહેનત કરે છે. તહેવારોમાં ગરીબ બહેનોને રસોડું ચલાવવા તકલીફ ના પડે તે માટે મફત રાશનની યોજનાની સમય મર્યાદા  આવનારા ત્રણ મહિના વધારી છે.
કેન્દ્રની દરેક મોટી યોજનાના કેન્દ્રમા માતૃશક્તિ: PMશ્રી મોદી
જ્યાં મા અંબા અને મા નડેશ્વરી બિરાજમાન છે ત્યા દિકરીઓના શિક્ષણમાં પાછળ કેમ છે. દિકરી નહી ભણે તો મા સરસ્વતી ઘરમાં નહી આવે અને જ્યાં સરસ્વતીજીના હોય ત્યા લક્ષ્મીજી નથી આવતા, આજે બનાસકાઠામાં દિકરીઓ ભણવા જાય છે. અમે માતૃસેવાનો જે સંકલ્પ લીધો વર્ષ 2014 બાદથી તેના પર કામ થઈ રહ્યું છે. દેશની સેનામાં પણ દિકરીઓની ભાગીદારીના અવસરો ખોલ્યા છે. કેન્દ્ર સરકારની દરેક મોટી યોજનાના કેન્દ્રમાં દેશમાં માતૃશક્તિ છે.
આઝાદીના આટલા વર્ષો બાદ માંગણી પુરી થઈ: PMશ્રી મોદી
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આજે જે રેલ લાઈનનો શિલાન્યાસ થયો છે તે પ્રોજેક્ટ અંગ્રેજોએ વર્ષ 1930માં કર્યો હતો, તેની ફાઈલો પડી છે. તે કામ મા અંબાએ મને કરવા આપ્યું છે. દુર્ભાગ્યથી આઝાદીના આટલા વર્ષોથી ફાઈલો પડી રહી, ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે  હું માંગ કરતો પણ ત્યારે કોઈ સાંભળતું નહોતું. આજે તે માંગ પૂર્ણ કરવાનો મા અંબાએ મને આપ્યું છે. આ રેલ લાઈનથી માર્બલ ઉદ્યોગને ગતિ મળશે.
આસ્થા અને ઉદ્યોગનો કોરિડોર બનશે: PMશ્રી મોદી
અહીંના ખેડુતો બટેટા, ટમેટા, દુધ ઉત્પાદનમાં અગ્રેસર છે જેને આ રેલ લાઈનથી ગતિ મળશે. અહીં પર્યટન ઉદ્યોગને પણ ગતિ મળશે. જે અંબાજી આવશે તેમણે બે-ત્રણ દિવસ અહીં રોકાવું પડે તેટલા કામો અહીં મારે કરવાના છે. પાલિતાણાનું મહત્વ છે તેમ તારંગાનું મહત્વ વધશે, ટ્રેન આવશે તો મુસાફરો આવશે અને તેનાથી રોજગારીની તકો વિકસશો. આસ્થા અને ઉદ્યોગનો કોરિડોર છે. બે દાયકાના નિરંતર પ્રયાસથી બનાસકાંઠાનો વિકાસ થયો છે. બનાસકાંઠામાં દાડમ, દ્રાક્ષની ખેતી થશે તે કોઈએ વિચાર્યું નહોતું. આ યોજનાઓ અહીંના લોકોના જીવન બદલવાનું કામ કરશે. તમારો આશિર્વાદ મળતો રહે તેવી કામન અને માફી માંગુ છું કે આવતા મોડું થયું, કારણ કે, રસ્તામાં મોટી સંખ્યામાં સ્વાગત માટે ગ્રામજનો ઉભા હતા એટલે મોડું થયું. તમે સાથ સહકાર આપ્યો એજ અમારી મૂડી અને તેનાથી જ કામ કરવાની પ્રેરણા મળે છે.
અંબાજી ખાતેથી ગૌમાતા યોજના, તારંગા હીલ-અંબાજી-આબુરોડ રેલ પરિયોજના શરૂ થશે, પાલપુર મહેસાણા રેલ લાઈન લોકાર્પણ અને પ્રસાદ યોજનાથી યાત્રાધામ અંબાજીમાં 52 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપુજન સહિત અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરાવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવ્યો તથા આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી આપી ગૃહપ્રવેશ કરાવ્યો હતો.
વડાપ્રધાનશ્રીના આગમનને પગલે મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉમટ્યા હતા અને માર્ગ પર ફુલો વરસાવી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે.  હાતાવાડાથી અંબાજી સુધી વડાપ્રધાનશ્રીનો રોડ શો ચાલ્યો જ્યાં સ્થાનિક ગ્રામજનોએ રોડની બંન્ને બાજુ પોતાના વડાપ્રધાનની એક ઝલક નિહાળવા ઉમટ્યા છે. કુલ રૂ. 6,909 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાત મૂહર્ત અને લોકાર્પણ થશે.
વડાપ્રધાનશ્રી નરેદ્ર મોદી (Narendra Modi) બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદમાં વંદેભારત ટ્રેન અને મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ તેઓ બનાસકાંઠા પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાનશ્રી રોડશો કરી રહ્યાં છે, અનેે ત્યાંથી અંબાજી પહોંચશે. અહીં તેઓ અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે અને સાથે જ તેઓ મા અંબાના (Ambaji) દર્શન કરશે. વડાપ્રધાનના આગમનને પગલે અંબાજીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
વડાપ્રધાનશ્રી ચીખલા ખાતે સભાને સંબોધિત કરવાના છે જુઓ...
આ પણ વાંચો - વડાપ્રધાનશ્રીએ અંબાજી મંદિરમાં રક્ષા કવચ બંધાવ્યું હતું, જાણો રસપ્રદ કહાણી
Tags :
AmbajiBanaskanthaDantaGujaratFirstNarendraModiPMModiPMModiGujaratVisitPMModiinGujarat
Next Article