રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન શરૂ, જાણો કયો પક્ષ વધુ મજબૂત બનશે
રાજ્યસભાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. 31 મે સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂને થશે અને ઉમેદવારો 3 જૂન સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. 10 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.15 રાજ્યોમાંથી ચૂંટાયેલા 57 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ સુધી પ
રાજ્યસભાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. 31 મે સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂને થશે અને ઉમેદવારો 3 જૂન સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. 10 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
15 રાજ્યોમાંથી ચૂંટાયેલા 57 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂનથી ઓગસ્ટ સુધી પૂરો થવા જઈ રહ્યો છે. તેમાં ઉત્તર પ્રદેશના 11, મહારાષ્ટ્ર અને તમિલનાડુના છ-છ, બિહારના પાંચ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનના ચાર-ચાર, મધ્ય પ્રદેશ અને ઓડિશાના ત્રણ-ત્રણ, તેલંગાણા, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ અને હરિયાણાના બે-બેનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના એક સાંસદનો સમાવેશ થાય છે.
બિહાર
બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને આજે જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે. બિહારમાં JDUના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રમાં મંત્રીઓ આરસીપી સિંહ, મીસા ભારતી સહિત ઘણા દિગ્ગજોની બેઠકો ખાલી થઈ રહી છે.
ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભામાં 31 સાંસદો છે. જેમાંથી 11 સભ્યોનો કાર્યકાળ 4 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. બસપાના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા આ વખતે રાજ્યસભામાં જઈ શકશે નહીં. જનસત્તા દળ ડેમોક્રેટિક અને કોંગ્રેસ પાસે બે ધારાસભ્યો છે અને માયાવતીની બસપા પાસે એક ધારાસભ્ય છે. ભાજપને જનસત્તા દળના બે ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને બીએસપી કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નથી. બંને પક્ષો ચૂંટણીમાંથી બહાર રહી શકે છે.
રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સામે કપરા ચડાણ છે. ઉત્તર પ્રદેશમાં 11 બેઠકોમાંથી ભાજપને સાત અને સપાને ત્રણ બેઠકો મળવાની ખાતરી છે, જ્યારે 11મી બેઠક માટે બંને પક્ષો વચ્ચે જંગ જામશે. યુપી વિધાનસભામાં ભાજપ ગઠબંધન પાસે 273 અને સપા ગઠબંધન પાસે 125 ધારાસભ્યો છે.
Advertisement