Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMશ્રીનો ઝંઝાવાતી પ્રચાર, આજે 4 સભાઓ સંબોધી, લોકોને કમળ ખિલવવાની કરી અપીલ, બાવળામાં થયાં ભાવુક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Election 2022) હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Mod) ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે. વડાપ્રધાશ્રએ  પાલનપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાંથી મોડાસામાં જનમેદનીને સંબોધી હતી. જ્યાંથી વડાપ્રધાશ્રી  દહેગામà
pmશ્રીનો ઝંઝાવાતી પ્રચાર  આજે 4 સભાઓ સંબોધી  લોકોને કમળ ખિલવવાની કરી અપીલ  બાવળામાં થયાં ભાવુક
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Election 2022) હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Mod) ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે. વડાપ્રધાશ્રએ  પાલનપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાંથી મોડાસામાં જનમેદનીને સંબોધી હતી. જ્યાંથી વડાપ્રધાશ્રી  દહેગામમાં સભાને સંબોધી હતી. ત્યારે  બાદ  વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદી બાવળા ખાતે જનમેદનીને સંબોધન જણાવ્યું  કે સાણંદ વિસ્તારમાં ખેડૂતો રૂપિયા ગણવાના મશીન લઈ આવ્યા, રિક્ષામાં કોથળો ભરીને જાય ને કહે ચાર બંગડીવાળી ગાડી લેવા જાઉં છું.
બાવળાની સભામાં લીલાબાને યાદ કરી પીએમશ્રી થયા ભાવુક
વડાપ્રધાશ્રી  બાવળામાં સભા સંબોધન દરમિયાન લીલાબાને યાદ કર્યા. તેમણે કહ્યુ કે લીલાબાને મળવાની મળવાની ઇચ્છા હતી. પણ 104 વર્ષના માણેક બાએ આજે મને અહીં આવીને આશીર્વાદ આપ્યો. આ મારુ સૌભાગ્ય છે કે એમણે મને લીલા બાની ખોટ ન સાલે તે માટે 104 વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા. એ આપડી શક્તિ છે અને એ જ આપડી પુંજી છે.

કોંગ્રેસના રાજમાં ગામડાઓની ખૂબ જ ઉપેક્ષા થઇ: PM મોદી

Advertisement

કોંગ્રેસે તેમના સમયગાળામાં ગામડાઓની ઉપેક્ષા કરી છે. જેના કારણે ગામડાનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઇએ તે રીતે બહાર આવ્યુ જ નહીં. ગામડામાં રહેતા ગરીબ અને મધ્યવર્ગના પરિવાર હવે અમે ગુજરાતી માધ્યમમાં મેડિકલનું શિક્ષણ કરી દીધુ છે. તેથી તેમના બાળકોને પણ ડોક્ટર બનાવશે. જેના કારણે હવે ગામડામાં પણ તાકાત આવવાની છે.



20 વર્ષમાં ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ: PM મોદી
દહેગામમાં વડાપ્રધાને સભામાં જણાવ્યુ કે, ગુજરાતમાં અમે જે 20 વર્ષમાં કર્યુ છે. તેના કારણે ગુજરાતમાં પાણી, વીજળી, રસ્તા એ વિષયો ગુજરાતે જાણે આત્મસાધ કરી લીધા છે. ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ છે. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં મુળભૂત સુવિધાઓના વિકાસ તરફ અમે ધ્યાન આપ્યુ અને દેશમાં એક અગ્રણી રાષ્ટ્ર તરીકે ઉભર્યુ,

આપણે અર્થ વ્યવસ્થામાં પ્રથમ ત્રણ સ્થાનમાં આવતા વાર નહીં લાગે: PM મોદી

Advertisement

2014માં આપણી અર્થવ્યવસ્થા દસમાં નંબર પર હતી. જો કે આજે આપણી અર્થવ્યવસ્થા પાંચમા નંબરે છે. 250 વર્ષ સુધી જેણે આપણા ઉપર રાજ કર્યુ હતુ, પહેલા પાંચ નંબરમાં એ હતા. જો કે હવે તેમને પાછળ પાડીને આપણે પાંચમાં નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેની પણ ખુશી છે. હવે આખી દુનિયા કહે છે કે ભારતને પ્રથમ ત્રણ સ્થાનમાં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પહોંચતા વાર નહીં લાગે

ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાવાળા બનશે: PM મોદી
20-25 વર્ષ પહેલા પંચાયતોનું બજેટ આખા ગુજરાતનું બજેટ 100 કરોડ રુપિયા હતુ. આજે તે બજેટ સાડા ત્રણ હજાર કરોડ રુપિયા છે. એમાં પણ કેન્દ્ર સરકાર મોકલે એ રકમ જુદી છે.ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધા બને તે દિશામાં કામ આગળ વધી રહ્યુ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.