Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંગ્રેજોના જમાનાના કાયદાઓ અમે બદલ્યા છે, ભાજપનો વિજય નક્કી છે: વડાપ્રધાનશ્રી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન આગામી 1લી તારીખે યોજાવાનું છે અને તેને લઈને રાજ્યમાં પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ગાદી પર દબદબો જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન પોતે ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે ત્યારે આજે તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે વિજય સંકલ્પ સંમેલન સંબોધ્યું હતું.અંગ્રેજોના સમયના કાયદા બદલ્યાતેમણે
અંગ્રેજોના જમાનાના કાયદાઓ અમે બદલ્યા છે  ભાજપનો વિજય નક્કી છે  વડાપ્રધાનશ્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન આગામી 1લી તારીખે યોજાવાનું છે અને તેને લઈને રાજ્યમાં પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ગાદી પર દબદબો જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન પોતે ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે ત્યારે આજે તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે વિજય સંકલ્પ સંમેલન સંબોધ્યું હતું.
અંગ્રેજોના સમયના કાયદા બદલ્યા
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજે જંગલોમાં ઉત્પન્ન થતી અનેક ખરીદીને આદિવાસીઓની મદદ કરવામાં આવી છે. અંગ્રોજોના જમાનાની કોંગ્રેસ સરકારના કાયદાને ભાજપે બદલ્યો છે. અમે કાયદો બદલીને વાસની ખેતી શરૂ કરાવી જેથી અહીં વસતા આદિવાસીઓને રોજગારી મળે. પહેલા અગરબતી બનાવવા માટે વાસ વિદેશથી લાવવામમાં આવતો હતો હવે મારા આદિવાસી ભાઈઓ-બહેનો તેની ખેતી કરી રોજગારી મેળવે છે.
અદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવી
તેમણે કહ્યું કે, પહેલીવાર આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બને તે માટે અમે પ્રયાસ કર્યા છે. મે નક્કી કર્યુ હતું કે મારે કોઈ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવા છે અને આ ચૂંટણી મારે જીતવી છે, અમે તે કરીને બતાવ્યું. કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું સન્માન કર્યુ નથી. અત્યારે બે આદિવાસી બાળકોને મળવા ગયો એટલે સભામાં મોડો પહોંચ્યો છું. માતા-પિતા વિનાના બે આદિવાસી બાળકોને મળ્યો.
ખેડુતોની ચિંતા કરી
તેમણે કહ્યું, એક સમયે ખેડૂતોને ખેતી માટે પાણીની મુશ્કેલી હતી, એક સિઝનમાં એક જ પાક લેવાતો હતો. આજે બે-બે પાક લેતા થઈ ગયા છે. ખેડુતોને વીજળી માટે પણ ફાંફા પડતા હતા આજે 24 કલાક વીજળી મળી રહે છે.
દેશમાં 5G આવી રહ્યું છે
તેમણે કહ્યું, આજે તમારે ગમે તેની સાથે કલાકો સુધી ફોનમાં વાત કરવી હોય તો પણ બીલ સાવ ઓછું આવે છે, બધુ સસ્તું થઈ ગયું છે. તમે ઘરે બેઠા મોબાઈલથી પણ ડોક્ટર સાથે વાત કરીને સારવાર લઈ શકો છો અને જો કોંગ્રેસની સરકાર હોત તો અત્યારે 4 થી 5 હજાર બીલ આવતું હોત. હવે તો ખાલી 100થી 200 રૂપિયા જ બીલ આવે છે અને તેમાં પણ હવે 5જી આવી ગયુ છે. 4જી એટલે સાયકલ અને 5જી એટલે વિમાન.
ગરીબોને અનેક સુવિધા આપી
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, કોંગ્રેસનો સમય હોત તો આદિવાસીઓ સુધી વેક્સિન પહોંચવામાં વર્ષો લાગી જાત અમે ઓછા સમયમાં દરેકને વેક્સિન પહોંચાડી. કોરોનાના કાળમાં ગરીબના ઘરમાં કોઈ છોકરા ભુખા ન સુવે તે ચિંતા અમે કરી છે. ભાજપની સરકાર આવતા જ ભ્રષ્ટાચાર બંધ થયો. અમે તે સુનિશ્ચિત કર્યું કે, કોઈ પણ વચેટિયા વિના સીધો લાભાર્થીઓને લાભ મળે. સાચા માણસને ઘર મળવું જોઈ, વચ્ચે કોઈ વચેટીયો નહીં. આપણે સીધા તેના ખાતામાં જ રૂપિયા નાખ્યા. અમારી સરકારે 3 કરોડથી વધુ લોકો માટે ઘર બનાવ્યાં તથા આદિવાસી વિસ્તારોમાં પણ અમારી સરકારે 20 હજાર જેટલા ઘર બનાવ્યા છે.
સંકલ્પ પત્ર સ્પષ્ટ છે, વિજય નક્કી છે
વડાપ્રધાનશ્રીએ ભાજપના સંકલ્પ પત્ર અંગે વાત કરતા જણાવ્યું કે, ​​​​​​ભાજપના સંકલ્પ પત્રને ગુજરાતની જનતાએ વધાવ્યો છે. તેમા આદિવાસી વિસ્તારો આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરાયા છે. સંકલ્પ પત્ર સ્પષ્ટ છે, વિજય નક્કી છે. સંકલ્પ પત્રને ચરિતાર્થ કરવા ભૂપેન્દ્ર પટેલ કામ કરશે. દીકરીઓની સુરક્ષા એટલે સંકલ્પ પત્ર. સંકલ્પ પત્રમાં બાળકથી માંડીને વયોવૃદ્ધો સુધી તમામની ચિંતા કરી છે.
આદિવાસી બાળકો દેશનું નામ રોશન કરે છે
તેમણે કહ્યું કે, તમારો આ દિકરો દિલ્હીમાંથી બનતા પ્રયાસ કરશે. પહેલા દીકરીઓને ભણાવવામાં નહોતી આવતી. આદિવાસી દિકરા દીકરીઓ ભણવા માટે પૈસા ક્યાથી લાવે? જેને કારણે તેઓ કેમ કરીને ભણે તે પ્રશ્ન હતો. 75 વર્ષ સુધી કોંગ્રેસને કઈ દેખાયું નહી, પણ હું દિલ્લી ગયો અને મે આપણી ભાષામાં પણ ડોક્ટર બની શકાય તે માટેનું કામ શરૂ કર્યું. પહેલા ત્રણ ધોરણ ભણીને દીકરીઓ ભણતર છોડી દેતી હતી આજે આદિવાસી દિકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.
આદિવાસીઓ પાસેથી ઘણું શિખ્યો
તેમણે જણાવ્યું કે, મારા જીવનના પ્રારંભીક દિવસોમાં જ મને આદિવાસીઓ પાસેથી શીખવા મળ્યું. આદિવાસીઓ પાસે આવવાનું થાય ત્યારે મારો આનંદ અનેકગણો વધી જાય છે. આ આર્શિવાદ માત્ર ચૂંટણી માટેના આર્શિવાદ નથી. આ આર્શિવાદ વિકસીત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે. ભાજપના કાર્યકર્તાઓ ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં બધા ઉમેદવારને વિજય બનાવવા માટે ઉમટી પડ્યા છે. આ ચૂંટણી મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો લડે છે. આપણું ગુજરાત વિકસીત થવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.