Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રીએ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી જનતા સમક્ષ થયા નતમસ્તક, વાંચો આ અહેવાલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ (Narendra Modi) ભરૂચ (Bharuch) જિલ્લાના આમોદ (Amod) ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. 8,200 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) જંબુસરમાં અંદાજે રૂ. 2,506 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ. 568 કરોડના ખર્à
વડાપ્રધાનશ્રીએ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી જનતા સમક્ષ થયા નતમસ્તક  વાંચો આ અહેવાલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ (Narendra Modi) ભરૂચ (Bharuch) જિલ્લાના આમોદ (Amod) ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. 8,200 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) જંબુસરમાં અંદાજે રૂ. 2,506 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ. 568 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ, રૂ. 30 કરોડના ખર્ચે અંકલેશ્વર અને પાનોલીમાં નિર્માણ થનાર મલ્ટીલેવલ ઔધોગિક શેડ તથા રૂ. 100 કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ-1 કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિકાસની વધુ એક ભેટ આપી છે.
આમોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. અહીંથી ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ. 4,105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. GACLના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને "આત્મનિર્ભર ભારત"ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે.
આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સપ્રાઈવેટ લિમિટેડ (GNAL) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
તેમજ ડબલ એન્જીન સરકારે બનાસકાંઠા જિલ્લાના મુડેઠામાં રૂ. 70.87 કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફૂડ પાર્ક, ભરૂચ જિલ્લાના વાલીયા, છોટાઉદેપુરના વનાર, દાહોદના ચાકલીયા અને બનાસકાંઠાના અમીરગઢમાં રૂ. 127.58 કરોડના ખર્ચ  નિર્માણ પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્ક, વલસાડ જિલ્લાના કઠવાડી-દાંતી ખાતે રૂ. 89.98 કરોડના ખર્ચ આકાર લેનાર સી-ફૂડ પાર્ક તથા મહીસાગર જિલ્લાના ખાંડીવાવ ખાતે રૂ. 176.94 કરોડના ખર્ચ  સ્થાપનાર MSME પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું.
ભરૂચ શહેરમાં રૂ. 117.53 કરોડના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ડ્રેનેજ અને એસ.ટી.પી, રૂ. 42 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઉમલા-અસા-પાનેઠા માર્ગ અને રૂ. 315 કરોડના ખર્ચે આઈઓસીએલ દ્વારા નિર્મિત દહેજ-કોયલી પાઈપલાઈનનું પણ લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ (PM Modi) ગુજરાત અને દેશના વિકાસમાં ભરૂચની મહત્વપૂર્ણ ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સંદર્ભે તેમણે કહ્યું કે, એક સમયે ખારી શીંગ માટે ઓળખાતા ભરૂચ જિલ્લાએ હવે ઉદ્યોગો, બંદરો, વ્યાપાર ઉદ્યોગોથી વૈશ્વિક ઓળખ મેળવી છે. નર્મદા તટ પરની આ પવિત્ર ભૂમિના સંતાનો કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ શાસ્ત્રી જેવા મહાનુભાવોએ ભરૂચ સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. ઔદ્યોગિક ગતિ-પ્રગતિમાં શિરમૌર રહેલા ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારિત થઇ રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.
જનતાને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અહીં ઉપસ્થિત મેદનીને નતમસ્ત નમન કર્યાં હતા.
પોતાના વડાપ્રધાનને સાંભળવા સભા સ્થળમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સભા સ્થળમાં વડાપ્રધાનને આવકારવા લોકો આતુર જોવા મળ્યા હતા. લોકોએ મોદી... મોદી.. ના નારા પણ લગાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.