ગત ચૂંટણીમાં ખુબ ચર્ચામાં રહ્યા હતા પાટીદાર ચહેરાઓ, જાણો હાલ કોણ કઇ પાર્ટીમાં ?
હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, હાર્દિક પટેલે પહેલા કોંગ્રેસ સાથે હતા..પરંતુ કોંગ્રેસથી અત્યંત નારાજ થઇને તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો અને ભાજપમાં શામેલ થઇ ગયા.. હાલ તેઓ વિરગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમની સામે મેદાનમાં ભાજપના ઉમેદવાર લાખાભાઇ ભરવાડ છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને રિપિટ કરી ઓબીસી કાર્ડ રમ્યું છે.
હાર્દિક પટેલ
પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, હાર્દિક પટેલે પહેલા કોંગ્રેસ સાથે હતા..પરંતુ કોંગ્રેસથી અત્યંત નારાજ થઇને તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો અને ભાજપમાં શામેલ થઇ ગયા.. હાલ તેઓ વિરગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમની સામે મેદાનમાં ભાજપના ઉમેદવાર લાખાભાઇ ભરવાડ છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને રિપિટ કરી ઓબીસી કાર્ડ રમ્યું છે. વિરમગામ વિધાનસભા બેઠકમાં વિરમગામ, માંડલ અને રામપુરા-દેત્રોજ તાલુકાનો સમાવેશ થાય છે. અહીં ઠાકોર વોટ બેંક મોટી સંખ્યામાં છે. જ્યારે વિરમગામમાં મુસ્લિમ મતોની પણ ટકાવારી વધુ છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પાટિદાર વોટ બેંક વધુ છે. આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે. જે પણ ઉમેદવાર જીત્યો છે તે માત્ર પાંચથી 10 હજારના મતનું માર્જીન રહે છે. હાલ બન્ને ઉમેદવાર સામે સીધી ટક્કર છે .
અલ્પેશ કથીરિયા
હાર્દિક પટેલના સૌથી મોટા સાથી ગણાતા અલ્પેશ કથિરીયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે..તેઓ સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.. તેમની સામે ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી છે.. જેઓ એક સમયે રાજ્યકક્ષાના મંત્રી હતા
રેશમા પટેલ અને ધાર્મિક માલવિયા
રેશમા પટેલ પણ એનસીપી છોડીને હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તો પાટીદાર આંદોલનના અન્ય એક નેતા ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.
વર્ષ 2017માં આ પાટીદાર આંદોલનના નેતાઓએ સરકાર પર સખત દબાણ લાવી દીધુ હતુ,અને આ આંદોલનની અસર એવી રહી હતી કે ભાજપને 99 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. વર્ષ 2015માં ચાલુ થયેલુ આંદોલન હવે સમેટાઇ ગયુ છે,અને હવે આ ચહેરાઓ પોલિટિકલ પાર્ટી પકડી ઠરીઠામ થઇ ગયા છે.
આ પણ વાંચો -
છેલ્લી ઘડી સુધી રાજકિય પક્ષો દ્વારા લગાવાયું એડી ચોટીનું જોર, હવે બધુ મતદારોના હાથમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement