Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મતદાન પૂર્વે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું, અપહરણ અને હુમલાના આરોપ

સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ચુક્યું છે ત્યારે બનાસકાંઠા (Banaskantha)માં બનેલી બે રાજકીય ઘટનાઓએ લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ ઉમેદવારનું અપબહરણ કરી હુમલો કરાયો હોવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ આ અંગે ભાજપના ઉમેદવારે પણ જણાવ્યું કે તેમની પર થયેલા હુમલાની પોલીસ ફરિયાદ લેતી નથી. આ ઉપરાંત થરાદના કોંà
મતદાન પૂર્વે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું  અપહરણ અને હુમલાના આરોપ
સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ચુક્યું છે ત્યારે બનાસકાંઠા (Banaskantha)માં બનેલી બે રાજકીય ઘટનાઓએ લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસ ઉમેદવારનું અપબહરણ કરી હુમલો કરાયો હોવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ આ અંગે ભાજપના ઉમેદવારે પણ જણાવ્યું કે તેમની પર થયેલા હુમલાની પોલીસ ફરિયાદ લેતી નથી. આ ઉપરાંત થરાદના કોંગ્રેસ ઉમેદવારે પણ પોતાની પર હુમલો કરી ધાક ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

દાંતામાં હુમલાનો આરોપ 
મતદાન પહેલાં બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે.દાંતામાં કોંગ્રેસ ઉમેદવારનું અપહરણ કરી હુમલો કર્યાનો આરોપ લગાવાયો છે. કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ ભાજપ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કાંતિ ખરાડીએ ભાજપ ઉમેદવાર લાઘુ પારઘી અને એલ.કે.બારડ પર આરોપ લગાવ્યો કે તેમની ઉપર બામોદરા ચોકડીથી અપહરણ કરી તલવારથી હુમલો કરાયો હતો. ત્યારબાદ બચવા માટે તેઓ ભાગ્યા હતા. કાંતિ ખરાડી  અઢી કલાક બાદ જંગલમાંથી મળ્યા હતા. આ મામલાને કોંગ્રેસે વખોડી કાઢયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. રાત્રે અઢી વાગે કોંગ્રેસના નેતાઓ આ માટે ચૂંટણી કમિશનરના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આજે પણ કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ ચૂંટણી પંચને રજૂઆત કરશે. 
બીજી તરફ આ બનાવ અંગે ભાજપના લાઘુ પારઘીએ નિવેદન આપ્યું કે મારા પર પણ હુમલો કરાયો હતો અને પોલીસ હુમલાની ફરિયાદ લેતી નથી. બંને પક્ષે સામ સામે અપહરણ અને હુમલાનો આરોપ લગાવતાં મતદાન પૂર્વે રાજકારણ ગરમાયું હતું. 

થરાદમાં પણ ધમકીનો આરોપ 
આ ઉપરાંત  થરાદમાં કોંગ્રેસ ઉમેદવાર પર પણ હુમલાનો આરોપ લગાવાયો છે. કોંગ્રેસના ઉમેદવારે ગુલાબસિંહ રાજપૂતે આરોપ લગાવાયો કે તેમની પર હુમલો કરી ધાક ધમકી અપાઇ છે. શિવનગરમાં પૈસા અને દારુ વિતરણનો પણ આરોપ લગાવાયો છે. પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો દાવો કરાયો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.