Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહેશ વસાવાએ ડેડીયાપાડા સીટ પર હાર મેળવાની બીકે પિતાની બેઠક ઉપર જમાવ્યો કબ્જો

BTPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો (AAP)ખેસ ધારણ કરી ડેડીયાપાડામાંથી (Dadiyapada)ઉમેદવારી કરતા આ બેઠક ઉપર મહેશ વસાવા જીત મેળવી શકે તેવી વચ્ચે મહેશ વસાવાએ પોતાના પિતાની સેફ બેઠક ઉપરથી બીટીપી માંથી ઉમેદવારી કરતા પિતાએ પણ અપક્ષમાંથી ઉમેદવારી કરી ચૂંટણી જંગ છેડ્યો છેડેડીયાપાડા ઉપર વર્તમાન ધારાસભ્ય બીટીપી માંથી મહેશ વસાવા હતા પરંતુ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરàª
11:35 AM Nov 15, 2022 IST | Vipul Pandya
BTPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો (AAP)ખેસ ધારણ કરી ડેડીયાપાડામાંથી (Dadiyapada)ઉમેદવારી કરતા આ બેઠક ઉપર મહેશ વસાવા જીત મેળવી શકે તેવી વચ્ચે મહેશ વસાવાએ પોતાના પિતાની સેફ બેઠક ઉપરથી બીટીપી માંથી ઉમેદવારી કરતા પિતાએ પણ અપક્ષમાંથી ઉમેદવારી કરી ચૂંટણી જંગ છેડ્યો છે
ડેડીયાપાડા ઉપર વર્તમાન ધારાસભ્ય બીટીપી માંથી મહેશ વસાવા હતા પરંતુ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા બીટીપીને છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા ડેડીયાપાડા ની બેઠક ઉપરથી મહેશ વસાવા જીત મેળવે તેવા કોઈ અણસાળો ન મળતા મહેશ વસાવા એ પોતાના પિતાની ઝઘડિયા ઉપરની સેફ બેઠક ઉપર BTPમાંથી ઉમેદવારી કરી પોતાના જ પિતાનું બીટીપી માંથી પત્તું કાપી નાખ્યું..? પિતા પુત્ર આમને સામને આવે તેને કહેવાય રાજકારણ અને આવું જ રાજકારણ ઝઘડિયામાં જોવા મળી રહ્યું છે 
છેલ્લા સાત ટર્મથી એટલે કે ૩૫ વર્ષથી ઝઘડિયા બેઠક ઉપર રાજ કરતા છોટુ વસાવાને પુત્ર મહેશ વસાવાએ બીટીપી માંથી પત્તું કાપી નાખતા છોટુ વસાવા એ પણ હમ જહા ખડે રહેતે હૈ વહીસે પાર્ટી શુરુ હોતી હે નહી નેમ સાથે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે
ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ઉમેદવારી પત્ર ભરવા રેલી નહીં પરંતુ રેલો લઈને નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોઈને BTP ના હોશ પણ ઉડી ગયા હતા અને એટલા માટે જ કહેવાય છે કે ડેડીયાપાડાની બેઠક ઉપરથી મહેશ વસાવા ચૈતર વસાવા થી ડરીને પોતાના પિતાની ઝઘડિયા ની બેઠક ઉપર કબજો જમાવ્યો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો-  પહેલાં તબક્કાની 89 બેઠકો માટે આટલા ઉમેવારો મેદાનમાં! દિગ્ગજો વચ્ચે દંગલ
Tags :
AssemblyElectionBharuchDediyapadaElection2022GujaratElection2022GujaratFirstMaheshVasava
Next Article