Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આતંકવાદ અને સરદાર સરોવર ડેમ મુદ્દે નામ લીધા વિના વિરોધીઓના પર વરસ્યા વડાપ્રધાનશ્રી

પાટીદારોના ગઢ સુરતમાં વડાપ્રધાનશ્રીએ ભવ્ય રોડ-શૉ બાદ વિશાળ જનસભાને સંબોધી હતી. સુરત આજે ગુજરાતના ચૂંટણી પ્રચારનું એપી સેન્ટર બની ગયું છે કારણ કે, અહીં વડાપ્રધાનશ્રીના સંબોધન પર સૌ કોઈની નજર હતી. વડાપ્રધાનશ્રીએ સુરતમાં આતંકવાદ અને સરદાર સરોવર ડેમ મુદ્દે વિરોધીઓનું નામ લીધા વિના વરસ્યા હતા.આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પર વરસ્યાતેમણે કહ્યું કે, ગુજરાતની નવી પેઢીએ અમદાવાદ અને સુરતàª
04:28 PM Nov 27, 2022 IST | Vipul Pandya
પાટીદારોના ગઢ સુરતમાં વડાપ્રધાનશ્રીએ ભવ્ય રોડ-શૉ બાદ વિશાળ જનસભાને સંબોધી હતી. સુરત આજે ગુજરાતના ચૂંટણી પ્રચારનું એપી સેન્ટર બની ગયું છે કારણ કે, અહીં વડાપ્રધાનશ્રીના સંબોધન પર સૌ કોઈની નજર હતી. વડાપ્રધાનશ્રીએ સુરતમાં આતંકવાદ અને સરદાર સરોવર ડેમ મુદ્દે વિરોધીઓનું નામ લીધા વિના વરસ્યા હતા.
આતંકવાદ મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા
તેમણે કહ્યું કે, ગુજરાતની નવી પેઢીએ અમદાવાદ અને સુરતના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. હું તેમને એવા લોકોથી સાવધાન કરવા માંગુ છું જેઓ આતંકવાદીઓના શુભચિંતક છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર આતંકવાદનું કૃત્ય હતું પરંતુ કોંગ્રેસના નેતાઓએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા.
ગુજરાત વિરોધી પર પ્રહાર
સરદાર સરોવર ડેમ મુદ્દે મેધા પાટકર અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સરદાર સરોવરની ઉંચાઈ વધારવા દિલ્હી ગુજરાતની વાત સાંભળવા તૈયાર નહોતું. આપણે ઉપવાસ કરવા પડ્યો, લડત લડવી પડી. સૌરાષ્ટ્રમાં પાણીના લીધે હિજરત કરતા લોકોને સુરત આવવાનું કારણ આ જ હતું. સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી વિકાસનું અમૃત છે. આવા લોકો ક્યારેય ના ભૂલશો જે લોકોએ 50 વર્ષ સુધી યોજનાને લટકાવી રાખી અને તેવા લોકોને જે લોકોને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી ચૂંટણી લડાવી આવા લોકોને ગુજરાતની ધરતી પર પગ ના મુકવા દેતા.
ગુજરાત તમાર રેકોર્ડ તોડવાનું છે
તેમણે કહ્યું કે, રોડ શોનું કોઈ જ આયોજન નહોતું. પરંતુ આજે લોકોનો જનસાગર રસ્તા પર ઉમટી પડ્યો હતો, જનસાગર ઉમટ્યો હતો. 25 કિમી લાંબો રોડ શો આ જુસ્સાનું રૂણ કેવી રીતે ચુકવીશ? વચન આપું છું જ્યાં હશુ ત્યાંથી કહેશો તેનાથી સવાયું કરીશ. જેથી બધાને મળતાં મળતાં આવ્યો છું. હવે મને વિશ્વાસ છે કે, પ્રચંડ બહુમતી આવી જશે. આ વખતે ગુજરાતે બધા જ રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો - પાટીદારોના ગઢમાં PMશ્રીનો દમદાર રોડ-શૉ, આજે રાજનીતિનું એપી સેન્ટર બન્યું છે સુરત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPAssemblyElectionsBJPCongressGujaratElections2022GujaratFirstNarendraModipublicmeetingSuratterrorism
Next Article