Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદની અમરાઈવાડી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
અમદાવાદની અમરાઈવાડી બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી
અમરાઈવાડી વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ થાય છે. અમરાઇવાડી વોર્ડમાં કોંગ્રેસની પેનલે જીત મેળવેલી છે. ભાઈપુરા વોર્ડમાં ભાજપના 3 અને કોંગ્રેસના એક કોર્પોરેટર છે તો ઇન્દ્રપુરી વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા થઇ છે. વર્ષ 1967 અને 1972માં કાંકરિયા બેઠક અસ્તિત્વમાં આવી હતી, જેમાં અમરાઇવાડીનો સમાવેશ થતો હતો. વર્ષ 1975માં મણિનગર વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી, જેમાં અમરાવાડી વિસ્તારનો સમાવેશ થતો હતો. અમરાઈવાડી વિધાનસભા બેઠક વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે.

જાતિગત સમીકરણ
અમરાઈવાડી વિધાનસભા બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણો પર નજર કરવામાં આવે તો આ બેઠક પર કુલ 2,79,082 મતદારો છે. જેમાં 50,000 દલિત, 50,000 પરપ્રાંતિય, 33,000 પાટીદાર, 1,10,000 OBC અને 35,000 સવર્ણ મતોનો સમાવેશ થાય છે. અહીં  હિન્દી ભાષી ઉપરાંત દલિત સમાજના મતદારોનું પ્રભુત્વ પણ છતાં આ બેઠક પર વર્ષોથી પાટીદાર સમાજનું વર્ચસ્વ રહેલું છે. અમરાઈવાડી વિસ્તારમાં ઉત્તર ગુજરાતના પાટીદારોની સંખ્યા લગભગ 67,000, ઝાલાવાડી પાટીદાર સમાજના મતદારોની સંખ્યા 3,000 જેટલી છે. આ બેઠક પર પેટાચૂંટણીમાં જ્ઞાતિજાતિની દ્રષ્ટિએ ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવારનું પલડું ભારે હોવા છતાં ભાજપે બાજી મારી લીધી હતી.
પ્રાથમિક સુવિધા વધે તેવી માંગ
અમરાઈવાડી વિધાનસભામાં મોટાભાગના રસ્તાઓ સાંકડા છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યાનો સ્થાનિક લોકોને દરરોજ વેઠવી પડે છે. આ વિસ્તારમાં મોટા ભાગે શ્રમિક અને મધ્યમ વર્ગના લોકો રહે છે. તેઓ આ વિસ્તારમા લાઈટ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધા મળે તેવી માંગ કરી રહ્યાં છે.
છેલ્લી બે ચૂંટણીના પરિણામો
આમરાઈવાડી વિધાનસભા બેઠક વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે જીત મેળવી હતી તો વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે કોંગ્રેસ ઉમેદવાર અરવિંદસિંહ ચૌહાણને હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમરાઈવાડીથી ધારાસભ્ય હસમુખભાઈ પટેલને ઊભા રાખવામાં આવ્યા હતા. અહીંથી હસમુખભાઈ પટેલની સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમણે અમરાઈવાડીના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ બેઠક ખાલી થઈ જતા અમરાઈવાડી બેઠક પર વર્ષ 2019માં પેટાચૂંટણી યોજવામાં આવી હતી.
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2019 (પેટાચૂંટણી)    જગદીશ પટેલ         ભાજપ
2017                    હસમુખભાઈ પટેલ    ભાજપ
2012                    હસમુખભાઈ પટેલ    ભાજપ
Advertisement
Tags :
Advertisement

.