સંત રવિદાસ અને ગુરુ ગોવિંદ સિંહ પણ યુપી-બિહારના, શું તેને પણ હાંકી કાઢશો?
જેમ જેમ પંજાબ વિધાાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ત્યાં રાજકિય માહોલમાં ગરમાવો વધી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની રાષ્ટ્રીય પાર્ટીઓની સાથે ક્ષેત્રિય પાર્ટીઓ પણ મતદાતાઓનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના કારણે અત્યારે પંજાબમાં પુરજોશમાં રેલીઓ અને ચૂંટણી સભાઓ ચાલી રહી છે. ત્યારે આ જ કડીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના અબોહર પહà«
જેમ જેમ પંજાબ વિધાાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ત્યાં રાજકિય માહોલમાં ગરમાવો વધી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની રાષ્ટ્રીય પાર્ટીઓની સાથે ક્ષેત્રિય પાર્ટીઓ પણ મતદાતાઓનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના કારણે અત્યારે પંજાબમાં પુરજોશમાં રેલીઓ અને ચૂંટણી સભાઓ ચાલી રહી છે. ત્યારે આ જ કડીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના અબોહર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનસભાને સંબોધન કર્યુ હતું. પોતાના સંબોધન દરમિયાન તેમેણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીને તેમના યુપી બિહારના લોકો વિશે કરેલા વિવાદિત નિવેદનનો જવાબ પણ આપ્યો છે. આ સિવાય ગાંધી પરિવાર અને આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા છે.
મુખ્યમંત્રીના નિવેદન પર દિલ્હીના પરિવારે તાળીઓ વગાડી
પોતાના ભાષણ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પર શાબ્દિક પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘કોંગ્રેસ હંમેશાથી એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારના લોકો સાથે લડાવે છે. અહીં કોંગ્રેસના મુખ્યમંત્રીએ જે નિવેદન આપ્યું છે, તેના પર દિલ્હીનો પરિવાર (ગાંધી પરિવાર) તલીઓ વગાડતો હતો, જે દેશ આખાએ જોયું છે. પોતાના આવા નિવેદનો વડે આ લોકો કોનું અપમાન કરે છે? અહીં એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહારના ભાઇ બહેન મહેમત નહીં કરતા હોય’
સંત રવિદાસ અને ગુરુ ગોવિંદ સિંહને પણ પંજાબમાંથી હાંકી કાઢશો?
તેમણે આગળ કહ્યું કે ‘આપણે ગઈકાલે જ સંત રવિદાસની જન્મજયંતિ ઉજવી છે. તેઓ ક્યાં જન્મ્યા હતા? ઉત્તર પ્રદેશના બનારસમાં. શું તમે સંત રવિદાસજીને પણ પંજાબમાંથી હાંકી કાઢશો? ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મ ક્યાં થયો હતો? બિહારના પટના સાહિબમાં. શું તમે ગુરુ ગોવિંદજીને પણ પંજાબમાંથી હાંકી કાઢશો? અને તમે કહો છો કે તમે બિહારના લોકોને પ્રવેશવા નહીં દો. તો શું તમે ગુરુ ગોવિંદ સિંહનું અપમાન કરશો?’
આ વિશે વડાપ્રધાને લોકોન સવાલ પણ પુછ્યો કે ‘શું તમે ગુરુ ગોવિંદ સિંહનું અપમાન સહન કરશો? શું તમે એ માટીનું અપમાન કરશો કે જેમાં ગુરુ ગોવિંદ સિંહનો જન્મ થયો હતો? જે માટીમાં ગુરુ ગોવિંદ સિંહે જન્મ લીધો અને આપણું રક્ષણ કર્યું, તે માટીના બાળકોને પંજાબમાં પ્રવેશવા નહીં દઇએ, શું તમે આ ભાષાનો ઉપયોગ કરશો?’
આમ આદમી પાર્ટી ઉપર પણ પ્રહાર
નામ લીધો વગર નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસની જે પાર્ટનર ઇન ક્રાઇમ પાર્ટી છે, તે પણ પંજાબમાં આવીને એક પછી એક જુઠાણા બોલી રહી છે. આ એ લોકો છે જેમની દિલ્હીમાં સરકાર છે. આજે પંજાબમાં આવીને શીખોને ખોટું બોલતા આ લોકોએ દિલ્હીમાં એક પણ શીખને મંત્રી નથી બનાાવ્યો. દિલ્હીમાં પ્રદૂષણ વધે છે તો આ લોકો પંજાબના ખેડૂતોને ગાળો આપે છે. દિલ્હીમાં રહો ત્યાં સુધી પંજાબના ખેડૂતોને ગાળો આપો અને પંજાબમાં આવો તો ખેડૂતોને ગળે લગાવવાની વાતો કરો.’
આ જ જનસભામાં હાલમાં કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે તે અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે ‘તેમના ઈરાદાઓ વધારે ખતરનાક છે. AAPના જૂના વિશ્વાસુ સાથી અને કવિએ કહ્યું કે આ લોકો પંજાબ તોડવાનું સપનું જોઈ રહ્યા છે. આ લોકો સત્તા માટે અલગતાવાદીઓ સાથે હાથ મિલાવવા પણ તૈયાર છે. તેમનો એજન્ડા અને દેશના દુશ્મનોનો એજન્ડા, પાકિસ્તાનનો એજન્ડા અલગ નથી પણ એક જ છે.’
ચરણજીત ચન્નીનું વિવાદિત નિવેદન શું હતું?
થોડા દિવસ પહેલા પંજાબના રુપનગરમાં ચૂંટણી રેલી હતી. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સાથે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની પણ પહોંચ્યા હતા. અહીં સૌથી પહેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ‘પંજાબની બહેનો અને ભાઈઓ, જે લોકો તમારી સામે છે, તેમને બરાબર રીતે ઓળખો. તમે લોકો સમજદાર છો અને શાણા પણ છો. પંજાબ પંજાબીઓનું છે અને પંજાબને પંજાબીઓ જ ચલાવશે. તમારી પોતાની સરકાર બનાવો. જેઓ બહારથી આવે છે તેમને પંજાબિયત શું છે તે તેમને શીખવો. પંજાબ મારી સાસરી છે.’ પ્રિયંકાના આ નિવેદન બાદ ચરણજીત ચન્નીએ પણ ઉત્સાહમાં આવીને કહ્યું કે ‘યુપી, બિહાર અને દિલ્હીની જનતાને પંજાબમાં શાસન નહીં કરવા દઇએ.’ આવું કહેતી વખતે તેમણે 'યુપી-બિહાર કે ભઇયે ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના આવા નિવેદન બાદ વિવાદ શરુ થયો છે.
Advertisement