Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, આજે નેત્રંગ,ખેડા અને સુરતમાં સભાઓ ગજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ,ખેડા અને સુરત એમ ત્રણ સ્થળોએ સભા સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે બંને તબક્કાની બેઠકો માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે ભાજપ,કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝંઝાવતી પ્રચાર કરà
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં  આજે નેત્રંગ ખેડા અને  સુરતમાં સભાઓ ગજવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ,ખેડા અને સુરત એમ ત્રણ સ્થળોએ સભા સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે બંને તબક્કાની બેઠકો માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે ભાજપ,કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝંઝાવતી પ્રચાર કરશે. 
આજે પીએમ મોદીની ત્રણ સભાઓનું આયોજન 
પીએમ મોદીની  આજે ત્રણ સભાનું આયોજન છે.. પીએમ મોદી  નેત્રંગમાં, ખેડામાં  અને સુરતના મોટા વરાછામાં જાહેર સભાને સંબોધન કરશે..જે બાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે..રાત્રિ રોકાણ દરમ્યાન તેઓ સુરતની હાલની રાજકીય સ્થિતિનો સંપૂર્ણ ચિત્તાર મેળવશે.
આવતીકાલે આ સ્થળોએ યોજાશે સભાઓ 
આવતીકાલે પીએમ મોદી કચ્છના અંજાર,ભાવનગરના પાલિતાણા અને રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે. આ તરફ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખડગે આજે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભાને સંબોધન કરશે. તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે.
6થી વધુ સભાઓનું આયોજન 
વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં  રાજકીય સભા સંબોધશે. ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે.
મહત્વપૂર્ણ છે કે પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ માટે 29મી નવેમ્બરે પ્રચારનો શોર બંધ થઈ જશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.