Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રચાર દરમિયાન સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપર વરસ્યા

જંબુસરમાં પ્રધાનમંત્રીની જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રમુખ ભરૂચ જિલ્લાની પાંચે બેઠકો અને સાથે સૌથી મહત્વની ઝગડીયાની બેઠક પણ જીતાડીને આપીશું તેવા નિવેદન સામે સાંસદ મનસુખ વસાવા એક પ્રચારમાં જિલ્લા પ્રમુખ મારુતિસિહ અટોદરિયા છે એટલે ઝઘડિયાની બેઠક જીતી જશુ તેવી ખાણ ખાતા હોય તો ભૂલી જજો તેવું નિવેદન જાહેરમાં કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણી માટà«
પ્રચાર દરમિયાન સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપર વરસ્યા
જંબુસરમાં પ્રધાનમંત્રીની જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રમુખ ભરૂચ જિલ્લાની પાંચે બેઠકો અને સાથે સૌથી મહત્વની ઝગડીયાની બેઠક પણ જીતાડીને આપીશું તેવા નિવેદન સામે સાંસદ મનસુખ વસાવા એક પ્રચારમાં જિલ્લા પ્રમુખ મારુતિસિહ અટોદરિયા છે એટલે ઝઘડિયાની બેઠક જીતી જશુ તેવી ખાણ ખાતા હોય તો ભૂલી જજો તેવું નિવેદન જાહેરમાં કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે અને ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી ગૃહ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ પ્રચાર અર્થે આવી રહ્યા છે અને આવા સમયે જંબુસર ખાતે પ્રધાનમંત્રી ની જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિહ અટોદરિયાઈ સ્ટેજ ઉપરથી એક નિવેદન કર્યું હતું તે ભરૂચ જિલ્લાની પાંચ બેઠકમાંથી આ વખતે પાંચે પાંચ બેઠક અને ઝઘડિયા બેઠક પણ જીતાડી આપીશું તેવા નિવેદનને લઈ લોકોમાં સર્જાયું હતું.
આટલા મોટા પ્રધાનમંત્રી અને મંત્રીઓ આવતા હોવા છતાં જિલ્લા પ્રમુખના આવા નિવેદન સામે સાંસદ મનસુખ વસાવા પણ લાલઘુમ બન્યા હતા પણ પોતાના અંદર રહેલો ઉભરો ક્યારે કાઢુ તેની રાહ જોઈ રહ્યા હોય તેમ ઝઘડિયા ખાતે પ્રચારમાં જ જિલ્લા પ્રમુખ ઉપર વરસવાની ફરજ પડી હોય તેમ જાહેર મંચ ઉપરથી જ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપર પ્રહાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, મારૂતિસિહ અટોદરિયા પ્રમુખ છે એટલે ઝઘડિયાની બેઠક જીતી જવાના એવી ખાણ ખાતા હોય તો ભૂલી જજો.. મંત્રીઓ અને પ્રધાનમંત્રી સહિત મોટા નેતાઓ પણ પ્રચાર પ્રસાર કરીને જીતાડવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર વિવાદિત નિવેદન પણ ભરૂચના સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.