કેન્સરના દર્દી 62 વર્ષીય મંજુલાબેને શરૂ સારવારે પણ મતદાન મથકે પહોંચ્યા
સરકારની યોજનાનો લાભ થતો હોવાના કારણે મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત દર્દીએ કરી હતી જેના પગલે દર્દીને નજીકના મતદાન મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અને નવ યુવાનોને પણ જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો હતોભરૂચમાં રહેતા મંજુલાબેન નાઈ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેઓની સારવાર ચાલી રહી છે સાથે સરકારની આયુષ્યમાન કાર્
06:10 PM Dec 01, 2022 IST
|
Vipul Pandya
સરકારની યોજનાનો લાભ થતો હોવાના કારણે મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત દર્દીએ કરી હતી જેના પગલે દર્દીને નજીકના મતદાન મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું અને નવ યુવાનોને પણ જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો
ભરૂચમાં રહેતા મંજુલાબેન નાઈ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેઓની સારવાર ચાલી રહી છે સાથે સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના નો લાભ મળતા તેઓને રાહત થઈ હોવાના કારણે વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ચાલુ સારવારે પણ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેના પગલે દર્દીના પુત્ર એ ફોરવિલ ગાડી મારફતે ભરૂચ ની આશ્રય સોસાયટી નજીક આવેલ કોંગ્રેસે સ્કૂલના મતદાન મથકે મતદાન કરવા લઈ આવ્યા હતા અને 62 વર્ષે કેન્સરથી પીડાતી મંજુલાબેન નાઈએ મતદાન કરી દરેક મતદારને મતદાન અવશ્ય કરવા માટેની અપીલ કરી હતી.
ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન બાદ તમામ ઇવીએમ મશીનોમાં ઉમેદવારોના ભાવિ સીલ
ભરૂચ જિલ્લામાં પાંચ બેઠકો પર 32 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ભરૂચ જિલ્લામાં ૧૩૫૯ મતદાન મથકો ઉપર મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી જ સંધ્યાકાળ સુધી મતદાન મથકો ઉપર પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને સંધ્યાકાળના પાંચ વાગ્યા સુધી મતદાન મથકો ઉપર લોકોએ મતદાન કર્યું હતું અને શાંતિપૂર્ણ મહેલમાં મતદાન બાદ તમામ ઇવીએમ મશીનમાં ઉમેદવારોનું ભાવિ સીલ કરવામાં આવ્યું હતું અને આ તમામ સીલ કરેલા ઇવીએમ મશીન ભરૂચ ની સરકારી કોલેજ ખાતે સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા અને આ તમામ ઇવીએમ મશીનમાં સીલ થયેલા ભાવિ આઠમી ડિસેમ્બરના રોજ ખુલવામાં આવનાર છે ત્યારે હાલ તો ઉમેદવારો ટકાવારીને લઈ જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે જો કે ભરૂચ જિલ્લામાંથી તમામ મતદાન મથકો ઉપર મૂકવામાં આવેલા ઇવીએમ મશીનોને સુરક્ષિત રીતે મત ગણતરીના સ્થળ એટલે કે જે પોલિટેકનિક કોલેજ ખાતે લાવવામાં આવી રહ્યા છે.
Next Article