Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે, 'ડીજીટલ ભારત સપ્તાહ'ની કરાવશે શરૂઆત

આજે દિલ્હીના CM અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતી કાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકારણમાં કેન્દ્રીય સ્તરના નેતાઓની મુલાકાતનો સિલસિલો વધી રહ્યો છે. દરેક પક્ષ આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવ
વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે   ડીજીટલ ભારત સપ્તાહ ની કરાવશે શરૂઆત
આજે દિલ્હીના CM અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતી કાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકારણમાં કેન્દ્રીય સ્તરના નેતાઓની મુલાકાતનો સિલસિલો વધી રહ્યો છે. દરેક પક્ષ આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. બપોરના 3 કલાકે PM મોદી અમદાવાદ પહોંચશે. બાદમાં 4 વાગ્યા સુધી ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે. જ્યારે 4:30 કલાકે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓ ડીજીટલ ભારત સપ્તાહની શરૂઆત કરાવશે. બાદમાં સાંજના 6 વાગે તેઓ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટીથી જોડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે. રાજ્યમાં હાલમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે. આ કનેક્ટિવિટીના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી સેવાઓ નાગરિકોને ઘરે બેઠાં જ પ્રાપ્ત થશે. રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટીથી જોડાશે. 
વિકાસના વિકાસ ગ્રોથ એન્જિન ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે હાલ રાજ્યના 'સ્ટેટલેડ' મોડલનું ભારત નેટ ફેઝ-2નું અમલીકરણ દેશના 9 રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં વર્ષ 2020માં ડીજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના 11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14000થી વધુ ગ્રામ પંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે અને તેના દ્વારા 70 લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'ગુજરાતે વિવિધ ડિજિટલ પ્રોજેક્ટ્સમાં પહેલ કરી છે. રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. જેના કારણે ગ્રામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સામાન્ય માણસો પણ હવે વિવિધ સરકારી સેવાઓના લાભ સરળતાથી મેળવી શકશે.
Advertisement
Tags :
Advertisement

.