Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીએ દાહોદમાં કહ્યું, જેટલીવાર અહી આવ્યો તેટલીવાર જૂના રેકોર્ડ તૂટ્યા છે

ગુજરાતમાં ચૂંટણી(Gujarat Election 2022)પ્રચારની કમાન ખુદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સંભાળી છે.ત્યારે આજે  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ બુધવારે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાર સભા સંબોધશે. વડાપ્રધાનશ્રી મહેસાણા,દાહોદ,વડોદરા અને ભાવનગરમાં વિરાટ જનસભા સંબોધીને ભાજપનો પ્રચાર (BJP campaign)કરશે. મહેસાણામાં સભા પૂરી કરીને વડાપ્રધાન મોદી દાહોદમાં (Dahod)જનસભા સંબોધી હતી.દાàª
11:36 AM Nov 23, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં ચૂંટણી(Gujarat Election 2022)પ્રચારની કમાન ખુદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સંભાળી છે.ત્યારે આજે  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ બુધવારે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાર સભા સંબોધશે. વડાપ્રધાનશ્રી મહેસાણા,દાહોદ,વડોદરા અને ભાવનગરમાં વિરાટ જનસભા સંબોધીને ભાજપનો પ્રચાર (BJP campaign)કરશે. મહેસાણામાં સભા પૂરી કરીને વડાપ્રધાન મોદી દાહોદમાં (Dahod)જનસભા સંબોધી હતી.
દાહોદે હું જેટલીવાર આવ્યો એટલીવાર જૂના રેકોર્ડ તોડ્યા: વડાપ્રધાન શ્રી  
દાહોદમાં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે, દાહોદે હું જેટલીવાર આવ્યો એટલીવાર જૂના રેકોર્ડ તોડ્યા. જીવનના પ્રારંભિક વર્ષોમાં સાયકલ પર ફરીને જેવો પ્રેમ મળતો, આજે પણ એવો જ આર્શીવાદ મળી રહ્યાં છે. કોંગ્રેસના લોકોને ક્યારેય કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. ભાજપે પહેલીવાર દેશને આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા, તેમાં પણ મહિલા રાષ્ટ્રપતિ આપી દુનિયાને સંદેશ આપ્યો. જ્યારે ભાજપે એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા, તો તેમને ટેકો આપવામાં તમારા પેટમાં શુ દુખતુ હતું. આદિવાસી ઉમેદવારને હરાવવા એમણે આકાશપાતાળ એક કર્યા. પરંતુ આ પુણ્ય કામ કરવાનો અવસર ભાજપને મળ્યો. કોંગ્રેસ પોતે કરે નહિ, અને બીજાને કરવા દે નહિ, કોઈ કરવા જાય તો આડા ઉતરે. ભાજપના સિદ્ધાંત અને સંસ્કાર સર્વાંગી વિકાસને વળેલા છે. સર્વહિતને લઈને કામ કરે છે. આજે ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. 
દાહોદમાં PM મોદીએ જનસભામાં કહ્યુ મારા માટે જનતા ઇશ્વરનો અવતાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં સભા સંબોધન દરમિયાન જણાવ્યુ કે, મારા માટે જનતા ઇશ્વરનો અવતાર છે. કોંગ્રેસ અને ભાજપમાં ફરક જ આ છે. કોંગ્રેસ જીત પાકી હોય તો તમારી સામે પણ ન જુએ. ભાજપ જીત 200 ટકા પાકી હોય તોય પગે પડે.ગુજરાતના લોકોએ જે મારુ ઘડતર કર્યુ છે. એમાં વિવેક અને નમ્રતા અમારામાં ભરેલી છે. એટલે જ તમે અમને સત્તા પર નથી બેસાડ્યો. તમે મને સેવાનું કામ સોંપ્યુ છે. હું એક સેવક તરીકે સેવાદાર તરીકે કામ કરુ છુ.
આખા દેશમાં દોડે એવા એન્જીન દાહોદમાં બનશે: PM મોદી
દેશના પ્રધાનમંત્રી કોઇ બને તેને દાહોદની ગલીઓના નામ આવડે તેવુ કોઇએ સાંભળ્યુ નહી હોય. મુખ્યમંત્રીને પણ ખબર ના હોય પણ આ તમારા પ્રધાનમંત્રીને બધુ ખબર છે. પણ હવે તો આખા હિંદુસ્તાનમાં દોડે એવા એન્જીન દાહોદમાં બનાવાના છે. મને ખાતરી છે કે દાહોદમાં એવા એન્જીન બનશે કે વિદેશમાં તે અહીંથી એક્સપોર્ટ થશે. આ મારા દાહોદના લોકોની મહેનત કામ કરવાની છે. તમને તમારા જીવનમાં બધુ મળી રહે તે માટે દિવસ રાત ઉજાગરા કરુ છે.
મે દાહોદમાં પોલિટેકનિક શરુ કરી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો-PM
મે દાહોદમાં પહેલી પોલિટેકનિક શરુ કરી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો કે આ મારુ દાહોદ સિટી સ્માર્ટ સિટી બનશે. એક સમય હતો જ્યારે દાહોદમાં પાણી માટે વલખા પડતા હતા.આજે દાહોદમાં પાણીની ચિંતાની મુક્તિનું કામ કરી દીધુ છે.
ભાજપ સરકારે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવી દુનિયાને સંદેશ આપ્યો: PM
ગુજરાતમાં ખૂબ મોટો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની કોંગ્રેસે ચિંતા ના કરી. ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને જતા રહે. આજે આઝાદીના 75 વર્ષ થયા પણ કોંગ્રેસને ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. ભાજપે જ દેશમાં પ્રથમ વાર મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે.
આપણ  વાંચો - 'જયાં જઉં ત્યાં એક જ નારો સંભળાય છે ફીર એકબાર મોદી સરકાર' મહેસાણાની સભામાં બોલ્યા પીએમ મોદી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
  
Tags :
AssemblyElectionAssemblyElection2022DahodElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstNarendraModi
Next Article